1 હજાર અમેરિકી કંપનીઓને ભારત લાવવા માંગે છે સરકાર, વિદેશી રોકાણ વધારવા પર ભાર

સરકાર અમેરિકાની 1 હજાર કંપનીઓને ભારતમાં લાવવા માંગે છે, કોરોનાને લીધે ભારતને એક સારી તક મળી છે

ચીનમાંથી બહાર નીકળતી કંપનીઓ ભારતમાં રોકાણ કરે તેવા પ્રયાસ કરી રહી છે સરકાર. વિશ્વના ઘણા દેશો હવે પુરવઠા માટે ચીન પર નિર્ભર રહેવા માંગતા નથી. આવી સ્થિતિમાં ભારત માટે આ વધુ સારી તક છે.

નવી દિલ્હી. કોરોના વાયરસ રોગચાળા પછી ચીનથી બહાર આવતી કંપનીઓને ભારત પોતાની તરફ રોકાણ કરવા આકર્ષિત કરી રહ્યું છે. ભારત જે કંપનીઓને પોતાની પાસે રોકાણ માટે બોલાવવા માંગે છે, તેમાંથી ઘણી કંપનીઓ અમેરિકાની છે. આ સૂચિમાં તબીબી ઉપકરણ નિર્માતા કંપની એબોટ લેબોરેટરીઝ પણ શામેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને વૈશ્વિક રોગચાળા માટે ચીનને જવાબદાર ઠેરવવાનું ચાલુ રાખ્યું છે.

ભારતે 1 હજાર કંપનીનો સંપર્ક કર્યો

એપ્રિલમાં, ભારતે ચીન છોડવાની તૈયારી કરી રહેલી લગભગ 1000 કંપનીઓનો સંપર્ક કર્યો કે તેઓ તેમના મેન્યુફેક્ચરિંગ યુનિટ અહીં લાવી રોકાણ કરી શકે છે. કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે આ માહિતી આપી છે. ભારત એવી કંપનીઓને પ્રાધાન્ય આપી રહ્યું છે. જે તબીબી ઉપકરણો પૂરા પાડે છે, ફૂડ પ્રોસેસિંગ, કાપડ, ચામડા અને ઓટો પાર્ટ્સ જેવી 550 વસ્તુઓનું ઉત્પાદન કરે છે.

સપ્લાય ચેન માટે ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરે છે

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત કોવિડ -19 ફાટી નીકળવાના મામલે ચીન પર આરોપ લગાવી રહ્યા છે. હમણાં સુધી વિશ્વવ્યાપી આ રોગચાળાને કારણે લગભગ 2.5 લાખ લોકોનાં મોત નીપજ્યાં છે. આવી સ્થિતિમાં તેની અસર વૈશ્વિક વેપાર વાતાવરણ પર પણ જોવા મળશે.

હવે કંપનીઓ અને સરકારો વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા માંથી બહાર નીકળવાની ઇચ્છા રાખે છે. જેથી સપ્લાય ચેઇનને વિવિધતા મળે. જાપને તેની કંપનીઓને ચીનમાંથી બહાર નીકળવા માટે 2.2 અબજ ડોલર આપવાની જાહેરાત કરી છે. તેમજ, યુરોપિયન યુનિયને નિર્ણય લીધો છે કે તેઓ સપ્લાય માટે ચીન પરની તેમની નિર્ભરતા ઘટાડશે.

આ કંપનીઓ ભારત આવશે ત્યારે તેમને શું ફાયદો થશે?

અધિકારીઓ કહે છે કે કંપનીઓને ભારતમાં આવવા માટે વધારે ખર્ચ કરવો પડશે નહીં કારણ કે અમેરિકા, જાપાન અથવા ચીનની તુલનામાં જમીન સંપાદન, કુશળ મજૂરી પોષાય એવી છે. ભારતમાં મજૂર કાયદામાં પણ સુધારો કરી શકાય છે. સરકાર ઈ-કોમર્સ કંપનીઓની માંગ પર પણ વિચાર કરી રહી છે, જેમાં આ વર્ષે ડિજિટલ ટેક્સ તેમના પર લાદવાનો હતો. શક્ય છે કે કેન્દ્ર સરકાર તેને સાઈડમાં મૂકી દે

કેન્દ્ર સરકાર વિદેશી રોકાણ વધારવાની તૈયારી કરી રહી છે

વેપાર યુદ્ધની શરૂઆત પછી, ઘણી અમેરિકન કંપનીઓએ ભારત બદલે વિયેતનામની પસંદગી કરી હતી. ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર હવે ચીનમાંથી બહાર નીકળતી કંપનીઓ માટે ભારતને એક વધુ સારા વિકલ્પ તરીકે રજૂ કરવા માંગે છે.

વિદેશી રોકાણ વધારવા માટે સરકાર અનેક પગલાં લઈ રહી છે. ગયા વર્ષે જ કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. યુએસના વિદેશ સચિવ માઇકલ પોમ્પેઇએ ગયા મહિને કહ્યું હતું કે અમેરિકા સારી સપ્લાય ચેન માટે ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને વિયેતનામ સાથે કામ કરી રહ્યું છે.

અર્થવ્યવસ્થા માટે આ કેમ મહત્વનું છે?

કેન્દ્ર સરકાર માટે રોકાણમાં વધારાનો અર્થ એ છે કે દેશની અર્થવ્યવસ્થાને વેગ મળશે, જેની સ્થિતિ લગભગ 8 અઠવાડિયાથી થયેલ લોકડાઉનને કારણે કથળી ગઈ છે. બેરોજગારીનો દર સરકાર માટે હવે ગંભીર સ્થિતિમાં પહોંચી ગયો છે. ભારત માટે જમીન, મજૂર અને કર સંબંધિત નિયમોમાં પરિવર્તન લાવવાની આ તક છે. જેથી તે રોકાણમાં વધારો કરે.

વિયેતનામ અને કંબોડિયા જેવા દેશો કરતાં ભારત એક મોટું માર્કેટ છે. પરંતુ, ભારતમાં આવતી વિદેશી કંપનીઓ માટે સૌથી મોટી અડચણ ટેક્સનું માળખું છે. આ માટે જમીન સંપાદનથી લઈને પાણી અને વીજળીનો પુરવઠો જેવી સુવિધાઓ માટે પ્રયત્નો કરવા પડશે.

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.