શરુ થઈ ગયો છે ખરમાસ, આ મહિનાની બધી તિથિએ કરો આ વસ્તુનું દાન, ચપટીમાં ચમકી જશે ભાગ્ય.

ખરમાસમાં પોતાના ભાગ્યને ચમકાવવા માટે તિથિ અનુસાર કરો આ વસ્તુનું દાન, જાણો વધુ વિગત

14 માર્ચથી ખરમાસનો પ્રારંભ થઇ ગયો છે અને આ મહિના દરમિયાન ભગવાન સૂર્ય દેવ અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ખરમાસમાં દાન કરવું અને તીર્થસ્થાનોમાં સ્નાન કરવું તે ખૂબ જ પુણ્યકારક હોય છે. આ મહિનાને પુરાણોમાં વિશેષ મહિનાનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ મહિના આવનારી બધી તિથિઓ ઉપર વિવિધ પ્રકારની વસ્તુઓનું દાન કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ અને દુઃખો માંથી મુક્તિ મળી જાય છે. તેથી તમે આ મહિના દરમિયાન દાન કરો અને આ મહિનાના દરેક દિવસની પૂજા કરો.

ખરમાસ મહિનાની કઈ તારીખે શું કરવું દાન?

ખરમાસ વખતે રોજ શ્રી હરિ વિષ્ણુ અને સૂર્યદેવની પૂજા કરો. વિષ્ણુજીની પૂજા કરતી વખતે તુલસીના પાનનો પણ ભોગ ચડાવો. ત્યાર પછી, સૂર્ય દેવને જળ ચડાવો. આ બંને દેવોની પૂજા કર્યા પછી વસ્તુઓનું દાન કરો.

એકમ (એકમ, પડવા, પહેલી તિથી) – જે લોકોનું મન અશાંત રહે છે અને જે માનસિક રીતે બીમાર રહે છે. જો તેઓ ઘીનું દાન કરે તો તેમને માનસિક શાંતિ મળી જાય છે. એકમના દિવસે એક ચાંદીની ડબ્બીની અંદર ઘી ભરો. ત્યાર પછી આ ડબ્બી કોઈ ગરીબ વ્યક્તિને આપી દો.

બીજ તિથિ – પૈસાને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો બીજના દિવસે કાંસાના વાસણમાં થોડું સોનું દાન કરી દો. આ દાન કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે.

ત્રીજ તિથિ – ઘરમાં સુખ-શાંતિ સ્થાપિત કરવા માટે આ દિવસે ચણાનું દાન આપવું સારું રહે છે.

ચોથ તિથિ – ધંધામાં પ્રગતિ થાય તે માટે આ તિથીના દિવસે ખારેકનું દાન કરો.

પાંચમ તિથિ – ખરમાસની પાંચમ તિથીના દિવસે ગોળનું દાન કરવાથી માન-સન્માનમાં વધારો થાય છે.

છઠ્ઠ તીથિ – દવાઓનું દાન કરવાથી રોગ માંથી મુક્તિ મળી જાય છે. કોઈ પણ પ્રકારની દવાઓ ગરીબને દાન કરી દો.

સાતમ તિથિ – મગજને તેજ બનાવવા માટે લાલ ચંદનનું દાન કરો.

આઠમ તિથિ – તમારું સાહસ વધારવા માટે આ તિથીના દિવસે લાલ ચંદનનું દાન કરો.

નોમ તિથિ – આ દિવસે કેસરનું દાન કરવાથી ભાગ્યોદય થઇ જાય છે.

દશમ તિથિ – કસ્તુરીનું દાન કરવાથી દરેક ઇચ્છા પૂર્ણ થઇ જશે અને જે જોઈએ છે તે મળી જાય છે.

અગિયારસ તિથિ – આ દિવસે ગોરોચનનું દાન કરો. આમ કરવાથી બાળકના ભાગ્ય ઉપર સારી અસર પડશે.

બારસ તિથિ – શંખનું દાન કરવાથી ધન લાભ થાય છે. તેથી બારસ તિથી ઉપર શંખ દાન કરો.

તેરસ તિથિ – કોઈ મંદિરમાં ઘંટડીનું દાન, પારિવારિક સુખ મળવાનું શરૂ થઇ જશે.

ચૌદશ તિથિ – સફેદ મોતીનું દાન કરવાથી મનોરોગ દૂર થઇ જશે.

અમાસ તિથિ ઉપર ખાવાની વસ્તુઓ જેવી કે ચોખા, કઠોળ અને લોટ જેવી ખાદ્ય વસ્તુઓનું દાન કરો. તેમને દાન આપવાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઇ જશે. જ્યારે પુનમ તિથીના દિવસે રત્નોનું દાન કરો. ધનની પ્રાપ્તિ થાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.