મહિલાઓના જનધન ખાતામાં મોકલવામાં આવેલી રકમ વિશે સરકારે જણાવી આ વાત, તમારા માટે જાણવું છે જરૂરી.

સરકારે મહિલાઓના જનધન ખાતામાં મોકલેલી રકમ વિષે જે વાત જણાવી તે તમારે દરેકે જાણવી જરૂરી છે, જાણો શું કહ્યું?

નાણાં મંત્રાલય નિર્મલા સીતારામણે 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં આવતા ત્રણ મહિના માટે દર મહિને 500 રૂપિયા મોકલવાની જાહેરાત કરી હતી.

મહિલાઓના જનધન ખાતાઓમાં મોકલાયેલ નાણાં સંપૂર્ણપણે સલામત છે અને કોઈપણ ખાતાધારક તેને તેની સુવિધા અને જરૂરિયાત મુજબ તેને કોઈપણ સમયે ઉપાડી શકે છે. નાણાં મંત્રાલયે સોમવારે આ વાત જાહેર કરી. મંત્રાલયે જનધન ખાતામાં મોકલેલા પૈસા અંગેની અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે ખાતાધારકોના પૈસા સંપૂર્ણ સલામત છે. નોંધનીય છે કે એવા પ્રકારની અફવા ફેલાઈ રહી હતી કે જો આ પૈસાને તાત્કાલિક ઉપાડી નહિ લેવામાં આવે તો સરકાર તેને પાછા લઇ લેશે.

નાણાં મંત્રાલયન નિર્મલા સીતારમણે 20.5 કરોડ મહિલા જનધન ખાતાધારકોના ખાતામાં આવતા ત્રણ મહિના માટે દર મહિને 500 રૂપિયા મોકલવાની જાહેરાત ગયા મહીને કરી હતી. દેશભરમાં લાગુ લોકડાઉન દરમિયાન લોકોને પડી રહેલી મુશ્કેલીને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાને આ સહાય રકમને મહિલા જનઘન ખાતાધારકોના ખાતામાં સીધા મોકલવાની જાહેરાત કરી.

નાણાકીય સેવાઓના સચિવે મોડી રાત્રે ટ્વિટ કરીને કહ્યું કે, અમે એ ખાતરી આપવા માંગીએ છીએ કે જનધન ખાતાઓમાં જમા કરાયેલ નાણાં સંપૂર્ણ સલામત છે. ખાતાધારકો બેંકની શાખા કે એટીએમમાંથી ક્યારે પણ પૈસા ઉપાડી શકે છે. પૈસાની સલામતી અંગેની અફવાઓ ઉપર ધ્યાન આપશો નહીં. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી) ની ફેક્ટ ચેક ટીમે પણ આ સંદર્ભમાં એક ટ્વીટ કર્યું છે.

નાણાં મંત્રાલયે કહ્યું છે કે તે સંપૂર્ણ પાયાવિહોણું છે કે જો પૈસાને તાત્કાલિક ઉપાડી લેવામાં નહિ આવે તો તેને પાછા લઇ લેવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે આ પ્રકારની અફવાઓ પછી દેશના કેટલાક ભાગોમાં પૈસા ઉપાડવા માટે બેંકોની શાખાઓની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી હતી.

લોકડાઉનના આ કપરા સમયમાં અફવાઓનું બજાર ઘણું ગરમ જોવા મળે છે, કેટલાય શેતાની દિમાગ લોકડાઉન હોવાથી ઘણો સમય ફ્રીનો મળી રહેતો હોય છે, આવા સમયે એ નવા નવા વિચારો દ્વારા લોકોની સમસ્યામાં વધારો કરતા જોવા મળે છે, આપણે પોતે પણ અજાણતા આવી અફવાઓને વેગ આપવાનું કામ કરતા હોઈએ છીએ, તો ખાસ અફવામાં પડવું નહિ, અને તેણે આગળ ફોર્વડ પણ કરાવી નહિ.

આ માહિતી જાગરન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.