મહિલાઓ માં ઘણું સામાન્ય છે થાઈરોઈડ ની બીમારી, જાણો શું છે થાઈરોઈડ અને લક્ષણો

દેશનો લગભગ દર ત્રીજો વ્યક્તિ કોઈ ને કોઈ થાઈરોઈડથી પીડિત છે, જે હંમેશા વજન વધવા અને હાર્મોનલ અસંતુલનનું કારણ બને છે. એક અધ્યયન મુજબ મહિલાઓમાં આ બીમારી વધુ સામાન્ય છે. દેશભરમાં થાઈરોઈડ વિકારોના સૌથી પ્રચલિત રૂપ છે. સબ-કલીનીકલ હાઈપરથાયરાયડીઝમ. આ હાઈપરથાયરાયડીઝમનું હળવું રૂપ છે અને તેનું નિદાન અપ્રત્યાશીત રીતે કરવામાં આવે છે. આ દેશના પૂર્વ ભાગમાં વધુ મળે છે. પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં થાઈરોઈડ વિકાર આઠ થી દસ ગણા વધુ હોય છે.

આ વિષે જણાવતા હાર્ટ કેયર ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા (એચસીએફઆઈ) ના અધ્યક્ષ ડૉ. કે,કે. અગ્રવાલે કહ્યું કે થાઈરોઈડ હાર્મોન અંગોના સામાન્ય કામકાજ માટે જરૂરી હોય છે. તેમાં કોઈપણ રીતના અસંતુલનથી જીવનની ગુણવત્તા ઓછી થઇ શકે છે. થાઈરોઈડ વિકાર આનુવાંશિક થઇ શકે છે. તે બે પ્રકારના હોય છે : હાઈપરથાયરાયડીઝમ જે માયક્સેડેમાં કોમા અને મૃત્યુનું કારણ બની શકે છે.

થાઈરોઈડની સમસ્યાઓનું સૌથી સામાન્ય કારણ ઓટો ઈમ્યુન થાઈરોઈડ રોગ (એઆઈટીડી) છે. આ એક વારસાગત એટલે જેનેટીક સ્થિતિ છે, જેમાં પ્રતિરક્ષા પ્રણાલી એંટી બોડી ઉત્પન કરે છે, જે આમ તો થાઈરોઈડ ગ્રંથીઓને વધુ હાર્મોન બનાવવા માટે ઉત્તેજિત કરે છે કે પછી ગ્રંથીઓને નુકશાન પહોચાડે છે. જેથી થાઈરોઈડ ગ્રંથીઓને ઉત્પાદનમાં ખામી આવી શકે છે.

હાઈપરથાયરાયડીઝમના લક્ષણોમાં વજન ઘટવું, ગરમી ન સહન કરવી, ઊંઘ ન આવવી, તરસ લાગવી, વધુ પ્રમાણમાં પરસેવો આવવો, હાથ ધ્રુજવા, સતત મળ ત્યાગની ઈચ્છા થવી, દિલ ઝડપથી ધબકવું, નબળાઈ, ચિંતા અને અનિન્દ્રા રહેલી છે. હાઈપરથાયરાયડીઝમમાં સુસ્તી, થાક, કબજીયાત, ધીમી હ્રદયની ગતી, ઠંડી, સુકી ત્વચા, વાળમાં સુકાપણું, અનિયમિત માસિક ચક્ર અને ઈંફર્ટીલીટીના લક્ષણ જોવા મળે છે.

ડૉ. અગ્રવાલે આગળ જણાવ્યું કે સીટી સ્કેન કે અલ્ટ્રાસાઉન્ડથી ગરદનના નીચેના ભાગમાં સોજા સાથે રહેલા થાઈરોઈડ નોડ્યુલની જાણ થઇ શકે છે. વધતી રહેલી ગરદનથી થાઈરોઈડ કેન્સરની જાણ થઇ શકે છે. સાથે જ કાંઈ પણ ગળવામાં તકલીફ સાથે અવાજમાં ફેરફાર થઇ શકે છે.

હાઈપરથાયરાયડીઝમનો સંબંધ વજન વધવા સાથે છે. આ સ્થિતિ વાળા વ્યક્તિ માટે વજન ઓછું કરવું મુશ્કેલ થઇ શકે છે. સ્વસ્થ વજન જાળવી રાખવા માટે ફાઈબરયુક્ત અને ઓછી ચરબી વાળા ખોરાક લો. આમ તો થાઈરોઈડ વાળા લોકોને થોડી મુશ્કેલી થઇ શકે છે. પરંતુ કોઈ ને કોઈ શારીરિક કામગીરી કરવા માટે પોતાને પ્રેરિત કરો. તણાવથી થાઈરોઈડ વિકારો વધવાની તક મળે છે.

તણાવના સત્રને ઓછું કરવાના પ્રયાસ કરો. યોગ, ધ્યાન અને ડાંસ વગેરે દ્વારા મદદ મળી શકે છે. બીમારીના લક્ષણોને જાણો. સમજવાનો પ્રયાસ કરો કે થાઈરોઈડ કેન્સરના સામાન્ય લક્ષણો શું છે. જો તમને કેન્સરનું જોખમ છે, તો થોડા થોડા વર્ષોમાં નોડ્યુલ જાણવા માટે તમારી જીપી અને ટીએસએચ લેવલનું પરીક્ષણ કરાવો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.