ડોક્ટરોના સંઘર્ષ પર આધારિત છે આ 5 બોલીવુડ ફિલ્મો, દરેકને આવી હતી પસંદ.

બોલીવુડની એવી 5 ફિલ્મો જેમાં ડોકટરોના જીવન અને સંધર્ષ વિષે દેખાડવામાં આવ્યું છે, એક વખત જરૂર જોજો

ડોકટરોના સંઘર્ષ ઉપર આધારિત છે 5 બોલીવુડ ફિલ્મો, દરેકને આવી હતી પસંદ

અત્યારે આખો દેશ કોરોના રોગચાળા સામે લડી રહ્યો છે. દરેક વ્યક્તિ આ વાયરસને હરાવવાના સંકલ્પ કરી રહ્યા છે. પરંતુ આપણે યાદ રાખવું જોઇએ, આપણો સંકલ્પ કોરોના વાયરસ દ્વારા જ પૂર્ણ કરવામાં આવશે. આપણા કોરોના વાયરસના ડોકટરો, નર્સો, હોસ્પિટલનાં કર્મચારીઓ અને સફાઇ કામદારો છે.

આ ક્ષણે જો કોઈ કામ કરી રહ્યા છે, તો તે આ લોકો છે. આ બધા તેમના કુટુંબથી દૂર થઈને તમારા, અમારા પરિવારને બચાવવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં, આજે અમે બોલીવુડની તે 5 ફિલ્મોને યાદ કરીશું, જે ફિલ્મોએ ડોક્ટરોને યાદ કર્યા અને ડોક્ટરોનો સંઘર્ષ બતાવ્યો.

ડોક્ટર કોન્ટીસની અમર કહાની

આ ફિલ્મ 1946 માં રિલીઝ થઈ હતી. ફિલ્મ તમામ દ્રષ્ટિએ ડોકટરોને સાચી શ્રદ્ધાંજલિ આપે છે. ફિલ્મની વાર્તા એ છે કે એક ડોક્ટરને વિશ્વ યુદ્ધ 2 દરમિયાન એક સમયે ચીન મોકલવામાં આવે છે. જેથી તે ત્યાં લડતા સૈનિકોની સારવાર કરી શકે. અને ચીનમાં તે ડોક્ટરની સૌથી મોટી સફળતા એ રહે છે કે તે પ્લેગને અંકુશમાં કરી લે છે અને પ્લેગનો ઉપાય શોધી લે છે. પરંતુ ફિલ્મના અંતમાં ડૉક્ટર પોતે પ્લેગથી મરી જાય છે.

આનંદ

અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ આનંદ પણ એક ડૉક્ટરની કટિબદ્ધતાને સુંદર રીતે રજૂ કરે છે. જણાવી દઈએ કે, આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડૉક્ટરની ભૂમિકામાં છે. ડૉક્ટર જયારે પોતાના દર્દી (રાજેશ ખન્ના) ની સારવાર મેડીકલ સીસ્ટમથી કરવામાં અસમર્થ બને છે. તો તે સારવારની બીજી રીત શોધે છે, અને તેમાં અમુક અંશે સફળ પણ રહે છે. ફિલ્મ બતાવે છે કે કેવી રીતે ડૉક્ટરનો હેતુ હંમેશા દર્દીનો જીવ બચાવવાનો જ હોય છે.

એક ડૉક્ટરનું મૃત્યુ

એક ડૉક્ટરનું મૃત્યુ એવા ડોકટરોની વાર્તા છે, જેઓ આખી જીંદગી મહેનત તો કરે છે, પરંતુ તેમને તેનો શ્રેય નથી મળતો. આ ફિલ્મમાં દેખાડવા આવે છે કે એક નાની ઉંમરનો ડૉક્ટર એક ખતરનાક રોગની રસી શોધી લે છે. આને કારણે, આખી દુનિયાના લોકો તેને ઓળખે છે. અને તે આખી દુનિયામાં પ્રખ્યાત થઇ જાય છે.

પરંતુ દેશમાં તે ડોક્ટરને ખૂબ પરેશાન કરવામાં આવે છે. અને અપમાનિત કરીને એક નાના ગામમાં સ્થાનાંતરિત કરી દેવામાં આવે છે. ત્યાર પછી તેને જાણ થઇ કે જે રસીની શોધ તેણે કરી હતી. તેનો શ્રેય કોઈ બીજા વૈજ્ઞાનિકને મળી જાય છે. પણ છેવટે તેને તેનું ફળ મળે છે. અને તે સતત સમાજ કલ્યાણ માટે કાર્યરત રહે છે.

મુન્ના ભાઈ એમ.બી.બી.એસ.

રાજકુમાર હિરાની દિગ્દર્શિત આ ફિલ્મ બોલિવૂડ માટે એક સીમાચિહ્નરૂપ છે. સંજય દત્ત અને અરશદ વારસીનો યાદગાર અભિનય, લોકો ભૂલી શકતા નથી. આ ફિલ્મ દ્વારા, એવું દર્શાવવામાં આવ્યું છે કે જયારે દરેક દવા કામ કરવાનું બંધ કરી દે ત્યારે પણ ચમત્કારો થઈ શકે છે. કોઈની સારવાર દવાઓ ઉપરાંત વિશ્વાસના આધારે પણ થઈ શકે છે. ફિલ્મમાં મુરલી (સંજય દત્ત) તેના પિતાની નજરમાં ડોક્ટર હોવાનો ડોળ કરે છે. પરંતુ સાથે સાથે તેની અનોખી શૈલીથી દરેકના જીવનમાં ખુશીઓ ભરી દે છે.

અરમાન

અમિતાભ બચ્ચન, અનિલ કપૂર અને ગ્રેસી સિંઘ અભિનીત ફિલ્મ અરમાન વર્ષ 2003 માં આવી હતી. આ ફિલ્મમાં ત્રણેય ડોક્ટર હતા. ડૉક્ટરો પણ કેવી રીતે મૂંઝવણ અને ધર્મ સંકટમાં ફસાઈ જાય છે આ ફિલ્મ તેની વાર્તા છે. ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે અમિતાભ બચ્ચન સ્ટેટ ઓફ આર્ટ હોસ્પિટલ બનાવવા માંગે છે, પરંતુ તેમની પાસે પૈસા નથી.

તે જ સમયે, અનિલ કપૂર તેના પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ડૉક્ટર બને છે, અને તે એક છોકરી સાથે પ્રેમ પણ કરે છે. તેને આ બંનેમાંથી કોઈ એક ને પસંદ કરવાનું છે. ફિલ્મમાં એવી ઘણી બાબતો છે, જેને જોઈ ડોકટરોની દ્વિધાનો અંદાઝ લગાવી શકાય છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.