ઘણા ચતુર હોય છે આ નક્ષત્રના લોકો, જાણો કેવો હોય છે તેમનો સ્વભાવ.

આ નક્ષત્રના લોકો હોય છે ખુબ ચતુર, આ ગુણો પરથી જાણો તમે તેમાંથી એક છો કે નહિ. અમે પહેલા પણ તમને નક્ષત્રો વિષે થોડી જાણકારી આપી હતી. તે પ્રમાણે દરેક નક્ષત્રની પોતાની ખાસિયત હોય છે, જેનું વર્ણન અમે પહેલા કરી ચુક્યા છીએ. અને આજે પણ અમે નક્ષત્ર વિશેની જાણકારી લઈને આવ્યા છીએ.

આજે અમે જે નક્ષત્ર વિષે જણાવવા જઈ રહ્યા છીએ, તે ભરણી નક્ષત્ર છે. ભરણી નક્ષત્રને 27 નક્ષત્રોમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે. આ નક્ષત્ર પર રોમાંસના કારક ગ્રહ શુક્ર અને જોશ અને ઉત્સાહના કારક ગ્રહ મંગળ બંનેનો પ્રભાવ પડે છે. આવો જ્યોતિષાચાર્ય પં. દયાનંદ શાસ્ત્રી પાસેથી જાણીએ આ નક્ષત્રમાં જન્મેલા લોકોનો સ્વભાવ કેવો હોય છે.

bharini nakshatra
bharini nakshatra

જાણો ભરણી નક્ષત્ર વિષે : જે વ્યક્તિનો જન્મ ભરણી નક્ષત્રમાં થાય છે તે લોકો ધૂનના પાક્કા હોય છે. એટલે કે જો તે એક વાર કંઈક નક્કી કરી લે, તો તેને પૂરું કરીને જ દમ લે છે. તેઓ કામને લટકાવવા નથી. તેમણે કોઈ પણ કામને જલ્દીથી જલ્દી પૂરું કરવાનું હોય છે, અને તે જ તેમની વિશેષતા હોય છે.

ભરણીનો અર્થ ધારક (ધારણ કરનાર) હોય છે. પૌરાણિક કથાઓ અનુસાર, દક્ષ પ્રજાપતિની એક પુત્રી હતી, જેનું નામ ભરણી હતું. તેમના લગ્ન ચંદ્ર સાથે થયા હતા. તેના નામ પરથી જ આ નક્ષત્રનું નામ રાખવામાં આવ્યું હતું. ભરણી નક્ષત્રમાં યમનું વ્રત અને પૂજન કરવામાં આવે છે.

bharini nakshatra
bharini nakshatra symbol

યમ તેના દેવતા છે. યમ એટલે કે યમરાજ મૃત્યુના દેવતા છે. તેમને સૂર્ય અને સંજનાના પુત્ર માનવામાં આવે છે. યમનો અર્થ થાય છે જોડિયા. પૌરાણિક કથાઓમાં તેમને યમી (યમુના) ના જોડિયા ભાઈ જણાવવામાં આવ્યા છે. યમનો અર્થ અટકાવવાવાળા પણ થાય છે. એટલે તે માનવ જાતિને અટકાવવાવાળા છે. તેમને નરકના સ્વામી કહેવામાં આવે છે. યમ ન્યાયના દેવતા અને મૃતાત્માના ન્યાયાધીશ છે. તે આત્માને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. માન્યતા છે કે યમ વિવાસતના પુત્ર છે. યમ યોગની આઠ શાખાઓમાં પ્રથમ શાખા છે.

આ નક્ષત્રમાં જે લોકો જન્મ લે છે તે ઘણા વધારે ચતુર હોય છે. બીજા પાસેથી પૈસા કઢાવવાની કળા તેમનામાં ઘણી સારી હોય છે. તેમનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક હોય છે. આ પ્રકારના વ્યક્તિત્વથી આ લોકો શત્રુને પણ મિત્ર બનાવી દે છે. પણ પ્રેમ પ્રસંગોને લીધે તેમણે સમાજ અને પરિવારમાં અપમાનિત થવું પડે છે.

ડિસ્ક્લેમર :

આ આર્ટિકલમાં સમાવિષ્ટ કોઈ પણ જાણકારી / સામગ્રી / ગણનામાં ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ગેરેંટી નથી. અલગ અલગ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગ / માન્યતાઓ / ધર્મ ગ્રંથોમાંથી સંગ્રહિત કરીને આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો હેતુ ફક્ત જાણકારી પહોંચાડવાનો છે, તેના ઉપયોગકર્તા આને ફક્ત જાણકારીની રીતે જ લે. તેનાથી વધારે તેના ઉપયોગની જવાબદારી પોતે ઉપયોગકર્તાની જ રહેશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.