ભગવાન વિષ્ણુનું ચમત્કારી મંદિર, જ્યાં જીવિત શાલિગ્રામ પિંડનું સતત વધી રહ્યું છે કદ.

વિષ્ણુના આ ચમત્કારી મંદિરમાં છે જીવિત શાલિગ્રામ, સતત વધી રહ્યો છે તેનો આકાર, જાણો તેના વિષે વિસ્તારથી

જેમ કે તમે બધા લોકો જાણો છો કે, આપણા દેશના દરેક ભાગમાં, કોઈને કોઈ દેવી દેવતાના મંદિર જરૂર રહેલા છે અને આ મંદિરોની પાછળ કોઈને કોઈ માન્યતા અથવા દંતકથા જરૂર બતાવવામાં આવે છે, એવા ઘણા બધા ચમત્કારિક મંદિરો ભારતમાં છે. જેના પ્રત્યે લોકોની અતૂટ શ્રધ્ધા જોવા મળે છે, પરંતુ આજે અમે તમને ભગવાન વિષ્ણુજીના એક એવા ચમત્કારિક મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જ્યાં જીવિત શાલીગ્રામ પીંડીના કદનો આકાર ઘણા વર્ષોથી સતત વધી રહ્યો છે.

અમે તમને ભગવાન વિષ્ણુજીના જે મંદિર વિશે માહિતી આપી રહ્યા છીએ, તે પશ્ચિમના ચંપારણના બગહા જિલ્લામાં સ્થિત પકીબાવલી મંદિર છે અને આ મંદિરના ગર્ભગૃહમાં શાલીગ્રામ પીંડ રાખવામાં આવ્યું છે, એવું માનવામાં આવે છે કે લગભગ 200 વર્ષોથી આ પીડનો આકાર સતત વધી રહ્યો છે. પહેલાં આ પિંડનું કદ વટાણા જેટલું હતું, પરંતુ હવે તે નાળિયેર કરતા 2 ગણું મોટું થઈ ગયું છે અને હજી પણ તે સતત વધતું જ જઈ રહ્યું છે.

એવું કહેવામાં આવે છે કે 200 વર્ષ પહેલાં નેપાળના રાજા જંગ બહાદુરે તેની મુલાકાત લીધી હતી, પરંતુ તે સમયે તેનું કદ વટાળા જેટલું મોટું હતું પરંતુ હવે તે વધુ મોટું થઈ રહ્યું છે, અહીંયાના સ્થાનિક લોકો માને છે કે આ શાલીગ્રામ જીવંત છે, આ સ્થાન ઉપર ઘણાં મંદિરો રહેલા છે પરંતુ ભગવાન વિષ્ણુજીનું આ મંદિર ખૂબ જ પ્રાચીન છે, અહિયાં શાલીગ્રામની પીંડના દર્શન કરવા માટે લોકો દૂર-દૂરથી આવે છે અને તમામ શ્રદ્ધાળુ અહિયાં આ પીંડના દર્શન કરે છે.

એવું માનવામાં આવે છે કે લગભગ 200 વર્ષ પહેલાં, તે સમયના નેપાળના રાજા જંગ બહાદુર બ્રિટીશ સરકારના કહેવા ઉપર કોઈ જાગીરદારની ધરપકડ કરવા માટે નીકળ્યા હતા, ત્યાર બાદ તેમણે બગહા જિલ્લામાં જ પોતાની છાવણી ગોઠવી હતી, તે દરમિયાન ત્યાં એક કંદોઈ દ્વારા નેપાળના રાજાના રોકાણની માહિતી મળ્યા બાદ મીઠાઈ લઈને તેની પાસે આવ્યો, કંદોઈની મહેમાનગતિથી તેઓ ઘણા ખુશ થયા અને તેમણે તેને નેપાળ આવવાનું આમંત્રણ આપ્યું.

ત્યારપછી કંદોઈ નેપાળ પહોચ્યા પછી તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, તે સમયે રાજપુરોહિતે તેને એક નાનો એવો શાલિગ્રામ ભેંટ કર્યો હતો, કંદોઈએ શાલીગ્રામમાં લાવીને એક વિશાળ મંદિર બનાવરાવ્યું અને તે મંદિરની અંદર આ શાલીગ્રામને સ્થાપિત કરી દીધો હતો. 200 વર્ષોમાં શાલિગ્રામના પિંડનું કદ અનેક ગણું વધી ગયું છે.

જેમ કે તમે લોકો જાણો છો, ભારત એક ધાર્મિક દેશોમાંથી એક માનવામાં આવે છે, લોકો આપણા દેશમાં ભગવાનની ભક્તિમાં વધુ વિશ્વાસ ધરાવે છે, અને ઘણી વખત તેઓ તેમની મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા માટે ભગવાનની પ્રાર્થના કરે છે અને તેમની પૂજા અર્ચના કરે છે. ભગવાન વિષ્ણુજીનું આ ચમત્કારિક મંદિર આખા દેશમાં તેની વિશેષતા માટે ખૂબ પ્રખ્યાત છે.

અહીંયાના લોકો જીવંત શાલિગ્રામને કોઈ ચમત્કારથી ઓછું માનતા નથી. શાલીગ્રામના પિંડના દર્શન કરવા માટે દુર દુરથી શ્રદ્ધાળુઓ અહિયાં આવે છે, આ પિંડ બાવડીના કાંઠે મંદિરના ગર્ભગૃહમાં સ્થિત છે અને હવે પિંડનું કદ નાળિયેર કરતા 2 ગણું વધી ગયું છે અને તે સતત વધતું જ જાય છે.

આ માહિતી હિંદુ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.