‘રામાયણ’ માં ‘મેઘનાદ’ ઈંદ્રજીતનો રોલ ભજવીને પ્રખ્યાત થયો હતો આ એક્ટર, બોલીવુડમાં પણ કામ કરી ચુક્યો છે.

બોલીવુડના જાણીતા એક્ટર હતા ‘રામાયણ’ માં ‘મેઘનાદ’ ઈંદ્રજીતનો રોલ ભજવનારા વિજય અરોરા, જાણો તેમના વિષેની રોચક વાતો

જ્યારે પણ દૂરદર્શન ઉપર પ્રસારિત થતી રામાનંદ સાગરની રામાયણની ચર્ચા થાય છે, ત્યારે સૌથી પહેલા રામ, સીતા લક્ષ્મણથી લઈને રાવણ અને કૈકઈ લગભગ બધા પાત્રોને યાદ કરવામાં આવે છે. રામાનંદ સાગરની રામાયણમાં એક પાત્ર એવું પણ છે. જેણે મેઘનાદ ઇન્દ્રજિત બનીને બધા લોકોના હૃદયમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવ્યું હતું. શું તમે જાણો છો, દૂરદર્શન ઉપર પ્રસારિત થનારા ધારાવાહિક રામાનંદ સાગરની રામાયણમાં મેઘનાથનું પાત્ર કોણે ભજવ્યું હતું?

તે અભિનેતા વિજય અરોરા હતા. તે એ વિજય અરોરા છે. જેમણે ફિલ્મ “યાદોં કી બારાત” માં ઝીનત અમાનના હીરોની ભૂમિકા ભજવી હતી. વિજય અરોરાએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત વર્ષ 1972 માં રીના રોયની ફિલ્મ “જરૂરત” થી કરી હતી, પરંતુ આ ફિલ્મમાં માત્ર રીના રોયને સ્ટારડમ મળ્યો હતો.

ત્યાર પછી, વિજય અરોરાએ ઝિનત અમાન સાથે ફિલ્મ “યાદોં કી બારાત” માં કામ કર્યું. ‘યાદોં કી બારાત’ માં વિજય અરોરાના અભિનયને બધા લોકોએ પસંદ કર્યો. ભલે તેની શરૂઆતની બે ફિલ્મો બોક્સ ઓફિસ ઉપર કાંઈ વિશેષ કમાલ ન દેખાડી શકી, પણ તેના સારા દેખાવ માટે તેની નોંધ લેવામાં આવી. તે સમયે વિજય અરોરાની તુલના રાજેશ ખન્ના સાથે કરવામાં આવી રહી હતી.

એક ઇન્ટરવ્યુ દરમિયાન રાજેશ ખન્નાએ પોતે વિજય અરોરાની તુલના પોતાની સાથે કરી હતી. રાજેશ ખન્નાએ ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે “જો કોઈ મારું સ્થાન લઇ શકે છે, તો તે વિજય અરોરા છે.” ભલે વિજય અરોરાની ફિલ્મી કારકીર્દિ ખૂબ ટૂંકી રહી હોય, પણ તેણે તેની દરેક ફિલ્મમાં તે સમયની ટોચની હિરોઈનો સાથે અભિનય કર્યો. જેમાં આશા પારેખ, ઝીનત અમાન, શબાના આઝમી, જયા ભાદૂરી અને મૌસમિ ચેટરજી જેવી સુપરહિટ હિરોઇનોના નામ શામેલ છે.

વિજય અરોરા તેની કારકીર્દિમાં સફળતા પ્રાપ્ત કરી જ રહ્યા હતા. ત્યારે બોલિવૂડના લોકો તેને લઈને રાજનીતિ કરવા લાગ્યા. સમાચારો અનુસાર, તે સમયે ઘણા સ્ટાર્સને વિજય અરોરાથી ડર લાગતો હતો કે ઇન્ડસ્ટ્રીમાં દરેક જગ્યાએ વિજય અરોરાના નામની જ ચર્ચા થતી હતી. વિજય અરોરા જ્યાં પણ જતા હતા. લોકો તેની પાછળ પાછળ આવી જતા હતા.

કદાચ આ જ કારણે વિજય અરોરા સાથેની થયેલી રાજનીતિએ તેમની કારકિર્દીનો અંત લાવી દીધો. તે સમયે પરિસ્થિતિ એવી ઉભી થઇ ગઈ હતી કે વિજય અરોરાને ધીરે ધીરે સાઇડ રોલ મળવા લાગ્યા અને ત્યાર બાદ તેને સાઇડ રોલ મળવાનું પણ બંધ થઇ ગયું. પરિસ્થિતિ એવી આવી ગઈ કે વિજય અરોરાને ફિલ્મોમાં કામ મળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. ત્યારે વિજય અરોરાના જીવનમાં રામાનંદ સાગરની એન્ટ્રી થઈ. 80-90 ના દાયકામાં રામાનંદ સાગરે વિજયને તેમની રામાયણમાં મેઘનાથ ઇન્દ્રજિતની ભૂમિકાની ઓફર કરી.

વિજય અરોરાએ આ પાત્ર ભજવવાની હા પાડી હતી. રામાયણની સાથે સાથે મેઘનાથની ભૂમિકા પણ લોકોએ ખૂબ પસંદ કરી હતી. આ ભૂમિકામાં વિજય અરોરા એવા જામ્યા કે લોકો તેના અભિનયના દીવાના બની ગયા. મેઘનાથના રોલમાં વિજય અરોરાની તે ગર્જના હવે એક વખત ફરી ટીવી ઉપર સાંભળવા મળી રહી છે. કોરોનાના કારણે લોક ડાઉનમાં ફરી એકવાર રામાયણનું પ્રસારણ દૂરદર્શન ઉપર શરૂ થઇ ગયું છે.

અભિનયની દુનિયાથી દૂર થયા પછી વિજય અરોરાએ પોતાનું એક સોફ્ટવેર હાઉસ પણ ખોલ્યું. જેના બેનર હેઠળ તે જાહેરાતો અને નિગમોની ફિલ્મ પ્રોડ્યુસ કરતા હતા. મેઘનાથની ભૂમિકાથી પ્રસિદ્ધ થઇને વિજય અરોરા ખૂબ ખુશ હતા, પરંતુ તેમના મનમાં હંમેશાં એક વાત ડંખી રહી હતી કે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે આટલું સારું કામ કર્યું એટલી બધી સુપરહિટ ફિલ્મો આપી તે તેમને ભૂલી ગયા. એ સમસ્યા પોતાના મનમાં લઈને વિજય અરોરા વર્ષ 2007 માં પેટના કેન્સરથી બીમારીમાં મૃત્યુ પામ્યા હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.