આ સાત જણાએ બાહુબલી ફિલ્મને કરી હતી રિજેક્ટ, હવે પોતાની ભૂલ પર પછતાઈ રહ્યા છે. ભાઈ નસીબ, નસીબની વાત છે.

તેમાં કોઈ શંકા નથી કે બાહુબલી ભારતીય સિનેમાની અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગયેલ છે. આ ફિલ્મને બે ભાગમાં બનાવવામાં આવેલ અને બન્ને ને લોકો તરફથી ઘણો પ્રેમ મળેલ. આ ફિલ્મે દેશમાં જ નહિ પણ વિદેશમાં પણ ઘણી બધી કમાણી કરીને રેકોર્ડ બનાવી દીધેલ છે. ‘બાહુબલી 2’ ભારતીય સિનેમાના ઈતિહાસની તે પહેલી ફિલ્મ બની ગઈ છે જેના દ્વારા દુનિયા ભરમાં ૧૫૦૦ કરોડની કમાણી નો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મનું નિર્દેશન એસ.એસ. રાજામૌલી એ કરેલ છે.

બાહુબલી ને હિન્દીમાં બનાવવા માંગતા હતા રાજામૌલી :

બાહુબલી તેલુગુ અને તામિલ ભાષામાં બનાવેલ હતી. પછી હિન્દી અને બીજી ભાષાઓમાં તેનું ડબિંગ કરેલ હતું. આ ફિલ્મમાં પ્રભાસ અને રાણા દ્ગ્ગુબાતી ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં હતા અને અનુષ્કા શેટ્ટી, તમન્ના ભાટિયા, રામ્યા કૃષ્ણન અને સત્યરાજ જેવા કલાકારો એ પણ મહત્વની ભૂમિકા ભજવેલ છે. ખાસ કરીને બાહુબલીના ડાયરેક્ટર એસ.એસ. રાજામૌલીએ આ ફિલ્મ હિન્દીમાં બનાવવાનું વિચાર્યું હતું, તેના માટે તેમણે બોલીવુડના ઘણા મોટા કલાકારો સાથે વાત પણ કરી હતી. પણ આ કલાકારો એ આ ફિલ્મ માં કામ કરવા માટે ના કહી દીધી જે પાછળથી તેમની સૌથી મોટી ભૂલ સાબિત થયેલ. આવો તમને જણાવીએ આ કલાકારો વિષે જેમણે બાહુબલી ફિલ્મને કરી હતી રીજેક્ટ.

બાહુબલી માટે રાજામૌલીની પહેલી પસંદ પ્રભાસ નહી પણ રિતિક રોશન હતા. તેમનું માનવું છે કે રિતિક રોશન બીજાની સરખામણીમાં આ પાત્ર સારું નિભાવી શકે છે. તેમની આ પર્સનાલીટી બાહુબલીના પાત્ર માટે ફીટ બેસે છે. રિતિક રોશને આ ફિલ્મ કરવા માટે ના કહી દીધી કેમ કે તે સમયે રિતિક રોશન પોતાની ફિલ્મ મોહેન્જોદારો ઉપર કામ કરી રહેલ હતા.

જોન અબ્રાહમ – ભલ્લાલ્દેવ :

બાહુબલી માં રાણા દ્ગ્ગુબતી એ ભલ્લાલ્દેવ નું પાત્ર નિભાવેલ ભલ્લાલ્દેવના પાત્ર માટે સૌથી પહેલા જોન અબ્રાહમ ને ઓફર કરવામાં આવેલ હતી. તેમની પાસે બાહુબલી ફિલ્મની સ્ક્રીપ્ટ પણ મોકલવામાં આવેલ હતી. ફિલ્મના નિર્માતા ઈચ્છતા હતા કે જોન અબ્રાહમ આ ફિલ્મમાં ભલ્લાલ્દેવની નેગેટીવ ભૂમિકા નિભાવે, પણ તેના ઉપર જોને કોઈ જવાબ ન આપ્યો. જો તે આ પાત્ર નીભાવત તો એક વખત ફરી તેમની અટકેલ કેરિયરને સારી ગતી મળી જાત.

વિવેક ઓબેરોય – ભલ્લાલ્દેવ :

ભલ્લાલ્દેવની ભૂમિકા માટે જોન અબ્રાહમ દ્વારા કોઈ જવાબ ન મળવાથી ભલ્લાલ્દેવ ના પાત્ર નિભાવવા માટે વિવેક ઓબેરોય ને પણ આ ઓફર કરવામાં આવી હતી પણ ફિલ્મમાં ભલ્લાલ્દેવનું નેગેટીવ હોવાને કારણે તેમણે પણ આ ફિલ્મ કરવાની ના કહી દીધી હતી.

શ્રી દેવી – શીવગામી :

‘બાહુબલી’ માં શ્રીદેવી ને રાજમાતા શિવગામી નું મહત્વનું પાત્ર માટે ઓફર કરવામાં આવેલ હતી જે તેમણે અસ્વીકાર કરેલ હતો. ડાયરેક્ટર એસ.એસ.રાજમૌલી એ જણાવેલ કે શ્રીદેવી એ આ પાત્ર કરવા માટે ના કહેલ હતી કેમ કે શ્રીદેવી તેના માટે વધુ પૈસાની માંગણી કરેલ હતી. મેકર્સએ શ્રીદેવી દ્વારા માંગવામાં આવેલ રકમ આપવાની નાં કહી દીધી હતી. જેમણે અત્યારે આપણી સાથે આ દુનિયાથી વિદાય લીધી છે. જો તે આ ફિલ્મમાં હોત તો ખરેખર ફિલ્મ આપણી યાદગીરી બની ગઈ હોત. ત્યાર પછી આ રોલ રામ્યા કૃષ્ણનને આપવામાં આવેલ જેમણે તેને સારી રીતે નિભાવેલ.

સોનમ કપૂર – અવંતિકા :

બાહુબલીમાં રાજકુમારી અવંતિકાનું પાત્ર ખાસ રહેલ હતું. આ પાત્રને તમન્ના ભાટિયા એ સારી રીતે નિભાવેલ. પણ આ પાત્ર પહેલા બોલીવુડ હિરોઈન સોનમ કપૂરને મળવાનું હતું. આ વાત સોનમએ પોતે પણ કરેલ હતી કે અવંતિકાના પાત્ર માટે તેમને કહેવામાં આવેલ હતું અને તેમણે આ ફિલ્મની સ્ક્રીપ્ટ પણ વાચી હતી. પણ તેમણે આ પાત્ર ભજવવા માટે ના કહી દીધી હતી. મેકર્સ ઈચ્છતા હતા કે સોનમ બે વર્ષના બોન્ડ સાઈન કરે, જે સોનમે ન સ્વીકાર્યું.

નયનતારા – દેવસેના :

દેવસેના માટે રાજમૌલી સાઉથ ફિલ્મોની કોઈ એવી હિરોઈનને લેવા માંગતા હતા. તેથી તેમણે સાઉથ હિરોઈન નયનતારા ને દેવસેના નું પાત્ર નિભાવવા માટે ઓફર કરેલ હતી પણ નયનતારા એ દેવસેનાના પાત્ર ભજવવા માટે નાં કહી દીધી હતી. પછી અનુષ્કા શેટ્ટીને દેવસેના ની ભૂમિકા ભજવેલ હતી.

મોહનલાલ – કટપ્પા :

સાઉથ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ ને પહેલા કટપ્પા ના પાત્રની ઓફર થયેલ હતી, પણ તેમણે આ ઓફર સ્વીકારેલ ન હતી. ત્યાર પછી સત્યારાજ એ આ યાદગાર ભૂમિકા નિભાવી. બાહુબલીમાં કટપ્પા બનેલા સત્યરાજનો કોઈ જવાબ નથી. દરેકે આ અભિનયના વખાણ કરેલ છે.