આ દેશોમાં મળે છે સૌથી સસ્તું સોનુ, ભારત કરતા 15 ટકા જેટલી ઓછી છે કિંમત.

ભારત કરતા પણ 15 ટકા જેટલા ઓછી કિંમતમાં મળે છે આ દેશોમાં સોનુ, જાણો લિસ્ટ. સોનું એક કિંમતી ધાતુ છે, જેનો સૌથી વધુમાં વધુ જથ્થો દુનિયાના લગભગ દરેક દેશ કરવા માંગે છે. સદીઓથી લોકો સોના તરફ આકર્ષિત થતા રહ્યા છે. સામાન્ય લોકો સાથે સાથે સોનું રોકાણકારોને પણ આકર્ષિત કરે છે. ભારતમાં આ વર્ષે વૈશ્વિક સ્તર મુજબ સોનાની કિંમત 25 ટકા વધી છે. મોટા પ્રમાણમાં ચલણની કિંમતમાં આવેલો ઘટાડા વિરુદ્ધ બચાવ તરીકે જોવામાં આવે છે. તેવામાં અમે તમને દુનિયાના થોડા એવા દેશો વિષે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભારતની સરખામણીમાં લગભગ 15 ટકા સસ્તું સોનું મળે છે. આવો જાણીએ તેના વિષે.

દુબઈ : વાત જયારે સસ્તા અને સારા સોનુ ખરીદવાની આવે છે, તો દરેકના મગજમાં દુબઈનું નામ આવે છે. હંમેશા લોકો દુબઈ જાય છે, તો ત્યાંથી સોનું જરૂર ખરીદીને આવે છે. ત્યાં દીએરા નામનું એક સ્થળ છે, જ્યાં ગોલ્ડ સાઉક એરિયો ગોલ્ડ ખરીદવાનું કેન્દ્ર માનવામાં આવે છે. તેની સાથે જ જોયલુકાસ, ગોલ્ડ અને ડાયમંડ પાર્ક અને માલાબાર ગોલ્ડ જેવી ઘણી બજારોમાં પણ તમને સરળતાથી ઓછી કિંમતમાં સોનું મળી શકે છે.

થાઈલેન્ડ : દુબઈ પછી થાઈલેન્ડમાં સસ્તું સોનું મળી જશે. થાઈલેન્ડના બેંકોકમાં ઓછી કિંમતમાં સારી ક્વોલેટીનું સોનું ખરીદી શકાય છે. અહિયાં તમારે ઘણા ઓછા માર્જીનમાં સોનું મળી જાય છે અને સાથે જ સારી વેરાયટી પણ હોય છે. થાઈલેન્ડના ચાઈના ટાઉનમાં યાવોરાત રોડ સોનું ખરીદવા માટે સૌથી પસંદગીના સ્થળો માંથી એક છે.

હોંગકોંગ : હોંગકોંગ પણ ખરીદવા વાળા માટે મોટી સંખ્યામાં સોનાની દુકાનો મળી જશે. દુનિયાભરમાં પોતાના શોપિંગ કેન્દ્ર માટે પ્રસિદ્ધ હોંગકોંગમાં સોનું ઘણી ઓછી કિંમત ઉપર મળે છે. આ વિશ્વનું સૌથી એક્ટીવ ગોલ્ડ ટ્રેડીંગ માર્કેટ માંથી એક છે.

સ્વીત્ઝરલૅન્ડ : સ્વીત્ઝરલૅન્ડની ગોલ્ડ ડીઝાઈન વિશ્વભરમાં ફેમસ છે. તે આખી દુનિયામાં પોતાની ડિઝાઈનર ઘડિયાળો માટે પ્રસિદ્ધ છે. આ દેશમાં સોનાનો સારો વેપાર છે. સ્વીત્ઝરલૅન્ડના જ્યુરીખ શહેરમાં લોકોને સારું અને ઉત્તમ સોનું મળી શકે છે. અહિયાં હેન્ડમેડ ડિઝાઈનર ઘરેણા સાથે તમને ઘણી વેરાયટી મળે છે.

ભારત : ભારતમાં સોનું સદીઓથી લોકોને આકર્ષિત કરતું આવ્યું છે. દિવાળી અને ધનતેરસનો તહેવાર નજીક છે. આ પ્રસંગે અહીયાની બજારોની રોનક અલગ જ હોય છે. ભારતના કેરળ રાજ્યમાં સોનું સસ્તું મળી જાય છે. કેરળના કોચીનમાં માલાબાર ગોલ્ડ, ભીમા જવેલર્સ, જોયલુકાસ જેવા ઘણા સ્થળોએથી તમને ઓછી કિંમતમાં સોનું ખરીદવાની તક મળી શકે છે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.