હોલિકા દહનના આ ઉપાય દુર્ભાગ્ય કરશે દૂર, રાહુ-કેતુ અને શનિના ખરાબ પ્રભાવ થઈ જશે ખતમ.

રાહુ-કેતુ અને શનિના ખરાબ પ્રભાવને દૂર કરવા માટે હોલિકા દહન દરમિયાન કરો આ ઉપાય

લોકો રંગોનો તહેવાર હોળીની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે, હિંદુ ધર્મમાં હોળીનો તહેવાર ઘણું જ મહત્વ ધરાવે છે, ફાગણ માસની પુનમે હોળીનો તહેવાર મનાવવામાં આવે છે, જો આપણે હિંદુ ધર્મ મુજબ જોઈએ તો હોળીનો તહેવાર ૨ દિવસ મનાવવામાં આવે છે, પહેલા દિવસે હોળી દહન થાય છે અને બીજા દિવસે રંગો વાળી હોળી રમવામાં આવે છે.

હોલિકા દહન વાળા દિવસે લાકડાના ઢગલાની પૂજા થાય છે અને તેની પરિક્રમા કરવામાં આવે છે, હોળીનો તહેવાર રંગ અને આનંદનો તહેવાર માનવામાં આવે છે, જે દેશભરમાં ખુબ જ ધામધૂમ પૂર્વક મનાવવામાં આવે છે.

આજે અમે તમને ૨૦૨૦માં હોળીનો તહેવાર ક્યારે મનાવવામાં આવશે અને હોલિકા દહનના દિવસે થોડા ઉપાયો વિષે જાણકારી આપવાના છીએ, જો તમે આ ઉપાયો કરો છો, તો તેનાથી તમારી ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન થઇ શકે છે.

હોળી ૨૦૨૦ તિથી

વર્ષ ૨૦૨૦માં ૯ માર્ચ એટલે કે સોમવારના દિવસે હોલિકા દહન કરવામાં આવશે અને ૧૦ માર્ચ ૨૦૨૦ એટલે કે મંગળવારના દિવસે રંગોનો તહેવાર હોળી રમવામાં આવશે.

હોળી દહનના ઉપાય :-

જો કોઈ વ્યક્તિ ઉપર રાહુ-કેતુ અને શનીના દોષોની અસર છે, તો તેની શાંતિ માટે તમે હોલિકા દહનના દર્શન જરૂર કરો, એવું કહેવામાં આવે છે કે હોલિકા દહનના દર્શનથી રાહુ-કેતુ અને શનિના દોષ શાંત થાય છે.

જો તમે હોલિકા દહનની રાખને ચાંદીની ડબ્બીમાં રાખો છો, તો તેનાથી તમારી ઘણી બધી અડચણો આપમેળે જ દુર થઇ શકે છે.

જો તમે નજર દોષ અને પ્રેત બાધા માંથી છુટકારો મેળવવા માગો છો, તો તેના માટે હોલિકાની ભસ્મનો ચાંદલો માંડો.

જો કોઈ વ્યક્તિના કામકાજમાં કોઈ પ્રકારની તકલીફ કે અડચણ ઉભી થઇ રહી છે. તો તેવી સ્થિતિમાં તમે લોટનો ચારમુખી દીવો બનાવી લો અને તેમાં સરસીયાનું તેલ ભરીને થોડા દાણા તલના નાખીને એક પતાશું, સિંદુર અને એક તાંબાનો સિક્કો નાખી લો, હવે તમે હોલિકાના અગ્નિથી આ દીવાને પ્રગટાવીને ઘરમાં પીડિત વ્યક્તિ જેને કામમાં તકલીફ ઉભી થઇ રહી છે. તેની ઉપરથી ઉતારીને સુમસામ ચાર રસ્તા ઉપર મૂકી દો.

પરંતુ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે જયારે તમે આ દીવો ચાર રસ્તા ઉપર રાખીને પાછા ઘરે આવી રહ્યા હો તો તમે પાછા વળીને ન જોશો નહિ, તો તેની અસર ખલાસ થઇ જશે, તમે હાથ પગ ધોઈને તમારા ઘરમાં પ્રવેશ કરો, આ ઉપાય કરવાથી તરત જ કાર્યમાં ઉભી થઇ રહેલી અડચણો દુર થઇ જશે.

જો તમે તમારા કાર્ય સફળ કરવા માગો છો, તો તેના માટે તમે હોલિકા દહનમાં ત્રણ ગોમતી ચક્ર હાથમાં લઈને તમારા કાર્યને ૨૧ વખત મનમાં બોલીને આ ગોમતી ચક્રને અગ્નિમાં નાખી દો, ત્યાર પછી તમે હાથ જોડીને ત્યાંથી પાછા આવી જાવ, એમ કરવાથી તમારા કાર્ય સફળ થશે અને તમારી મનોકામનાઓ વહેલી તકે પૂરી થઇ શકે છે.

ઉપરોક્ત હોળી ૨૦૨૦ની તિથી અને હોલિકા દહનના ઉપાયો વિષે જાણકારી આપવામાં આવી છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ ગ્રહ જો હોલિકા દહન ઉપર કરવામાં આવે, તો તેનાથી વ્યક્તિના જીવનની ઘણી બધી અડચણો દુર થઇ શકે છે અને તેને ઘણા પ્રકારના લાભ મળશે, એટલા માટે તમે તમારા જીવનના દુઃખો માંથી મુક્તિ મેળવવા માટે આ ઉપાય અજમાવી શકો છો, તેના લાભ તમને જરૂર પ્રાપ્ત થશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.