થાઈરોઇડના દર્દી ને ઈલાજ માટે ઘરેલું ઉપચાર ની સાથે આ વાતની જાણકારી હોવી જરૂરી છે

 

થાઈરોઇડ શરીરનો એક મુખ્ય અન્ડોક્રાઈન ગ્લેન્ડ છે, જે ચકલીના આકારનું હોય છે અને ગળામાં સ્થિત હોય છે. તેમાંથી થાઈરોઇડ હોર્મોન નો સ્ત્રાવ થાય છે જે આપના મેટાબલીજમ ની માત્રા ને સંતુલિત કરે છે.

થાઈરોઇડમાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ થાઈરોઇડના દર્દીને ઇલાજના ઘરેલું નુસ્ખાઓ ઉપચાર કરવા સાથે સાથે આ વાતની જાણકારી હોવી જરૂરી છે કે તેને પોતાના આહારમાં શું ખાવું અને શું ન ખાવું જોઈએ.

તે સિવાય થાઈરોઇડના રોગમાં ડાયેટ ચાર્ટ નું પાલન કરવાની સાથે સાથે નિયમિત રીતે કસરત અને યોગ પણ કરવો જોઈએ. થાઈરોઇડ મૂળમાંથી દુર કરવાનો સૌથી પહેલા જરૂરી છે, કે થાઈરોઇડ કન્ટ્રોલ માં રાખવો અને તેને વધવાથી રોકવો

થાઈરોઇડ બે પ્રકારના હોય છે, હાઈપોથાયરાઈડીજ્મ અને હાઈપરથાયરાઉંડીજ્મ

હાઈપોથાયરાઈડીજ્મ માં શરીરમાં વજન વધવા લાગે છે, ભૂખ ઓછી લાગે છે અને સાંધાના દુઃખાવો રહે છે, હાથ પગમાં સોજો આવવા લાગે છે, કબજીયાત થવા લાગે છે અને ઠંડી વધુ લાગે છે/આ સિવાય આળસ ને લીધે કોઈ કામ કરવામાં મન નથી લાગતું. હાઈપરથાયરાઉંડીજ્મ માં વજન ઓછું થવા લાગે છે, વારંવાર ભૂખ લાગવાનો અહેસાસ થાય છે, પરસેવો વધુ આવે છે અને હાથ પગમાં ધ્રુજારી થવા લાગે છે.

શું ખાવું :

એવો ખોરાક જેમાં આયરન અને કોપર વધુ પ્રમાણમાં હોય, તેના સેવનથી થાઈરોઇડની ક્રિયામાં મદદ મળે છે. બદામ, કાજુ અને સુરજમુખી નાં બીજ માં કોપર અને લીલા પાંદડા વળી શકભાજી માં આયરન ખુબ જ પ્રમાણમાં હોય છે. ઓછું વાસી હોય તેવું દહીં નું સેવન થાઈરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક રહે છે.

થાઈરોઇડમાં સૌથી જરૂરી એ છે કે તમારા ભોજનમાં એવા ખાદ્ય પદાર્થોનો ઉપયોગ કરો કે જેમાં આયોડીન નું પ્રમાણ વધુ હોય. આયોડીન થાઈરોઇડની ક્રિયામાં અસર કરે છે.

થાઈરોઇડ કન્ટ્રોલ કરવા માટે મિનરલ્સ અને વિટામીનથી ભરપુર ભોજન લેવાથી પણ ખુબ જ ફાયદો થાય છે. લસણ,ડુંગળી અને મશુર ના વિટામીનનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય છે. ટમેટા,પનીર અને લીલા મરચા થાઈરોઇડ ગ્રંથી માટે ઉપયોગી થાય છે.

આ રોગથી પીડિત વ્યક્તિએ દિવસમાં ૩ થી ૪ લીટર પાણી પીવું જોઈએ. આ ઉપાયથી શરીરમાં જામી ગયેલ કચરો બહાર કાઢવામાં ઉપયોગી થાય છે. થાઈરોઇડ થયો હોય તે વ્યક્તિ અને મહિલાઓ માટે ગાયનું દૂધ પીવું સારો ઉપાય છે.

થાઈરોઇડમાં શું ન ખાવું જોઈએ :

ચોખા,મરચું મસાલા વાળા ભોજન,મેંદો,ઈંડા અને મલાઈ નો વધુ ઉપયોગ ન કરવો,સોયા અને સોયાથી બનેલા નાસ્તા નું સેવન ની પરેજી પાળો, શક્ભાજી માં ફુલાવર,કોબીઝ, અને બ્રોક્લીનું સેવન ન કરવું જોઈએ,ખાંડ ,તળેલા ખાદ્ય પદાર્થો,ફાસ્ટ ફૂડ,કોફી અને ચા ની પરેજી પાળવી.

સિગરેટ,ગુટકા,તમ્બાકુ અને દારૂ થી દુર રહો. થાઈરોઇડના રોગીને સફેદ મીઠાની પરેજી પાળવી જોઈએ. ખાવામાં કાળું મીઠું એટલે કે સિંધાલુ નમક નો ઉપયોગ કરો.

વિડીયો