આ 5 સાસુઓ પોતે હિરોઈન હતી અને ઘરમાં વહુ પણ હિરોઈન લઈને આવી, જાણો હવે કેવો છે તેમનો સંબંધ.

પોતે હિરોઈન છે અને પોતાના દીકરા માટે પણ હિરોઈન પત્ની જ લાવી આ સાસુઓ, જાણો બંને વચ્ચેના સંબંધ

‘પિતા એવા દીકરા, અને ‘માતા તેવી પુત્રી’ એ કહેવત તો તમે બધાએ ઘણી વખત સાંભળી હશે, પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ‘જેવી સાસુ તેવી વહુ?’ ખરેખર એવું ભાગ્યે જ જોવા અને સાંભળવા મળે છે. એટલા માટે આજે અમે તમને બોલીવુડની 5 સાસુ-વહુની એવી જોડીઓ સાથે પરિચય કરાવવા જઈ રહ્યા છીએ, જે બંને ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ કરી ચુકી છે. એટલે કે તમે સાસુ અને વધૂ બંનેને અભિનયનો જાદુ પાથરતા જોઈ ચુક્યા છો.

એશ્વર્યા રાય અને જયા બચ્ચન

1994 માં મિસ વર્લ્ડનો તાજ પોતાના નામે કરનારી એશ્વર્યા રાય હાલમાં બચ્ચન પરિવારની પુત્રવધૂ છે. એશ્વર્યાએ વર્ષ 2007 માં અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા.

આ લગ્ન સાથે જ જયા બચ્ચન એશ્વર્યાની સાસુ બની ગઈ હતી. નોંધપાત્ર વાત એ છે કે જયા પણ તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. આ દિવસોમાં, જયાએ ફિલ્મોમાં આવવાનું લગભગ બંધ કરી દીધું છે, જોકે એશ્વર્યા લગ્ન પછી પણ ફિલ્મોમાં જોવા મળે છે. એશ્વર્યા અને જયા વચ્ચે ખૂબ સારા સંબંધ છે.

કરીના કપૂર અને શર્મિલા ટાગોર :-

2012 માં જ્યારે કરીના કપૂરે સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા ત્યારે ઘણા લોકોના હોંશ ઉડી ગયા હતા. તેનું કારણ એ હતું કે સૈફના પહેલાથી જ છૂટાછેડા થઈ ચૂક્યા હતા. આવી સ્થિતિમાં કરીનાએ 10 વર્ષ સૈફ નાના હોવા છતાં સૈફ સાથે લગ્ન કરવાનું યોગ્ય માન્યું હતું.

હાલમાં કરીના અને સૈફ ઘણા ખુશ છે. કરીનાની સાસુ શર્મિલા ટાગોર પોતાના સમયની પ્રખ્યાત અભિનેત્રી હતી. કરીના અને શર્મિલા વચ્ચેના સંબંધો ખૂબ મધુર છે. આ બંનેને એકબીજા સાથે ઘણું સારું બને છે. તેઓ એકબીજાને ખૂબ માન સન્માન આપે છે.

માન્યતા દત્ત અને નરગિસ :-

માન્યતા દત્ત બોલિવૂડ એક્ટર સંજય દત્તની ત્રીજી પત્ની છે. સંજયની માતા નરગિસ તેના સમયની શ્રેષ્ઠ અભિનેત્રિઓમાંની એક હતી. કેન્સરને કારણે નરગીસનું અવસાન નીપજ્યું હતું. સંજયની પહેલી પત્ની રિચાનું પણ કેન્સરથી મૃત્યુ થયું હતું.

અને તે સંજયની બીજી પત્ની સાથે છૂટાછેડા લઈ ચુક્યો હતો. આવી સ્થિતિમાં સંજયે માન્યાતા સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. માન્યતા સંજય સાથે લગ્ન કરતા પહેલા કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. દુર્ભાગ્યવશ, નરગિસ પહેલા સ્વર્ગમાં સિધાવી જવાને કારણે જ તે પોતાની વહુ માન્યતાને ક્યારેય મળી શકી ન હતી.

સોહા અલી ખાન અને જ્યોતિ ખેમુ :-

સૈફની બહેન સોહા અલી ખાને અભિનેતા કુણાલ ખેમુ સાથે 2015 માં લગ્ન કર્યા હતા. તમારા માંથી ઘણાને એ વાતની ખબર નહિ હોય કે કુણાલની માતા જ્યોતિ ખેમુ પણ અભિનેત્રી તરીકે ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ રીતે, સોહાના સાસુ પણ તેના સમયમાં અભિનેત્રી તરીકે કામ કરતી હતી. સોહા તેના ઘરની એક આદર્શ વહુ છે અને તેની સાસુ જ્યોતિ સાથે સારા સંબંધ ધરાવે છે.

એકતા સાહની અને નૂતન :-

ભૂતકાળની પ્રખ્યાત અભિનેત્રી નૂતનને બધા ઓળખે છે. નૂતનનો પુત્ર મોહનીશ બહલ પણ એક જાણીતો અભિનેતા છે. મોહનીશે એકતા સાહની નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા.

એકતા પણ ફિલ્મ અને ટીવી સિરિયલોમાં અભિનેત્રી તરીકે પણ કામ કરે છે. નુતનનાં મૃત્યુનાં એક વર્ષ પછી જ મોહનીશ એકતાનાં લગ્ન થયાં હતાં. તેથી, આ સાસુ વહુ એકબીજાને મળી શકી ન હતી.

આમાંથી તમારી મનપસંદ સાસુની જોડી કઇ છે, અમને ટિપ્પણીઓમાં જણાવો.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.