આ અઠવાડિયે પાંચ રાશિઓની થશે બલ્લે-બલ્લે, 1 રાશિનો બની રહ્યો છે રાજયોગ.

તમારી રાશી તમારા જીવન ઉપર ઘણી અસર કરે છે. રાશિફળ દ્વારા ભવિષ્યના જીવનમાં થનારી ઘટનાઓનું પૂર્વાનુમાન લગાવી શકાય છે. ઘણા બધા લોકોના મનમાં એ પ્રશ્ન હોય છે કે, આગળ આવનારું અઠવાડિયું અમારા માટે કેવું રહેશે? આ અઠવાડિયે અમારા તારા શું કહે છે? આજે અમે તમને આવતા અઠવાડિયાનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આ સાપ્તાહિક રાશિફળમાં તમને તમાર જીવનમાં થનારી એક અઠવાડિયાની ઘટનાનું સંક્ષિપ્તમાં વર્ણન મળશે, તો જાણવા માટે વાંચો સાપ્તાહિક રાશિફળ 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી.

મેષ રાશી : આ અઠવાડિયે કોઈ દુરના સ્થળનો પ્રવાસ થઇ શકે છે. આ પ્રવાસ ફાયદાકારક રહેશે. ઘરમાં સુખ-સમૃદ્ધીમાં વધારો થઇ શકે છે. તમારે તમારા ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. કોઈ સાથે માથાકૂટ થવાની સંભાવના છે. નોકરીમાં પરિવર્તન આવવાની સંભાવના છે. અપેક્ષા કરતા વધુ ધનલાભ થશે. સરકારી કામમાં લાભ થશે. તમને પ્રિય લોકોનો સહકાર મળશે. કુટુંબમાં શુભ કાર્ય થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : દાંપત્ય જીવનમાં આવી રહેલી તકલીફો દુર કરવા માટે તમારે તમારા જીવનસાથી સાથે ખુલીને વાત કરવાની જરૂર છે.

કારકિર્દીની બાબતમાં : જો તમે નોકરીમાં પરિવર્તન કરવા માંગો છો તો પ્રયત્ન કરો, મનપસંદ નોકરી મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : કોઈ મોટી બીમારી લાગુ થવાની સંભાવના નથી. આમ તો ખંભાનો દુઃખાવો હેરાન કરી શકે છે.

વૃષભ રાશી : જરૂર પડે ત્યારે તમારા પોતાના લોકો જ સહકાર આપશે. ક્યાંય પણ પૈસાનું રોકાણ કરતા પહેલા ઘણી વખત વિચારો. માતા પિતાના સહકારથી તમારા કામ પુરા થઇ શકે છે. અશાંતિ અને ઉદ્વેગ તમારા મન ઉપર છવાયેલા રહેશે. કોઈ પિતૃક સંપત્તિથી લાભ થઇ શકે છે. માતા પિતાનો સહકાર મળશે. તમે વેપારના કામમાં વ્યસ્ત રહેશો અને વેપારમાં લાભ મળશે. દરરોજ ગાયને રોટલી ખવરાવો, તમારી તમામ સમસ્યાઓનું નિવારણ થશે.

પ્રેમની બાબતમાં : જીવનસાથીને કોઈ સારી ભેંટ આપીને તેને ખુશ કરી શકો છો.

કારકિર્દીની બાબતમાં : નોકરી ઉપરાંત અન્ય સ્ત્રોતોમાંથી પણ આ અઠવાડિયે તમે ધન એકઠું કરી શકો છો.

આરોગ્યની બાબતમાં : બદલાતી ઋતુ સાથે તમારે તમારા ખાવા પીવા ઉપર ધ્યાન આપવું, નહિ તો તબિયત બગડી શકે છે.

મિથુન રાશી : મિથુન રાશી વાળા આ અઠવાડિયે ટેન્શન અને તણાવમાં રહેશે. વેપાર ધંધા ઠીક ચાલશે. તમારી તકલીફો વધી શકે છે. તમને મહેનતનું ફળ મળી શકે છે. તમને નવા કામ કરવાની પ્રેરણા જરૂર મળશે, પરંતુ વિચારોમાં તરત પરિવર્તન આવવાના કારણે મહત્વના કામમાં અંતિમ નિર્ણય ન લેશો. નાની નાની અડચણો તમારા રસ્તામાં આવી શકે છે, તમે તેને બુદ્ધીપૂર્વક સંભાળી શકશો.

પ્રેમની બાબતમાં : પ્રેમ સંબંધમાં છો તો ખુશ થઇ જશો, કારણ કે આ અઠવાડિયું તમારા માટે ઘણું સારું સાબિત થશે.

કારકિર્દીની બાબતમાં : કારકિર્દીની દ્રષ્ટિએ જોવામાં આવે તો આ અઠવાડિયું તમારા માટે ઘણી આશાઓ લઈને આવશે.

આરોગ્યની બાબતમાં : ગોઠણ અને સાંધામાં દુઃખાવાની સંભાવના છે એટલા માટે નિયમિત રીતે કસરત કરો.

કર્ક રાશી : તમે આત્મવિશ્વાસના બળ ઉપર પોતાને સાબિત કરી શકશો. કુટુંબમાં ભાઈ બહેનો પાસેથી તમને સારી ભેંટ મળી શકે છે. કલાત્મક કાર્યોમાં તમારી રૂચી વધશે. સંબંધોમાં નવી ચેતનાનો સંચાર થશે. સમાજમાં માન સન્માન વધશે. કોઈ સુંદર પર્યટન સ્થળ ઉપર જવાનું આયોજન થઇ શકે છે. ધનનો ખર્ચ વધુ થઇ જવાથી તમારું મન ચિંતિત રહેશે. મતભેદ અને તણાવના પ્રસંગો ન બને તેનું ખાસ ધ્યાન રાખીને તમે તમારી વાણી ઉપર સંયમ રાખો.

પ્રેમની બાબતમાં : એકબીજાને ન સમજી શકવાને કારણે તમારા બંને વચ્ચે સમસ્યાઓ ઉભી થઇ શકે છે.

કારકિર્દીની બાબતમાં : આ અઠવાડિયે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા મળશે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયે તમે શારીરિક રીતે પોતાને તંદુરસ્ત અનુભવશો.

સિંહ રાશી : આ અઠવાડિયે તમારા કાર્યક્ષેત્ર કે ઘરમાં થોડો તણાવ અનુભવી શકો છો. માતા પિતા પ્રત્યેના કર્તવ્યોને તમે સારી રીતે પુરા કરી શકો છો. તમે બીજા સાથે તમારી વાતો શેયર કરી શકો છો. કુટુંબના એક વડીલની સલાહ જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધી લાવશે. સામાજિક ક્ષેત્રમાં તમારા કામની પ્રસંશા થશે. આર્થીક સ્થિતિ નબળી રહી શકે છે. સહનશક્તિમાં ઘટાડો થઈ શકે છે. પોતાના પર સંયમ રાખો.

પ્રેમની બાબતમાં : આ અઠવાડિયે તમે લવમેટ સાથે ક્યાંક ફરવા જઈ શકો છો.

કારકિર્દીની બાબતમાં : આ રાશીના અમુક લોકોનું આ અઠવાડિયે પ્રમોશન થઈ શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને થોડી ચિંતાઓ રહેશે, અમુક લોકો આ સમય દરમિયાન બીમાર પણ પડી શકે છે.

કન્યા રાશી : ધંધાકીય બીજી વિકાસશીલ યોજનાઓની સાથે આગળના રોકાણની યોજનાઓ બનાવશો. કોઈ કામમાં વધુ સમય લાગી શકે છે. તેનાથી તમારી મુશ્કેલી થોડી વધી શકે છે. કોર્ટ કચરીની બાબતોથી દુર રહેવું તમારા માટે સારું રહેશે. વેપાર સાથે જોડાયેલી કોઈ યાત્રા થઇ શકે છે. વધુ લોકો સાથે મળવાને કારણે વિચારોનું આદાન પ્રદાન કરી શકો છો. ઘર અને દાંપત્ય જીવનમાં આનંદ જળવાઈ રહેશે.

પ્રેમની બાબતમાં : જે લોકો હજુ સુધી સિંગલ છે તેમના જીવનમાં પ્રેમના ફૂલ ખીલી શકે છે.

કારકિર્દીની બાબતમાં : કાર્યક્ષેત્રમાં તમારી છાપ સુધરશે. તમારી બુદ્ધીની ઝડપથી તમે ઘણા કામો પુરા કરી લેશો.

આરોગ્યની બાબતમાં : પોતાને ફીટ રાખવા માટે માનસિક ચિતાઓમાંથી મુક્તિ મેળવવી પડશે. તેના માટે તમે યોગનો સહારો લઇ શકો છો.

તુલા રાશી : દૈનિક વેપાર સુખદ રહેશે. તમને વેપારમાં અચાનક ધનલાભની તક પ્રાપ્ત થશે. કુટુંબમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. સંભાવના છે કે તમારી આસપાસના લોકો ગુસ્સામાં રહે જેની અસર તમારા મુડ ઉપર પણ પડી શકે છે. તમે સામાજિક તથા બહારના ક્ષેત્રમાં પ્રશંસા પ્રાપ્ત કરી શકશો. વાતચીત કરતી વખતે કોઈની સાથે ઉગ્રતાપૂર્ણ ભાષાનો ઉપયોગ ન કરો. પ્રિયપાત્ર મળવાથી તમારું મન પ્રફુલ્લિત બનશે.

પ્રેમની બાબતમાં : જે લોકો પ્રેમ સંબંધમાં પડેલા છે તે પોતાના લવમેટ સાથે ઉત્તમ સમય પસાર કરશે.

કારકિર્દીની બાબતમાં : આ રાશીના વેપારીઓને તેમની યોજનાઓનું સારું ફળ મળશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યને લઈને થોડા ચિંતિત થઇ શકો છો. ડોક્ટરની સલાહ જરૂર લેવી.

વૃશ્ચિક રાશી : માતા પિતાની મદદથી તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળવામાં સફળ રહેશો. અમુક નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે. સાથે જ તેનાથી તમારા કોઈ વિશેષ કામમાં તમને મદદ મળી શકે છે. ઓફીસમાં તમારા કામની પ્રશંસા થશે. મહત્વના કામ સફળ થઇ જશે. મન ઊંડી ચિંતનશક્તિ અને રહસ્યમય વિદ્યાઓ પ્રત્યે આકર્ષિત થશે. સમજી વિચારીને બોલો, જેથી કોઈ સાથે વિવાદ કે મનદુઃખ ન થાય.

પ્રેમની બાબતમાં : થોડી ઘણી તકલીફો પ્રેમ જીવનમાં આવી શકે છે, પરંતુ અઠવાડિયાનો અંત તમારા માટે ઘણી ખુશીઓ લઈને આવશે.

કારકિર્દીની બાબતમાં : જો ભાગીદારીમાં કોઈ વેપાર કરો છો તો તમને ફાયદો મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડિયે તમારું આરોગ્ય ઘણું સારું રહેશે. સવારે વહેલા ઉઠવાની ટેવ પાડો.

ધનુ રાશી : આવક ઓછી અને ખર્ચ વધુ થશે. બેદરકારી ન રાખો. તમારું મન એક જગ્યાએ લગાવીને કામ કરવાની જરૂર છે. આર્થિક સ્થિતિ સારી રાખવા માટે તમે તમારી મહેનત ચાલુ રાખો. કોઈ દુઃખદ સમાચાર મળવાની સંભાવના છે. નવા મિત્ર બની શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સિદ્ધ થઇ શકે છે. કુટુંબ અને વેપારના ક્ષેત્રમાં આ અઠવાડિયું સારું રહેશે. મિત્રોને મળવાથી આનંદ થશે.

પ્રેમની બાબતમાં : તમારા અને તમારા પાર્ટનર વચ્ચે સારો મનમેળ અને સમજણ એક બીજા વચ્ચે પ્રેમ વધારશે.

કારકિર્દીની બાબતમાં : કાર્યક્ષેત્રમાં તમારા વિરોધીઓથી સંભાળીને રહેવાની જરૂર છે.

આરોગ્યની બાબતમાં : માનસિક રીતે તંદુરસ્ત રહેશો તો ધીમે ધીમે તમારી શારીરિક તકલીફો પણ દુર થઇ જશે.

મકર રાશી : આ અઠવાડીએ કુટુંબમાં વૈચારિક મતભેદ ઓછા થવાથી જીવનનો ભરપુર આનંદ ઉઠાવશો. ગુસ્સા ઉપર કાબુ રાખો. તમારા મનમાં નવા નવા વિચાર આવી શકે છે. તમે કામની યોજના તૈયાર કરી શકો છો. પહેલા કરતા આર્થીક સ્થિતિ સદ્ધર બનશે. બિઝનેસની બાબતમાં કોઈ પ્રવાસ કરી શકો છો. કુટુંબ અને વેપારના ક્ષેત્રમાં આ અઠવાડિયું સારી રીતે પસાર થશે, કેમ કે બંને સ્થળો ઉપર જરૂરી બાબતો ઉપર ચર્ચાઓ થશે.

પ્રેમની બાબતમાં : તમારા પાર્ટનરને ક્યાંક ફરવા લઇ જાવ અને તમારા મનની વાત તેની સાથે શેર કરો તેનાથી સંબંધ મજબુત બનશે.

કારકિર્દીની બાબતમાં : તમારી આવકમાં વધારો થવાની પ્રબળ સંભાવના છે. પિતૃક સંપત્તિથી લાભ મળી શકે છે.

આરોગ્યની બાબતમાં : આરોગ્યની બાબતમાં તમે થોડું ધ્યાન રાખો. તળેલી-શેકેલી વસ્તુ ખાવાથી દુર રહેવું જોઈએ.

કુંભ રાશી : આ અઠવાડિયું તમે શાંત રહો, વધુ વિચારશીલ રહો અને પોતાને સમર્થન કરો. જુના મિત્રોને મળવાની તક મળશે અને તેમની સાથે ફરવા પણ જઈ શકો છો. આ સમય વસ્તુઓને ઝડપથી ફેરવવાનો સમય છે. વેપાર મરજી મુજબ ચાલશે. આવક જળવાઈ રહેશે. બીજા ઉપર વિશ્વાસ ન કરો. જોખમ ન ઉઠાવો. તમારી અંદર ઉત્સાહ જળવાઈ રહેશે. ગરીબોમાં ખીર વહેંચો, લાભની તકો પ્રાપ્ત થશે. મિત્રો સાથે વૈચારિક મતભેદ થઇ શકે છે.

પ્રેમની બાબતમાં : પ્રેમ જીવનમાં આનંદ મેળવવા માટે તમારે તમારા પાર્ટનરને સમય આપવો પડશે.

કારકિર્દીની બાબતમાં : તમે જેટલી મહેનત કરશો એટલો જ તમને લાભ થશે. ભાગ્યના સહારે ન રહો.

આરોગ્યની બાબતમાં : આ અઠવાડીયે તમને ઘણા દિવસોથી ચાલી રહેલી બીમારીમાંથી આરામ મળશે.

મીન રાશી : આ અઠવાડિયે કોઈ પણ પગલું ભરતા પહેલા નિષ્ણાંતોની સલાહ જરૂર લેવી. આર્થીક સ્થિતિ પહેલાની અપેક્ષાએ સારી રહેશે. માતા પિતાનો પુરતો સહકાર મળશે, તેથી તમે જીવનમાં આગળ વધવામાં સક્ષમ બનશો. કોઈના વર્તનથી તમને દુઃખ થઇ શકે છે. આ અઠવાડિયે તમને એશ્વર્યના સાધન પ્રાપ્ત થશે. જોખમ અને જામીનના કામ ટાળો. વિરોધીઓ તમારી ઉપર વર્ચસ્વ જમાવી શકે છે. ખર્ચા વધશે પરંતુ તેની ચિંતા ન કરો.

પ્રેમની બાબતમાં : તમારા જીવનસાથીના વર્તનમાં આવેલા પરિવર્તનથી તમે દુઃખી થઇ શકો છો.

કારકિર્દીની બાબતમાં : પ્રોપર્ટીમાં રોકાણ કરવું તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આવક વધુ અને ખર્ચા ઓછા થશે.

આરોગ્યની બાબતમાં : આરોગ્ય પ્રત્યે થોડા સતર્ક રહેવું પડશે. નાની મોટી બીમારીઓને ધ્યાનબહાર ન કરો.

તમે સાપ્તાહિક રાશિફળ 26 ઓક્ટોબરથી 1 નવેમ્બરનું તમામ રાશીઓનું રાશિફળ વાચ્યું. તમને સાપ્તાહિક રાશિફળ 26 ઓક્ટોબરથી 1 નવેમ્બરનું આ રાશિફળ કેવું લાગ્યું? કમેંટ કરીને તમારો અભિપ્રાય જરૂર આપશો અને અમારા દ્વારા જણાવવામાં આવેલા આ રાશિફળ તમારા મિત્રો સાથે પણ જરૂર શેર કરો.

નોંધ : તમારી કુંડળી કે ગ્રહોના આધારે તમારા જીવનમાં ઘટતી રહેતી ઘટનાઓમાં ‘સાપ્તાહિક રાશિફળ 26 ઓક્ટોબરથી 1 નવેમ્બર’ સાથે થોડી ભિન્નતા હોઈ શકે છે. સંપૂર્ણ જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષીને મળી શકો છો.