હાથ વગરના વાંદરાને પોલીસે ખવડાવ્યું કેળું, દિલ જીતી લેશે તેમનો આ વિડીયો.

પોલીસવાળાએ હાથ વગરના વાંદરાને ખવડાવ્યું કેળું, વાયરલ થયો દિલ જીતનારો વિડીયો

નવી દિલ્હી, કોરોના વાયરસને કારણે દેશભરમાં કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન, પોલીસ અધિકારીઓ અને પ્રાણીઓના હકો અને રક્ષણ માટે કાર્ય કરતા કાર્યકરો રખડતાં પ્રાણીઓના ભોજનની વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે. કારણ કે આવા પ્રાણીઓ મનુષ્યની રોજિંદી પ્રવૃત્તિઓથી ખોરાક મેળવતા હતા, પરંતુ હમણાં જ્યારે લગભગ બધા માણસો ઘરોમાં હોય છે, ત્યારે આ રખડતાં પ્રાણીઓનું જીવન મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં એક પોલીસ કર્મચારીનો વાંદરાને ખોરાક ખવડાવતો એક વીડિયો સામે આવ્યો છે.

આ વિડિઓમાં, એક પોલીસ કર્મચારીએ હાથ વગરના એક વાંદરાને ખુબ જ ધીરજથી, ધીરે ધીરે કેળું ખવડાવતા જોઇ શકાય છે.

હવે એક વીડિયો સામે આવ્યો છે, જેણે સોશિયલ મીડિયા પર ઘણા લોકોનું દિલ જીતી લીધું છે. આ વીડિયોમાં એક પોલીસ કર્મચારી આરામથી હાથ વગરના વાંદરાને કેળા ખવડાવતો જોઇ શકાય છે. આ હૃદયસ્પર્શી દ્રશ્ય પોલીસ સ્ટેશનની બહાર જ બન્યું હોય તેવું લાગે છે. આમાં, એક પોલીસ કર્મચારી ખૂબ જ ધીરજથી કેળાની છાલ ઉતારી ધીરે ધીરે છોલીને વાંદરાને ખવડાવતો જોઇ શકાય છે, જેને બંને હાથ નથી.

ટ્વિટર પર આશરે ૪૫ હજાર લોકોએ જોયો અને આશરે ૩૫૦૦ એ રિટ્વિટ કર્યું

એક દિવસ પહેલા સોશિયલ મીડિયા પર અપલોડ કરાયેલા આ વીડિયોમાં પોલીસકર્મીએ ફેસ માસ્ક પહેરેલો છે. આ દરમિયાન, તે ખુરશી પર બેસીને ફોન પર વાત કરતા જોઇ શકાય છે. તેના બીજા હાથમાં કેળું છે અને તે તેની બાજુમાં દિવાલ પર બેઠેલા વાંદરાને ખવડાવી રહ્યો છે. વાંદરો પણ યોગ્ય વર્તનથી કેળાને ખાતો જોવા મળે છે.

આ મનોહર દ્રશ્ય સોશિયલ મીડિયા પર ઘણા લોકોના હૃદયને સ્પર્શી ગયું છે, આ જોયા પછી પોલીસકર્મીની આવી દયા અને ધૈર્યની પ્રશંસા કરતા કોણ પોતાને રોકી શકે છે. આ વીડિયોને ટ્વિટર પર શેર કરી એક યુઝરે લખ્યું, “હાથ વગર વાંદરાને ખવડાવતા એક પોલીસ અધિકારી.”

આ માહિતી ન્યુઝ 18 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.