ઘુમાડા જેવો છે આ ગ્રહનો રંગ, પોતાની મહાદશામાં કોઈ પણ માણસને બનાવી દે છે રંકથી રાજા.

ઘુમાડા જેવો દેખાતો આ ગ્રહ તમારા જીવનમાં કરી નાખે છે ઊથલપુથલ, રંકથી રાજા અને રાજાથી રંક પણ બનાવી નાખે. રાહુ છાંયા ગ્રહ હોવાથી તેને કોઈ પણ રાશીનું સ્વામિત્વ નથી મળ્યું. છતાં પણ તેને કન્યા રાશીના સ્વામી માને છે. તે આર્દ્રા, સ્વાતી અને શતભીષા નક્ષત્રના સ્વામી છે. રાહુની ઉપરની રાશી વૃષભ માનવામાં આવે છે અને નીચેની રાશી વૃશ્ચિક. છાયા ગ્રહ હોવાના કારણે રાહુ જે ગ્રહની રાશિમાં હોય છે, તે મુજબ ફળ આપે છે. રાહુની પૂર્ણ દ્રષ્ટિ 5, 7 અને નવમાં સ્થાન ઉપર પડે છે. તે તમોગુણી અને અંધકાર પ્રિય ગ્રહ છે. તેને પાપી ગ્રહની સંજ્ઞા મળી છે.

રાહુની સ્વરાશી કન્યા માનવામાં આવે છે. તેનો મિત્ર ગ્રહ શની અને કેતુ છે. સૂર્ય, ચંદ્રમાં અને બુધ, રાહુનો દુશ્મન છે. મંગળ તેનો સમ ગ્રહ છે. રાહુનો રંગ ધુમાડા જેવો હોય છે. તે પ્રુથકતાવાદી ગ્રહ છે. રાહુ કૂટનીતિ, રાજનીતિ, જુઠ કપટ, ષડ્યંત્ર કારક ગ્રહ છે. વાયુ વિકાર આપવા વાળા, ઉત્પ્રેરક અને વિમાન મુસાફરી કારક ગ્રહ છે.

લોકો રાહુનું નામ સાંભળીને ખુબ જ અશુભ મને છે. પરંતુ શનીની જેમ જો તમારા કર્મ સારા હશે અને કર્મ ભાવમાં શની કે રાહુની શુભ અસર છે. તો તમે રાજનીતિમાં સારું કરી શકો છો. રાહુ કાલસર્પ દોષના કારક છે. જયારે રાહુ અને કેતુ વચ્ચે તમામ ગ્રહ એક તરફ થઇ જાય છે ત્યારે તે કાલસર્પ દોષ બને છે. રાહુ સર્પનું મુખ માનવામાં આવે છે અને કેતુ સર્પની પૂંછડી માનવામાં આવે છે. જો રાહુ કેતુ સાથે કોઈ ગ્રહ હોય કે એક ગ્રહ બહાર થઇ અને તે રાહુ કેતુના અંશોમાં વધુ હોય તો કાલસર્પ દોષ કપાઈ જાય છે. રાહુ સાથે મંગળ થવાથી અંગારક દોષ બને છે. આ દોષ વ્યક્તિની અંદર અહંકાર અને ગુસ્સાનું નિર્માણ કરે છે. આ ગ્રહ ઈજા વગેરે પણ આપે છે.

જો કુંડળીમાં પંચમ કે શષ્ઠ ભાવમાં વ્યક્તિને પેટના રોગ આપે છે. દ્વિતીય અથવા દશમ ગૃહમાં રાહુ કે શની હોય મંગળ હોય તો તે વ્યક્તિને આંખની પીડા થઇ શકે છે. છઠ્ઠા ગૃહમાં રાહુ, કેતુ, શની, મંગળની અસરથી પગમાં ઈજા વગેરેનો ભય રહે છે. રાહુની મહાદશા 18 વર્ષ થાય છે. જો કુંડળીમાં રાહુ અશુભ હોય છે. તો વ્યક્તિને ખરાબ કામ કરવા માટે પ્રેરિત કરે છે.

સૌથી પહેલા વ્યક્તિની દિનચર્યા ખરાબ કરે છે. હરવા ફરવાનો શોખ ઉભો કરે છે. વાણી દોષ ઉભો કરે છે અને વિવેકહીનતા તેની અંદર આવી જાય છે. સારા ખરાબનું જ્ઞાન નથી રહી શકતું. તેને હરવા ફરવા, માંસ-દારૂની ટેવ પડી જાય છે. જો રાહુની મહાદશામાં તમે ઉપરોક્ત અવસ્થાથી પીડિત થઇ રહ્યા છો, તો સમજો કે તમારી સાથે રાહુ ઘણું ખરાબ કરવાનો છે. અપયશ, દગો, આર્થિક નુકશાન, માનસિક વિકાર અને છુટાછેડા થઇ શકે છે.

કુંડળીમાં રાહુ સારી સ્થિતિમાં હોય તો તે પોતાની મહાદશામાં વ્યક્તિને રંકમાંથી રાજા બનાવી દે છે. રાજનીતિમાં રાહુ પોતાનું ઉચ્ચ સ્થાન ધરાવે છે, અને કોઈ સામાન્ય વ્યક્તિને પણ રાજા બનાવી શકે છે. જો તમારી કુંડળીમાં રાહુ અશુભ છે કે મહાદશામાં અશુભ અસર આપી રહ્યો છે. તો તમે કુતરાને દૂધ રોટલી ખવરાવો. કોઢીઓને ભોજનનું દાન કરો. માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો.

રાહુના તાંત્રિક મંત્રના જાપ કરો અને તમારી દિનચર્યા બદલો. રાહુની અશુભ અસરને ઓછી કરવા માટે સીસું (કલાઈ) ની ગોળી સફેદ દોરામાં બાંધીને બુધવારે ગળામાં ધારણ કરો. સીસું અને ગોમેદ રત્ન રાહુની નકારાત્મક અસર ઓછી કરે છે. સીસું જે વાસણમાં ટાંકા લગાવવા માટે કામ આવે છે તે ઘણું જ મહત્વનું છે. જો રાહુ કોઈને અત્યંત પીડિત કરી રહ્યા હોય, કે કોઈ બાળકને નજર વધુ લાગતી હોય, અજાણ્યો ભય રહેતો હોય તો તેની ગોળી સફેદ દોરામાં ધારણ કરો.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી ઉપર અમે એ દાવો નથી કરતા કે, તે સંપૂર્ણ સત્ય અને સચોટ છે. તેને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ જરૂર લો.)

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.