ખેડૂતની એમકોમ પાસ દીકરીએ નોકરી કરવાની જગ્યાએ પસંદ કર્યો સ્વરોજગાર, 12 લોકોને પણ આપી રોજગારી, જાણો.

આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લઈને એમકોમ પાસ ખેડૂતની દીકરીએ નોકરીના બદલે અપનાવ્યો સ્વરોજગાર. રીતીકાએ એમકોમનો અભ્યાસ કર્યા પછી નોકરી કરવાને બદલે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો અને 12 લોકોને પણ રોગારી અપાવી. સોલન, સુનીલ શર્મા. સોલનમાં ખેડૂતની એમકોમ પાસ દીકરીએ આત્મનિર્ભરતાનો રસ્તો પસંદ કર્યો અને એવો ધંધો શરુ કર્યો, જેની દરેક જગ્યાએ પ્રસંશા થઇ રહી છે.

રીતીકા શર્માએ એમકોમનો અભ્યાસ કર્યા પછી નોકરી કરવાને બદલે આત્મનિર્ભર બનવાનો સંકલ્પ લીધો અને 12 લોકોને પણ રોજગારી આપી. રતિકાનો વેપાર દેશ આખામાં પોતાની ક્વોલેટી અને પ્રોડક્ટ્સની પ્રેજેંટેશનને લઈને ઘણી વખણાઈ રહી છે. વેપાર પાણીનો છે, પરંતુ રીતિકાએ તેને વિશેષ બનાવ્યો છે.

રીતીકાએ સોલનમાં જ રહેલા કુદરતી જળના વહેણ માંથી જળ સંગ્રહ કર્યા પછી તેને આધુનિક અને પર્યાવરણને અનુકુળ બનેલી એલ્યુમિનિયમની બોટલમાં પેક કરી ઉત્પાદનને આંતરરાષ્ટ્રીય કક્ષાએ બનાવી દીધું છે. આ બોટલની ઘણી વિશેષ વાતો છે, પહેલું એ કે આ પાણીમાં તમને તમામ મિનરલ ઉપલબ્ધ મળશે. વિભાગીય તપાસ પછી આ પાણીને માત્ર ફિલ્ટર કરવામાં આવે છે અને ત્યાર પછી તેની ગુણવત્તા ચકાસી બોટલમાં પેકિંગ કરી દેવામાં આવે છે.

farmer daughter
farmer daughter

પર્યાવરણને નુકશાન નથી પહોચાડતી આ બોટલ : સોલનને રિસ્પોન્સીબલ વોટર યુનિટમાં બનનારી આ બોટલ એલ્યુમિનિયમની છે. આ બોટલ જે આપણા શરીરને તમામ પ્રકારના મિનરલ પુરા પાડશે. તે પર્યાવરણને દુષિત થવાથી પણ બચાવશે. આ બોટલ સંપૂર્ણ રીતે રીસાયકલ કરી દેવામાં આવે છે. તે જે પણ વેપારીને વેચવામાં આવશે તેને પણ તેનો ડબલ ફાયદો થશે.

ફેબ્રુઆરીમાં શરુ કર્યો વેપાર : રીતિકા ઠાકુર

સોલન શહેરની નજીકના ગામ બડલિહાણા પંચાયત શામતીની રહેવાસી રીતિકા ઠાકુરે જણાવ્યું. તેમણે હિમાચલ પ્રદેશ વિશ્વવિદ્યાલય માંથી એમકોમનો અભ્યાસ કર્યો અને ત્યાર પછી હવે તે આ કામ શરુ કરી રહી છે. આ કામ તેણે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ માંથી લોન લઈને શરુ કર્યો છે. તેમાં ખાદી બોર્ડે તેને ઘણી મદદ કરી છે.

રીતિકાએ જણાવ્યું બોર્ડ તરફથી તેને લગભગ 35 ટકા સબસીડી પૂરી પાડવામાં આવી છે, જેનાતી તેને ઘણી રાહત અને મદદ મળી છે. રીતિકાએ જણાવ્યું કે તેમણે ફેબ્રુઆરીમાં જ આ કામ શરુ કર્યું હતું. ત્યાર પછી લોકડાઉનથી તેને ઘણું નુકશાન થયું, પરંતુ હવે તેનો ધંધો ઘણી હોટલ અને કંપનીઓ સાથે મળીને ગતિ પકડવા લાગ્યો છે.

હરિયાણા અને દિલ્હીમાં ઉપાડ શરુ, એયરલાઈન કંપની પણ રસ ધરાવે છે : રીતિકા કંપનીમાં એકાઉન્ટ અને ઉત્પાદનનું કામ સંભાળી રહી છે. રીતિકાના પિતા હેમરાજ શર્મા જે ખેડૂત છે, તે પણ દીકરીને સહકાર આપી રહ્યા છે. થોડા વર્ષોથી તે ખેતી સંબંધિત વેપાર કરી રહ્યા હતા, પરંતુ હવે તે પોતાની દીકરીના ધંધામાં મદદ કરી રહ્યા છે. હેમરાજ શર્માએ જણાવ્યું કંપની માંથી રોજ ત્રણ હજાર પાણીની બોટલો દિલ્હીમાં પહોચાડવામાં આવી રહી છે. અને હવે કેથલ, હરિયાણાના એક ફાર્મનો પણ મોટો ઓર્ડર આવ્યો છે. એટલું જ ની, તેની પ્રોડક્ટ જોયા પછી એયરલાઈન કંપની અને રેલ્વે બોર્ડના અધિકારી પણ તે ખરીદવા માટે ઈચ્છા ધરાવે છે.

farmer daughter
farmer daughter

નવ મહિના સુધી નથી ખરાબ થતું આ પાણી : કંપનીમાં રોજની દસ હજાર બોટલ બનાવવાની ક્ષમતા છે, જરૂરિયાત મુજબ તેને વધારી પણ શકાય છે. હાલ કંપનીમાં 500 એમએલની બોટલ બનાવવામાં આવી રહી છે, જે કંપનીમાં 25 રૂપિયા સુધી બનાવીને તૈયાર થાય છે. તેની બજારમાં 60 રૂપિયા પ્રતિ બોટલ કિંમત રાખવામાં આવી છે. તેની અંદરનું પાણી નવ મહિના સુધી ખરાબ નથી થતું, જયારે પ્લાસ્ટિકની બોટલોમાં ગરમ થઈને ઘણા પ્રકારના કેમિકલ બની જાય છે. પરંતુ એલ્યુમિનિયમની બોટલમાં કોઈ નુકશાનકારક કેમિકલ નહિ બને અને તેનું આયુષ્ય પણ લાંબુ હશે. હેમરાજે જણાવ્યું બોટલોની રીસાયકલિંગ મહારાષ્ટ્રમાં થાય છે. બનેલી બોટલો અમે પણ મહારાષ્ટ્રથી લાવી રહ્યા છીએ અને ત્યાં જ તે બધી એકઠી કરી રીસાયકલ કરવામાં આવે છે.

હજારો લોકોને આપી લોન અને રોજગારી : પુરુષોત્તમ ગુલેરિયા

હિમાચલ પ્રદેશ ખાદી ગ્રામોદ્યોગના ઉપાધ્યક્ષ પુરુષોત્તમ ગુલેરિયાએ જણાવ્યું તેની પાસે ઘણા પ્રકારની યોજનાઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં અત્યાર સુધી હજારો લોકોએ ખાદી ગ્રામોદ્યોગ તરફથી લોન અને રોજગાર મળી ચુક્યા છે. યુવાનોનેએ તેનો વધુમાં વધુ લાભ ઉઠાવવો જોઈએ. ગુલેરિયાએ જણાવ્યું રીતિકાએ ઉત્તમ પ્રયાસ કર્યો છે. તે પર્યાવરણના સરંક્ષણ સાથે સાથે દેશવાસીઓને શુદ્ધ જળ ઉપલબ્ધ કરાવી રહી છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.