કોરોના સંક્રમણને અટકાવવા વાળી નવી એંટીબોડી શોધવામાં આવી, આ વાયરસના સ્પાઇક પ્રોટીનને જકડીને બ્લોક કરી લે છે.

કોરોના સંક્રમણને અટકાવી શકે એવી નવી એંટીબોડી શોધાઈ, આ રીતે કામ કરીને સંક્રમણ વધતા અટકાવે છે.

સારા સમાચાર, કોરોના સંક્રમણને રોકતી નવી એન્ટિબોડી શોધવામાં આવી છે, આ વાયરસના સ્પાઇક પ્રોટીનને જકડીને બ્લોક કરી દે છે.

ઉંદરમાં શોધવામાં આવી નવી એન્ટિબોડી તે ACE2 ઈંજાઈમને જકડી છે. જેની મદદથી નવો કોરોના વાયરસ માણસમાં પહોંચે છે.

વૈજ્ઞાનિકોએ એન્ટિબોડીની અસર નવા કોરોના વાયરસ સાથે સાર્સ અને મર્સ સંક્રમણમાં પણ દેખાશે, પ્રયોગ સફળ રહ્યો.

નેધરલેન્ડના વૈજ્ઞાનિકોએ એક એવી એન્ટિબોડીની શોધ કરી છે. જે કોરોના વાયરસનું સંક્રમણ રોકે છે. તેનું નામ 47D11 છે. આ એન્ટિબોડી કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને જકડીને બ્લોક કરી દે છે. કોરોના શરીરના સંક્રમણને ફેલાવા માટે આ સ્પાઇક પ્રોટીનથી કોશિકાઓને જકડી લે છે. કોશિકાઓને સંક્રમણ કર્યા પછી વાયરસ તેમાં પોતાની સંખ્યાને વધારવાનું કામ કરે છે, અને ધીરે ધીરે સ્થિતિ નાજુક થવા લાગે છે. એન્ટિબોડીની શોધ કરવા વળી નેધરલેન્ડ યુટ્રેચ્ડ યુનિવર્સીટીએ ઉંદર ઉપર કરેલ પ્રયોગ માં 47D11 એન્ટિબોડીની શોધ કરી.

ઉપચારમાં અસરકારક સાબિત થશે.

શોધ દરમિયાન જોવા મળ્યું કે ઉંદરની કોશિકાઓમાં 47D11 એન્ટિબોડી હોવાને કારણે આ કોરોનાના પ્રોટીનને પકડીને બ્લોક કરી છે અને તેની અસરને પૂરું કરતા સંક્રમણને રોકે છે. શોધ કર્તાનું કહેવું છે કે આ નવી શોધ કોરોના દર્દીના ઉપચાર માટે ખાસ રીતે મદદ કરતા સાબિત થશે.

ઉંદરમાં 51 એન્ટિબોડીમાથી આને નીકાળવામાં આવ્યું

શોધ કર્તાએ લેબોરેટરીમાં અલગ અલગ કોરોના વાયરસના સ્પાઇક પ્રોટીનને ઉંદરની કોશિકાઓમાં દાખલ કર્યા. પ્રયોગમાં લેવામાં આવેલા કોરોના વાયરસને SARS-CoV2, સાર્સ અને મર્સ વાયરસ પણ સમાયેલ હતા. શોધ કર્તા એ કોરોનને હરાવતા ઉંદરની 51 એન્ટિબોડીઝ અલગ કરી, તેમાં ફક્ત 47D11 નામની એન્ટિબોડીઝ એવી હતી. જે સંક્રમણને રોકવામાં સફળ થઇ.

કોરોનના ખતરનાક પ્રોટીનેને બેઅસર કરે છે.

શોધ કર્તાનું કહેવું છે કે જો આ એન્ટિબોડીઓઝ માણસોમાં પહોંચાડવામાં આવે તો આ સંક્રમણની રીતે બદલી નાખશે. આ સંક્રમણ માણસથી સ્વાસ્થ્ય માણસમાં વાયરસને ફેલાવતો રોકશે, તેમનો દાવો છે કે આ નવા કોરોના વયસરના સંક્રમણને બેઅસર કરશે.

બંને કોરોના વાયરામાં અસરકારક સાબિત થશે.

શોધકર્તા પ્રોફેસર બર્નાડ-જેન બોશનો દાવો છે કે આ એન્ટિબોડીઝ બને પ્રકારના કોરોના વાયરસના સંક્રમણને રોકાશે. એ સિવાય કોરોનાને કારણે ભવિષ્યમાં સામે આવતા કેશમાં ઘટાડો થશે. આ એન્ટિબોડીઝ ACE2 એન્જાઈમને જકડી છે. જેની મદદથી નવો કોરોના વાયરસ માણસમાં પહોંચી શકતો નથી.

શું હોય છે એન્ટિબોડીઝ

આ પ્રોટીનથી બનેલી ખાસ પ્રકારની કોશિકાઓ હોય છે. જેને બી-લિમ્ફોસાઈટ કહે છે. જયારે શરીરમાં કોઈ બહારના વસ્તુ (ફોરેન બોડીઝ) પહોંચે છે. તો આ એલર્ટ થઇ જાય છે. બેક્ટેરિયા કે વાયરસ જેવા ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવાનું કામ આ એન્ટિબોડીઝ કરે છે. આ રીતે શરીરને પ્રતિરક્ષા આપીને દરેક પ્રકારના રોગણુ કે કીટાણુના અસરને બેઅસર કરે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.