રોજ આ 6 કામો માટે નહિ કાઢ્યો સમય, તો તૂટી જશે અમીર બનવાનું સપનું

અમીરી કે સફળતા રાતો રાત પ્રાપ્ત નથી થતી. એના માટે પોતાના દૈનિક નિત્યક્રમમાં અમુક કામ જરૂર શામેલ કરવાના હોય છે. જો તમે કંઈ વધારે જ વ્યસ્ત છો તો પણ તમારે એના માટે સમય કાઢવો પડશે, નહિ તો તમારું અમીર બનવાનું સપનું અધૂરું રહી જશે.

દુનિયામાં મોટા મોટા ધનવાનોમાં શામેલ એલન મસ્ક (Elon Musk) અને ઓપરા વિન્ફ્રે (Oprah Winfrey) થી લઈને ગુગલ અને ફેસબુકના સીઈઓ પણ માને છે કે સફળતા એક પ્રક્રિયા છે, જેમાં સમય લાગે છે. સીએનબીસીના એક રિપોર્ટ અનુસાર, અમીર બનવા માટે તમારે રોજ આ 6 કામ કરવા જ પડશે. અને એ 6 કામ વિષે આજે અમે તમને જણાવીશું.

1. વાંચો એવું પુસ્તક, જેનો કરિયર સાથે કોઈ સંબંધ નહિ હોય :

જીવનને કઈંક અલગ રીતે સમજવાની એક રીત છે પુસ્તક વાંચવું. એનાથી પ્રભાવી લીડર બનવા માટે જરૂરી સંવેદના વિકસિત થાય છે. તેમજ તમારી કુશળતા સિવાયની અન્ય જાણકારી મેળવવા માટે તે અત્યંત જરૂરી છે. એ જ કારણ છે કે એલન મસ્ક સાયન્સ ફિક્શનની સાથે જ લોકોની બાયોગ્રાફી પણ વાંચતા હતા. એલન મસ્કે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘હું પુસ્તકો સાથે જ મોટો થયો છું. પુસ્તકો અને પછી મારા માતા પિતાની મારા જીવન પર ખાસ અસર રહી છે.’

2. પરસેવો પાડો અને સાહસી બનો :

અહીં વ્યાયામ અથવા યોગ કરવાની વાત નથી થઇ રહી. પણ પોતાના કમ્ફર્ટ ઝોન માંથી બહાર નીકળી પોતાનું સાહસ દેખાડવાની વાત થઇ રહી છે. નહિ તો તમે પોતાના જીવનમાં વધારે આગળ નહિ જઈ શકો. જો તમે લોકો વચ્ચે બોલવાથી બચો છો અથવા નફરત કરો છો, તો હવે પછીની મિટિંગમાં સૌથી પહેલા પોતાની વાત બધા સામે જણાવો. ભલે એમાં ગભરામણ થાય, પણ પરસેવો નીકળવાની સાથે તે દૂર થઇ જશે. કોઈ પણ રીતે એવું કરો, આગળ બધું સરળ થઈ જશે. ડર અને વિકાસ એક સાથે નથી ચાલી શકતા.

3. કસરત કરો :

અમીર લોકો પર 5 વર્ષ સુધી કરવામાં આવેલા અભ્યાસમાં લેખક ટૉમ કોરલેએ (Tom Corley) જાણ્યું કે કસરત કરવી એક એવું કામ છે જે લગભગ બધા અમીર લોકો કરે છે. એમણે પોતાના બ્લોગમાં લખ્યું છે કે, “કસરતની આદત વાળા લોકો પ્રતિસ્પર્ધામાં બીજા પર ભારે પડે છે.”

એમનો આઈક્યૂ (intelligence quotient), ઈચ્છા શક્તિ (willpower) અને આત્મવિશ્વાસ વધારે હોય છે. સાથે જ એમનામાં બીજાની સરખામણીમાં એનર્જી પણ 20 % વધારે હોય છે. ઓપરા વિનફ્રે, રિચર્ડ બ્રૈનસન સહીત તમામ જાતે બનેલા અબજોપતિઓ (self-made billionaires) રોજ કસરત કરે છે.

4. સમાજને પાછુ આપો :

એવી કલ્પના કે “એકલો હીરો ફક્ત એટલા માટે સફળ થયો, કારણ કે પોતાના બળ પર તેણે પોતાને આગળ વધાર્યો.” એ સંપૂર્ણ રીતે ખોટી છે. હકીકતમાં સફળ લોકો સમાજને પાછું આપવાનું મહત્વ સમજે છે. ખાસ કરીને એ લોકોને જેમને એની જરૂર હોય છે. વર્ષ 2010 માં બિલ ગેટ્સ અને મિલિંડા ગેટ્સ તથા વોરન બફેટે ગિવિંગ પ્લેજ (Giving Pledge) ની શરૂઆત કરી છે. જેમાં અમીરો અને એમના પરિવાર પોતાની અડધી સંપત્તિ ગરીબી નાબૂદ કરવા અને વૈશ્વિક સ્વાસ્થ્ય માટે દાન કરે છે.

5. પોતાની પ્રતિસ્પર્ધાને યાદ કરવા માટે સમય આપો :

પ્રખ્યાત ખેલાડી માઈકલ જોર્ડને એક વાર કહ્યું હતું કે, “ભલે પ્રેક્ટિસ હોય કે મેચ ચાલી રહી હોય, હું હંમેશા જ જીતવા માટે રમું છું. હું મારા રસ્તામાં અને મારી જીતના ઉત્સાહની આગળ આવનાર લોકોને છોડીશ નહિ.” પોતાની સખત મહેનતના દમ પર તે ઈતિહાસના સૌથી મૂલ્યવાન એથલેટિક ખેલાડી બની ગયા હતા.

6. બહાર નીકળો અને વિચારો :

આપણે બધા આપણા ફોન પર લાંબો સમય પસાર કરીએ છીએ, પણ આપણે એના પર વાત નથી કરતા. અને કેટલાય લોકો એના પર રોક લગાવવામાં નિષ્ફળ રહ્યા છે. તો પછી ફોનને છોડો, બહાર નીકળો, ક્યાંક આંટો મારો અને વિચારો.

અમેરિકન સાઇકોલોજી એસોસિએશને પોતાની સ્ટડીમાં મેળવ્યું કે બહાર ફરવાથી સર્જનાત્મકતા વધી શકે છે, અને સમસ્યાઓ ઉકેલવાની કુશળતામાં સુધારો આવે છે. એક રિસર્ચરે લખ્યું છે કે, “જયારે કામ દરમ્યાન કોઈ નવો આઈડિયા આવે છે, તો એનો કાર્યક્ષેત્રને પણ ફાયદો મળવો જોઈએ.”

માર્ક ઝુકરબર્ગ, રિચર્ડ બ્રૈનસન અને ગુગલ અને લિંકડઈનના સીઈઓ ઉભા થઈને મીટીંગ કરવાનું પસંદ કરે છે, જેથી નવા બ્રેઈનસ્ટોર્મીંગ કોન્સેપ્ટને આગળ વધારવામાં મદદ મળે છે.