પિતા કલેકટરની સહી માટે ખાઈ રહ્યા હતા ધરમ ધક્કા, હવે દીકરી પોતે બની ગઈ IAS ઓફિસર.

સરકાર તરફથી ખેડૂતોને મળતો લાભ મેળવવા માટે પિતા રોજ કલેકટર ઓફિસના ધક્કા ખાતા હતા, હવે દીકરી બની IAS ઓફિસર

નવી દિલ્હી – તમે ઉપરનું મથાળું એકદમ બરોબર વાંચ્યું છે. લગભગ 170 વર્ષથી વધુ સમય સુધી તમિલનાડુના સેલમ જિલ્લા માંથી એક પણ મહિલા કલેક્ટરના હોદા સુધી પહોંચી શકી નથી. આ જિલ્લાની 170 વર્ષથી કોઈ પણ મહિલાએ કલેક્ટર પદ સુધી પોતાની ઓળખ ઉભી કરી ન હતી. પરંતુ, આ એક મહારાષ્ટ્રના ખેડૂતની પુત્રીએ કંઈક એવું કર્યું. જે હાલના સમયમાં સમાચારોમાં છે.

આ જિલ્લામાંથી આમ તો દર વર્ષે એક-બે છોકરાઓ આઈએએસ અધિકારી બની જ જતા હતા, પરંતુ છેલ્લા 170 વર્ષથી અહિયાંથી કોઈ મહિલા આ પદ સુધી પહોંચી શકી ન હતી. પરંતુ, હવે એક ખેડૂતની પુત્રી આઈએએસ અધિકારી બની ગઈ છે. હવે રોહિણી બિદારી 1790 પછી તમિલનાડુના સલેમ જિલ્લાની પ્રથમ મહિલા કલેક્ટર બની ગઈ છે.

ખેડૂતની પુત્રી આઈએએસ અધિકારી બની ગઈ

જ્યારે રોહિણી નવ વર્ષની હતી ત્યારે તે ઘણી જ દુઃખી હતી કેમ કે તેના પિતા પોતાની ખેતી માટે સરકાર તરફથી મળતા ફાયદાઓ મેળવવા માટે કલેક્ટર કચેરીના રોજ ધક્કા ખાતા હતા. રોહિણીએ એકવાર પોતાના પિતાને ઉદાસ થયેલા જોઈ તેના પિતાને પૂછ્યું હતું કે તે ક્યા અધિકારી છે, જેના હસ્તાક્ષરથી તમને સરકાર તરફથી મળતી દરેક સુવિધા મળી શકે.

ત્યારે રોહિણીના પિતાએ કહ્યું હતું કે જિલ્લા કલેક્ટરની સહી જરૂરી છે, ત્યારે જ તો સરકારી સુવિધાઓનો લાભ લઈ શકે છે. તે જ ક્ષણથી, રોહિણીએ તેના પિતાની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને આઈએએસ બનવાનું સ્વપ્ન જોયું. અને 23 વર્ષ પછી રોહિણીએ આ જ ભાવનાથી આઈએએસની પરીક્ષા પાસ કરી.

એક સરકારી કોલેજમાંથી એન્જિનિયરિંગનું પોતાનું શિક્ષણ પૂરું કર્યા પછી, દેશની આ યુવાન આઈએએસ અધિકારીએ કોઈ પણ ખાનગી ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કર્યા વિના સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી. તે સરકારી સંસ્થામાં વિદ્યાર્થી માટે આ એક મોટી ઉપલબ્ધિ છે. રોહિણીએ તેના પિતાને સંઘર્ષ કરતા જોયા અને સંકલ્પ કર્યો કે જેના હસ્તાક્ષર માટે તેના પિતાએ આ રીતે ભટકવું પડ્યું છે, તે એક દિવસ એવી જ અધિકારી બનશે. રોહિણીના કહેવા પ્રમાણે, મારા પિતા 65 વર્ષના સ્વયંસેવક છે.

પિતાને સંઘર્ષ કરતા જોઈ જાગી ઉઠી હિંમત

જ્યારે મેં તેમને કહ્યું કે હું કલેક્ટર બનવા માંગું છું, ત્યારે તેમણે કહ્યું કે તું એક કલેક્ટર જરૂર બન, પરંતુ હંમેશા મારા જેવા જરૂરિયાતોની મદદ કરજે. ત્યાર પછી, ખેડૂત પુત્રી આઈએએસ અધિકારી બની હતી. તેના પિતાને આવી રીતે દુઃખી જોઈને એક ખેડૂતની પુત્રી આઈએએસ અધિકારી બની ગઈ. આઈએએસ અધિકારી બન્યા પછી, રોહિણીએ કરુથરાજપાલયમ ગામની શાળાની મુલાકાત લીધી અને વર્ગ દરમિયાન બાળકોને રમતના મેદાન ઉપર રમતા બાળકોને જોઇને તેમણે તેનું કારણ પૂછ્યું.

તો તેઓને કહેવામાં આવ્યું કે તે તેમના શિક્ષકોની રાહ જોઈ રહ્યા છે. રોહિણીએ કોઈ ખચકાટ વિના, વિદ્યાર્થીઓને વર્ગમાં પાછા લાવ્યા પછી, તેમને મહત્વપૂર્ણ વિષય વિષે માહિતી આપી. હાલમાં રોહિણી સેલમના લોકો માટે ઘણું સારું કામ કરી રહી છે. તે લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત પણ કરી રહી છે. રોહિણી ભલે તેના પિતાના કારણે આઈએએસ બની ગઈ હોય, પરંતુ તે લોકો માટે કામ કરી રહી છે. રોહિણી તેની જવાબદારીઓ પૂરી કરી સમાજ માટે એક મોડેલ રજૂ કરી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.