ચમત્કારોથી ભરેલ છે આ જગ્યા, શિવ અડધી રાત્રે આપે છે ભક્તોને દર્શન.

ભોલેનાથની લીલા ઘણી જ નિરાળી છે. તે સાક્ષાત ભક્તોને દર્શન આપે છે. પૃથ્વી પર તેમના ઘણા ધામ છે. તે માંથી એક છે મણિમહેશ. આ ચંબા જિલ્લામાં આવેલું છે. આ જગ્યાને ચાંબા કેલાશ પણ કહેવાય છે.

મણીમહેશ નામની સત્યતા :

આ સ્થળનું નામ મણીમહેશ કેમ પડ્યું? તો તેનું એક ખાસ કારણ છે. વિદ્વાનો અનુસાર પર્વતના શિખર ઉપર શિવ શેષનાગ મણીના રૂપમાં વિરાજમાન છે. અને તે જ રૂપમાં ભક્તોને જોવા મળે છે. ઉપરાંત આ શબ્દનો અર્થ મહેશના મુગટમાં મણી પણ છે.

પાર્વતી સાથેના નિવાસને બનાવ્યું મણીમહેશ :

કહેવાય છે કે શિવ-શંકરે પાર્વતીજી સાથે રહેવા માટે મણીમહેશ પર્વતની રચના કરી હતી. આ સ્થાન ઉપર શિવ આજે પણ શિવાલિંગના રૂપમાં હાજર છે. જ્યારે માતા પાર્વતીને અહિયાં દેવી ગિરજાના રૂપમાં ઓળખવામાં આવે છે.

સૂર્યના કિરણોથી બદલાય છે રંગ :

મણીમહેશ પર્વત ઉપર શિવ સવાર, સાંજ અને રાત્રીના મધ્યકાળમાં દર્શન આપે છે. સૂર્યાસ્તના સમયે જ્યારે સૂર્યના કિરણો પર્વતની ટોચ ઉપર પડે છે ત્યારે સંપૂર્ણ દૃશ્ય સ્વર્ણિમ થઇ જાય છે. જો હવામાન સ્વચ્છ રહે તો ભક્ત પર્વતની ટોચ ઉપર બીરાજમાન શિવને જોઈ શકે છે.

બધાને દેખાતી નથી પર્વતની ટોચ :

ઘણા લોકો માને છે કે મણીમહેશ પર્વતનું શિખર અદ્રશ્ય છે. તે હંમેશાં વાદળો અને બરફથી ઢંકાયેલું રહે છે. આ ટોચ માત્ર તેને જ દેખાઈ શકે છે, જે સંપૂર્ણ રીતે પાપ મુક્ત હોય અને સાચી શ્રદ્ધાથી ભોળે ભંડારીને યાદ કરી રહ્યા હોય.

ઊંચાઈનો નથી અંદાજો :

મણીમહેશ પર્વતની કુલ ઊંચાઈ કેટલી છે, એ વાતનો નક્કર પુરાવો નથી. અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિ તેની ચોક્કસ માહિતી નથી આપી શક્યા. કેટલાક સંશોધન અનુસાર તેની ઊંચાઈ 18 હજાર 564 ફૂટ છે.

ચડવું છે અશક્ય :

કેલાશની જેમ મણીમહેશ પર્વત ઉપર પણ ચઢવું અશક્ય છે. જે કોઈ પણ અહીં ચડવાનો પ્રયત્ન કરે છે તેને કોઈ અદ્રશ્ય શક્તિ અટકાવે છે. 1968 માં ઈંડો-જાપનીસની એક ટીમ જેનું નેતૃત્વ નંદીની પટેલ કરી રહ્યા હતા, એમણે આ પર્વત ઉપર ચડાણ કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા.

પ્રચલિત પૌરાણિક વાર્તા :

સ્થાનિક લોકો અનુસાર ઘણા વર્ષો પહેલા એક ગોવાળિયો પોતાના થોડા ઘેટાં સાથે મણીમહેશ પર્વત ઉપર ચડી રહ્યો હતો. તે શિખર ઉપર પહોંચતા પહેલા જ તે ઘેંટા સહીત પત્થરનો બની ગયો. કહેવાય છે કે આજે પણ મણીમહેશ પર્વત ઉપર તે બધા નાના નાના પત્થરના સ્વરૂપમાં હાજર છે.

એક બીજી વાર્તા :

મણીમહેશ સાથે જોડાયેલી એક બીજી વાર્તા પણ પ્રચલિત છે. લોકોના જણાવ્યા અનુસાર એકવાર એક સાંપે પણ પર્વતની ટોચ ઉપર પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો, અને તે પણ પત્થરનો બની ગયો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.