આ રાશિઓ માટે શુભ છે શરદપૂનમનો દિવસ, વ્યાપારથી લાભ મળવાના સંકેત છે, વાંચો રાશિફળ.

મેષ રાશિ : મનમાં અસંતોષની ભાવના બની રહેશે. મિત્રોને મળવાનો અવસર મળશે છતાં પણ મનમાં ખાલીપણાનો અનુભવ થઈ શકે છે. થોડો સમય મેડિટેશનમાં પસાર કરો, તેનાથી તમારા મનને શાંતિ મળશે અને આધ્યાત્મિક પ્રગતિ માટે પણ આ એક સારું પગલું છે. વિદ્યાર્થીઓએ ભણવામાં ધ્યાન આપવાની જરૂર છે, નહિ તો ભવિષ્યમાં મુશ્કેલી થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા માટે થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. વૈવાહિક જીવનમાં પરસ્પર પ્રેમ વધવાનો છે. કુંવારા છોકરા લગ્ન માટે છોકરી જોવાના છે.

વૃષભ રાશિ : રોકાણ ફાયદાકારક સાબિત થશે. કરિયર માટે દિવસ સારો છે. પરિવાર સાથે ક્યાંક રજા પર જવાનો પ્લાન બની શકે છે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો. સમાજમાં કોઈ સમારોહમાં ભાગ લઈ શકો છો. પોતાના સાથીની કોઈ ઈચ્છાને લઈને દુવિધામાં રહેશો. લવ લાઈફમાં પરસ્પર સંબંધોમાં નિકટતા આવશે. પાર્ટનર સાથે ફિલ્મ જોવાની યોજના બની શકે છે.

મિથુન રાશિ : પિતા સાથે કોઈ વાતને લઈને ગ્રહ ક્લેશ શક્ય છે. સુખ સમૃદ્ધિ વધશે. સમજી વિચારીને નિર્ણય લેવા પર લાભ થશે. ઉધાર આપેલા પૈસા પાછા મળશે. સ્વાધ્યાયમાં રુચિ વધશે. વ્યાપારિક પ્રતિસ્પાર્ધામાં ના પડો. તમારું કામ પર સારું ફોક્સ છે, જેના લીધે તમારા કામ અને આઈડિયાની પ્રશંસા થશે, પરંતુ અંગત જીવનની દૃષ્ટિએ તમે પોતાની અને પોતાના પ્રિયજનોની જરૂરિયાતને ધ્યાનબહાર ના કરતા. પરિણીત જીવનમાં કોઈ વાતને લઈને પરસ્પર મનમોટપ થઈ શકે છે.

કર્ક રાશિ : કોઈ વાતને લઈને તણાવમાં રહેશો. બીજાની વાતોથી એટલા પ્રભાવિત ના થાવ કે તમારા નિર્ણયોમાં ભૂલ પડે. આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ના લો. તણાવ માટે કોઈ એક્સપર્ટ અથવા કાઉંસેલરને જરૂર મળો, પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હસમુખ સ્વભાવથી દરેક મુશ્કેલીઓ જલ્દી જ ઉકેલાઈ શકે છે. માંગવા પર સરળતાથી મદદ મળી જશે. વ્યાપારમાં કોઈ નવી યોજનાની શરૂઆત થશે. ઉધાર લેવું પડી શકે છે. પરિણીત લોકોના વૈવાહિક જીવનમાં કષ્ટ વધશે.

સિંહ રાશિ : આકસ્મિક ધન લાભ થવાથી અર્થવ્યવસ્થામાં સુધારો થશે. પારિવારિક જીવનમાં સંતાપ થઈ શકે છે. નિર્ણય લેવામાં મુશ્કેલી થશે, જેનાથી કાર્યની ગતિ પ્રભાવિત થશે. આવનારા ધનમાં વિલંબ થશે. પ્રોપર્ટીની કોઈ બાબત ઉકેલવાનો પ્રયત્ન કરશો. ગ્રુપ સ્ટડી કરવી ઉત્તમ સાબિત થશે. પ્રગતિના યોગ છે. ધન લાભના અવસર મળશે. સાથીની ખોટ અનુભવાશે. પરિણીત જીવનમાં પરસ્પર તાલમેલ સારો રહેવાનો છે.

કન્યા રાશિ : કાર્યક્ષેત્ર પર એક જ કામ કરવું કંટાળાજનક લાગશે. પરિવારના કોઈ સભ્યને અનુશાસનની સખ્ત જરૂર છે. આજે પ્રોપર્ટી સાથે સંબંધિત કોઈ ડીલ ના કરો. ભણવામાં કોઈ તમારી મદદ કરશે. પોતાના સપનાનો સાથી મળવામાં સમય લાગશે. મહત્વપૂર્ણ લાભના અવસર પ્રાપ્ત થશે. સમાજમાં તમારા કામની પ્રશંસા થશે. લવ લાઈફમાં મતભેદથી સાવચેત રહેવાની જરૂર છે. પ્રેમી સાથે કોઈ વાત પર ઝગડો થઈ શકે છે.

તુલા રાશિ : તમારા આઈડિયા અને પ્લાન જલ્દી જ લાગુ થઈ જશે, જેના લીધે તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે સામાજિક કાર્યક્રમમાં કોઈ એવા વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે, જેની સાથે તમારા ઊંડા સંબંધ બનશે. કોઈ પ્રોપર્ટીની ડીલ કરવામાં સફળ થશો. આજના દિવસે ફિટ અને ઉર્જાવાન અનુભવશો. પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધતો દેખાશે. સાથી સમક્ષ પ્રેમ વ્યક્ત કરવાની નવી રીત શોધવાના છો. પરિણીત જીવનમાં સાથી સાથે માટમોટપ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ : કરિયર માટે સારો સમય ચાલી રહ્યો છે. પરિવારનો કોઈ મુદ્દો સરળતાથી ઉકેલાઈ શકે છે. કોઈ નવી વસ્તુની ખરીદી કરી શકો છો. ઘરના કામોમાં કોઈ તમારી મદદ કરી શકે છે. પ્રેમ સંબંધો માટે સમય સારો રહેશે. અનુકૂળ પરિણામ માટે સક્રિયતા અને નિશ્ચિન્તતા જરૂરી છે. પ્રગતિકારક યોગોને કારણે મનમાં પ્રસન્નતા રહેશે. પ્રેમિકા સાથે ક્યાંક ફરવા જવાનો અવસર મળશે. વૈવાહિક જીવન શાંતિપૂર્ણ રહેશે.

ધનુ રાશિ : કાર્યક્ષેત્ર પર કોઈ મોટો અવસર મળી શકે છે. પરિવારમાં વિવાદને કારણે તણાવ અનુભવશો. કોઈ પ્રોપર્ટીને લઈને ચિંતિત રહી શકો છો. નવા ઘરને વ્યવસ્થિત કરી સારો અનુભવ કરશો. પોતાના સાથી સાથે સમય પસાર કરીને સારો અનુભવ કરશો. બુદ્ધિમાનીથી કામમાં સફળતા પ્રાપ્ત થશે. અચાનક ઘન મળવાના યોગ છે. નવ પરિણીત લોકોના જીવનમાં મસ્તી રહેવાની છે.

મકર રાશિ : રચનાત્મક કામમાં રુચિ વધશે. રોગ મુક્ત થશો, વ્યાપાર સારો ચાલશે. આરોગ્ય તરફ ધ્યાન આપવું જરૂરી છે. નવી યોજનાઓ બનશે અને કાર્યરત થશે. સંગીતના ક્ષેત્રમાં રુચિ વધશે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો, પ્રેમ સંબંધોમાં પોતાની ભૂલ સ્વીકારો. પ્રેમી અચાનક કોઈ ઉપહાર આપી શકે છે. કુંવારા લોકોને લગ્ન માટે પ્રસ્તાવ મળવાની શક્યતા છે.

કુંભ રાશિ : પરિવાર સાથે સમય પસાર કરવાથી સારો અનુભવ થશે. કોઈ વ્યાપારથી લાભ મળવાના સંકેત છે. આજે તમને કોઈ ઇગ્નોર કરી શકે છે. પ્રેમ સંબંધો માટે દિવસ સારો છે. આજનો દિવસ નવા કારોબાર શરૂ કરવા માટે ઉત્તમ છે. પોતાના કોઈ પણ વ્યવહારમાં અતિ ન કરો, અને ઉતાવળ પણ ના કરો. પરિણીત લોકોના જીવનસાથી સાથે પરસ્પર સંબંધ સારો રાખવાનો પ્રત્યન કરશો.

મીન રાશિ : પરિવાર સાથે કોઈ વસ્તુનું પ્લાનિંગ કરી શકો છો. કોઈ પ્રોપર્ટીને ખરીદવાનું થોડું મુશ્કેલ થશે. સાથી સાથે મતભેદને સમજદારીથી ઉકેલવાનો પ્રયત્ન કરો. સામાજિક કામોમાં સમ્માન પ્રાપ્ત થશે. સ્થાયી સંપત્તિ ખરીદવામાં ઉતાવળ ના કરો. વાદ-વિવાદથી માનસિક કષ્ટ વધશે. પરિણીત લોકોના જીવનમાં કોઈ કારણ સર ખટાસ ઉત્પન્ન થઈ શકે છે. દરેક ક્ષણે જીવનસાથીની યાદ આવશે.