લગ્ન પછી પહેલી વખત સિંદૂર લગાવીને આવી દેખાઈ આ 11 ટીવી એક્ટ્રેસ

ટીવીની 11 એક્ટ્રેસનો લગ્ન પછી પહેલી વખત સિંદૂર સાથે દેખાઈ કંઈક આવી, જુઓ ફોટા. આ સ્ટોરીમાં અમે તમને ટીવીની 11 ફેમસ અભિનેત્રીઓના લગ્ન પછીનું ફર્સ્ટ સિંદુર લુક બતાવીશું અને તેના વિષે જણાવીશું. તમે તમારી પસંદગીની ટીવી અભિનેત્રીઓના લગ્નની ચર્ચાઓ તો સાંભળી જ હશે અને તેને લગ્નના કપડામાં પણ જોઈ હશે, પરંતુ શું તમે લગ્ન પછી તેનો પહેલો સિંદુર લુક જોયો છે? જો નહિ, તો હવે જોઈ લો. અહિયાં અને તમને દેખાડવા જઈ રહ્યા છીએ ટીવીની 11 અભિનેત્રીઓનો પહેલો સિંદુર લુક, જે જરૂર તમને ગમશે. તો આવો, તમને દેખાડીએ તેના ફોટા.

1. દ્રષ્ટિ ધામી:

પોતાના લગ્નના સમાચારથી લાખો દિલ તોડવા વાળી દ્રષ્ટિ ધામીએ લાંબા સમયની રિલેશનશિપ પછી પોતાના બોયફ્રેન્ડ નીરજ ખેમકા સાથે 21 ફેબ્રુઆરી, 2015ના રોજ લગ્ન કરી લીધા હતા. તેના લગ્નમાં ટીવી જગતના ઘણા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. તમે દ્રષ્ટિને વહુના કપડામાં પણ જોઈ હશે, પરંતુ શું તમે તેનો પહેલો સિંદુર લુક જોયો? જો નહિ તો હવે જોઈ લો. લાલ રંગની સાડીમાં માથા ઉપર સિંદુર સાથે દ્રષ્ટિ ઘણી સુંદર લાગી રહી છે.

2. દિવ્યાંકા ત્રિપાઠી:

ટીવી સીરીયલ ‘યે હૈ મોહબ્બતેં’ થી ઘર-ઘર માં પોતાની ઓળખ ઉભી કરનારી દિવ્યાંકા ત્રિપાઠીના લગ્ન ઘણા સુંદર અને ભવ્ય રીતે થયા હતા. ભારતીય ટેલીવિઝન જગતની ઉત્તમ અભિનેત્રીઓ માંથી એક દિવ્યાંકા આ પહેલા ટીવી અભિનેતા શરદ મલ્હોત્રા સાથે રિલેશનશિપમાં હતી, પરંતુ વર્ષ 2015માં અચાનક બંનેના બ્રેકઅપ થઇ ગયા હતા.

ત્યાર પછી દિવ્યાંકા પોતાના કો-સ્ટાર વિવેક દહિયાના જીવનમાં આવી અને બંને 8 જુલાઈ 2016ના રોજ ભોપાલમાં લગ્ન બંધનમાં બંધાઈ ગયા. લગ્ન પછી બીજા જ દિવસે સુંદર સાડીમાં દિવ્યાંકાનો પહેલો સિંદુર લુક સામે આવ્યો, જેણે દરેકના દિલ જીતી લીધા.

3. કૃતિકા સેંગર:

ટીવી જગતની સૌથી વધુ પસંદ કરવામાં આવતી જોડીઓ માંથી એક કૃતિકા સેંગર અને નિકીતિન ધીરની જોડી હંમેશાથી લોકો માટે ઉદાહરણ રહી છે. કૃતિકાએ અભિનેતા પંકજ ધીરના દીકરા નિકીતિન સાથે 3 સપ્ટેમ્બર 2014ના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા.

તમને એ જાણીને નવાઈ લાગશે કે તે બંનેના પ્રેમ લગ્ન નહિ પરંતુ એરેંજ મેરેજ હતા. તેના લગ્નમાં બોલીવુડના ઘણા મોટા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં હેમા માલિની પણ હતી. પોતાના લગ્નમાં દુલ્હનના કપડામાં કૃતિકા ઘણી સુંદર લાગી રહી હતી. આમ તો લગ્ન પછી રીસેપ્શનમાં તેનો પહેલો સિંદુર લુક બધાને ઘણો પસંદ આવ્યો હતો.

4. ભારતી સિંહ:

પોતાની કોમેડીથી લાખો દિલ ઉપર રાજ કરનારી ભારતી સિંહનો લગ્ન સમારંભ ઘણો જોરદાર હતો. દરેક છોકરી એવા જ લગ્નના સપના જુવે છે. ભારતીએ સ્ક્રીપ્ટ રાઈટર હર્ષ લીંબાચીયા સાથે લગ્ન કર્યા છે. હર્ષ સાથે તેની પહેલી મુલાકાત એક કોમેડી શો દરમિયાન થઇ હતી. તે કોમેડી શોમાં બંને વચ્ચે મિત્રતા થઇ અને થોડા સમય પછી તે દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ.

ત્યાર પછી બંનેએ 3 ડીસેમ્બર 2017ના રોજ લગ્નના સાત ફેરા લીધા. આ લગ્નમાં ટીવી જગતના ઘણા કલાકારો ઉપસ્થિતિ રહ્યા હતા. પોતાના લગ્ન પછી ભારતી દુલ્હનના કપડામાં અતિ સુંદર લાગી રહી હતી અને લગ્ન પછી ભારતી પોતાના પહેલા સિંદુર લુકમાં કંઈક અલગ જોવા મળી.

5. સ્મૃતિ ખન્ના:

ટીવી સીરીયલ ‘મેરી આશિકી તુમ સે હી’ થી લોકપ્રિયતા પ્રાપ્ત કરનારી અભિનેત્રી સ્મૃતિ ખન્નાએ પોતાના સાથી કલાકાર ગૌતમ ગુપ્તા સાથે 23 નવેમ્બર, 2017 ના રોજ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં તેના બ્રાઈડલ લુકે ઘણી વાહ વાહ મેળવી હતી, જેમાં તે પોતાના પતિ ગૌતમ સાથે જોવા મળી રહી છે. તેનો આ સિંદુર લુક ટીવી ધારાવાહીકોમાં ભજવવામાં આવેલા પાત્રોથી એકદમ અલગ હતો. તે ઘણી સુંદર લાગી રહી હતી. સ્મૃતિ હાલમાં માતા બની છે.

6. આકાંક્ષા ચમોલા:

‘સ્વરાગીની’ અને ‘યે પ્યાર ન હોગા કમ’ થી ઘર-ઘરમાં પોતાની ઓળખ ઉભી કરનારી ટીવી અભિનેત્રી આકાંક્ષા ચમોલા અને ટીવી અભિનેતા ગૌરવ ખન્નાની રિલેશનશિપ ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ બંનેએ કોઈને જાણ પણ ન પડવા દીધી હતી અને ન તો તે લોકો સામે પોતાના આ સંબંધને સ્વીકારતા હતા. તેવામાં અચાનક થયેલા બંનેના લગ્નથી બધાને ચકિત કરી દીધા હતા.

આકાંક્ષા અને ગૌરવે 24 નવેમ્બર 2016ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન પછી એક વિધિ દરમિયાન, આકાંક્ષાએ લાલ સાડી પહેરી અને ખુબ જ સુંદર રીતે લગાવેલા સિંદુર સાથે જોવા મળી હતી. પોતાના પહેલા સિંદુર લુકમાં તે અતિ સુંદર લાગી રહી હતી.

7. વિન્ની અરોડા:

ટીવીની સૌથી લોકપ્રિય જોડીઓ માંથી એક વિન્ની અરોડા અને ધીરજ ધૂપરના લગ્ન પંજાબી રીત-રીવાજ સાથે થયા હતા. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2009માં આવેલી ટીવી સીરીયલ ‘માતા-પિતાના ચરણો મેં સ્વર્ગ’ ના સેટ ઉપર થઇ. ત્યાર પછી 7 વર્ષ સુધી બંને એક બીજાને ડેટ કરતા રહ્યા અને પછી બંનેએ 16 નવેમ્બર 2016ના રોજ દિલ્હીમાં લગ્ન કરી લીધા. પોતાના લગ્નના ફોટા વિન્નીએ સોશિયલ મીડિયા ઉપર શેર કર્યા હતા, જેમાં તે ચૂડી અને સિંદુર સાથે જોવા મળી રહી છે. તમે પણ જુવો, વિન્નીનો પહેલો સિંદુર લુક.

8. મહિકા વર્મા:

ટીવી સીરીયલ ‘યે હૈ મોહબ્બતે’માં દિવ્યાંકા ત્રિપાઠીની બહેનના રૂપમાં જોવા મળેલી મહિકા વર્માએ ગુપ્ત રીતે એનઆરઆઈ બિજનેસમેન આનંદ કપાઈ સાથે 29 એપ્રિલ, 2016ના રોજ દિલ્હીમાં લગ્ન કરી લીધા હતા. ઘણા સમય પછી, મહિકાએ સોશિયલ મીડિયા ઉપર પોતાના લગ્નના ફોટા પોસ્ટ કર્યા હતા અને થોડા દિવસો પછી પોતાનો પહેલો સિંદુર લુક પણ મહિકાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો હતો. તો જુવો, તમારી પસંદગીની અભિનેત્રીના લગ્ન પછી સિંદુર સાથે પહેલી ઝલક.

9. સરગુન મેહતા:

ડાંસ રીયાલીટી શો માં ટીવી અભિનેતા સરગુન મેહતાને જયારે તેના સાથી કલાકાર રવી દુબેએ હીરાની વીંટી આપીને પ્રપોઝ કરી હતી, તો તેનો આનંદનો પાર રહ્યો ન હતો. આ પ્રપોઝલ સાથે જ લોકોને બંનેની રિલેશનશિપની જાણ પણ થઇ હતી. ત્યાર પછી, બંનેએ 7 ડીસેમ્બર 2013ના રોજ લગ્ન કરી લીધા હતા. સરગુનના લગ્ન પછી, દરેક નવી-નવલી દુલ્હનની જેમ ચૂડી પહેરી અને સિંદુર લગાવતા જોવા મળી હતી. જુવો તેનો પહેલો સિંદુર લુક, અને જણાવો કેવી લાગી તમને તેની આ તસ્વીર?

10. પૂજા બનર્જી:

ટીવી સીરીયલ ‘ચંદ્રનંદીની’ થી ઘર ઘરમાં ઓળખ ઉભી કરનારી અભિનેત્રી પૂજા બનર્જીએ પોતાના બોયફ્રેન્ડ સંદીપ સેજવાલ સાથે 28 ફેબ્રુઆરી 2017ના રોજ લગ્ન કર્યા હતા. સંદીપ રાષ્ટ્રીય કક્ષાનો તરવૈયો છે. તેણે 2014 એશીયાઇ રમતોમાં 50 મીટરની બ્રેસ્ટ સ્ટ્રોક સ્પર્ધામાં કાંસ્ય ચન્દ્રક જીત્યો હતો. સંદીપ અને પૂજાના લગ્ન બંગાળી રીત-રીવાજ સાથે થયા હતા.

બંગાળી દુલ્હનના કપડામાં પૂજા અતિ સુંદર લાગી રહી હતી. આમ તો રીસેપ્શનમાં પૂજા ઘણી અલગ લાગી રહી હતી, પરંતુ દરેક ભારતીય મહિલાની જેમ તેણે સિંદુરને પણ પોતાના શણગારનો ભાગ બનાવ્યો હતો. તો આવો જોઈએ, કેવી લાગી રહી છે, પૂજા પોતાના પહેલા સિંદુર લુકમાં?

11. ડીમ્પલ ઝંગેયાની:

ટીવી સીરીયલ ‘બેઈંતહા’ માં જોવા મળેલી અભિનેત્રી ડીમ્પલ ઝંગીયાનીએ પોતાના લગ્નના સમાચારથી બધાને ચકિત કરી દીધા હતા. ડિમ્પલે ડાયમંડ મર્ચન્ટ સની અસરાની સાથે 9 ડીસેમ્બર, 2016ના રોજ લગ્ન કર્યા હતા. ડીમ્પલે પોતાના રીસેપ્શનમાં ખુબ જ સુંદર પોશાક પહેર્યો હતો. તેની સાથે જ તે નવી-નવલી દુલ્હનની જેમ સિંદુર લગાવેલી પણ જોવા મળી હતી, જેમાં તે અતિ સુંદર લાગી રહી હતી. તો જણાવો, કેવો લાગ્યો ડીમ્પલનો આ પહેલો સિંદુર લુક?

પછી તે વેસ્ટર્ન વિયર હોય કે ઇન્ડીયન અટાયર, દરેક પોષકમાં સિંદુર સાથે ભારતીય મહિલા અતિ સુંદર જોવા મળે છે. તેવામાં તમને આ પ્રસંદગીની ટીવી અભિનેત્રીઓની રીયલ લાઈફનો પહેલો સિંદુર લુક કેવો લાગ્યો? અમને જરૂર જણાવો અને અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.