આ સ્થાન પર બે ક્ષણ માટે રોકાઈ હતી માં વૈષ્ણો દેવી, અહીં જવાથી વૈષ્ણો યાત્રા થઈ જાય છે સફળ.

આ છે તે સ્થળ જ્યાં માં વૈષ્ણો દેવી બે ક્ષણ માટે રોકાઈ હતી, વૈષ્ણો યાત્રા સફળ કરવી હોય તો અહીં જરૂર જાવ

દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા માટે વૈષ્ણો દેવી મંદિર આવે છે. કોલ કંડોલી, દેવા માઇ, ભૂમિકા મંદિર, દર્શની ડયોઢી, બાણ ગંગા, ચરણ પાદુકા, અર્ધકુંવારી, હાથી મઠ, મથ્યા ભૈરો મંદિર જેવા ગૃહો વૈષ્ણો દેવીની યાત્રાનો મુખ્ય ભાગ માનવામાં આવે છે અને આ પડાવ પુરા કર્યા પછી જ માતાજીના દર્શન સફળ માનવામાં આવે છે.

માતા વૈષ્ણો દેવીની ગુફા સુધી પહોંચવા માટે ચડાણ કરવું પડે છે અને આ ચડાણ દરમિયાન એક એવું સ્થળ આવે છે જ્યાં માતા બે ક્ષણ રોકાયા હતા. આ સ્થળ ઉપર માતાના પગના નિશાન રહેલા છે. તેમની યાત્રા શરૂ કરતી વખતે, ભક્તો આ સ્થાનની મુલાકાત લે છે અને અહિયાં બનેલા માતાના ચરણોના નિશાનના દર્શન કરે છે. માતા વૈષ્ણો દેવીની યાત્રાના આ પ્રથમ ભાગને ચરણ પાદુકા તરીકે ઓળખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે આ સ્થાન ઉપર કન્યા રૂપી માતા બે ઘડી રોકાયા હતા અને અનુમાન લગાવવામાં આવે છે કે ભૈરો તેમનાથી કેટલું દૂર છે. આ સ્થળે રોકાવાના કારણે માતાના પગના નિશાન અહિયાં બની ગયા હતાં અને યાત્રા દરમિયાન શ્રદ્ધાળુઓ આ પદચિહ્નોના દર્શન પણ કરે છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈ ભક્ત માતા વૈષ્ણોના ચરણ સ્પર્શ કરીને પોતાના પ્રવાસની શરૂઆત કરે છે. તેમની યાત્રા સારી રીતે થઇ જાય છે અને સફળ પણ થાય છે.

માતા વૈષ્ણો દેવી સાથે જોડાયેલી વાર્તા

માતા વૈષ્ણો દેવી સાથે સંકળાયેલ પૌરાણિક કથા અનુસાર શ્રીધર નામનો વ્યક્તિ માતા વૈષ્ણોનો પ્રખર ભક્ત હતો અને માતાની ભક્તિમાં જ રહેતો હતો. એક દિવસ શ્રીધરની ભક્તિથી ખુશ થઇને માતા તેને સ્વપ્નમાં આવી ગયા અને માતાએ તેને કહ્યું કે તે એક ભંડારો કરે અને આ ભંડારામાં ગામના તમામ લોકોને બોલાવવામાં આવે. પરંતુ શ્રીધર પાસે એટલું ધન ન હતું કે તે તેમના ગામમાં ભંડારાનું આયોજન કરી શકે. તેમ છતાં પણ શ્રીધર ભંડારાનું આયોજન કરી દીધું અને ગામ લોકોને બોલાવ્યા.

આ ભંડારામાં ભૈરવનાથ અને તેમના શિષ્યો પણ આ ભંડારે ઉપસ્થિત રહ્યા હતા. ભંડારામ ખીર-પુરી જોઈને ભૈરવનાથ ગુસ્સે થઇ ગયા અને તેણે માંસની માંગણી કરી. શ્રીધરના ખૂબ સમજાવવા છતાં પણ ભૈરવનાથ ન માન્યા. તે દરમિયાન માતા દુર્ગાએ એક છોકરીના રૂપમાં ત્યાં દર્શન આપ્યા.

પણ ભૈરવોને કન્યા ઉપર ગુસ્સો આવી ગયો અને કન્યાને પકડવા માટે આગળ વધે છે. પરંતુ તે કન્યા ત્યાંથી ત્રિકુતા પર્વત તરફ ભાગી ગઈ. ભાગતા ભાગતા કન્યા એક જગ્યાએ જઈ પહોંચી અને ત્યાં રોકાઈને ભૈરવનાથ કેટલો દૂર છે તે જોવા લાગી. આજે આ સ્થાનને ચરણ પાદુકા તરીકે ઓળખવામાં આવે છે.

ભૈરવથી બચવા માટે કન્યા એક ગુફામાં જઈ પહોંચી. તે દરમિયાન, કન્યાએ એક શૌર્ય લંગુરને બોલાવ્યો અને તેને ભૈરવને 9 મહિના સુધી વ્યસ્ત રાખવા કહ્યું. આ નવ મહિનામાં કન્યાએ ગુફામાં તપસ્યા કરી. આ ગુફા અર્ધકુંવરી તરીકે ઓળખાય છે અને જે લોકો વૈષ્ણોની યાત્રા ઉપર આવે છે તેઓ આ પવિત્ર ગુફામાંથી જરૂર પસાર થાય છે. આ ગુફામાં ત્રણ પાંડીયોંના રૂપમાં સ્થાપિત છે અને આ પંડીયોંના દર્શન કરવામાં આવે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.