જો તમારો ફોન પણ થઇ જાય છે ઓવરહીટ, તો આજમાવો આ 5 ટિપ્સ

શું તમારો સ્માર્ટ ફોન થોડો વધુ સમય સુધી ઉપયોગ કરવાથી ગરમ થઇ જાય છે? કે પછી તમને એવું લાગે છે કે ચાર્જ કરતી વખતે તમારો ફોન ગરમ થવા લાગે છે. તો શું એ કોઈ ખતરાની નિશાની છે? તો એનો જવાબ છે હા. જો ફોન ઘણો ગરમ થાય છે, તો તે ગંભીર મુશ્કેલીનું કારણ પણ બની શકે છે. તેનાથી તમારા મોંઘા સ્માર્ટફોનનું સેન્ટ્રલ પોસેસિંગ યુનિટ ખરાબ થઇ શકે છે, બેટરી વારંવાર ડીસ્ચાર્જ થઇ શકે છે કે, પછી તમારો ફોન અચાનક સ્વીચ ઓફ પણ થઇ શકે છે.

તમારો ફોન વધુ ગરમ થવાના ઘણા કારણો હોઈ શકે છે. જીપીએસ અને બ્લ્યુટુથ સ્પીકરનું વધુ સમય સુધી ચાલુ રહી જવું, કે પછી હેન્ડસેટ ઉપર વધુ સમય સુધી ગેમ રમવાથી પણ ફોન ગરમ થઇ જાય છે. તો એવામાં આજે અમે તમને જણાવીશું, કે તમારે ફોનના વધુ ગરમ થવાથી બચવા માટે શું કરવું જોઈએ? નીચે જણાવેલી પાંચ ટીપ્સને અજમાવીને તમે તમારા ફોનને વધુ ગરમ થવાથી બચાવી શકો છો.

ટીપ્સ નંબર ૧ :

પહેલા તો તમારા ફોન માંથી તે મોબાઈલ એપ્સને રીમુવ કે ડિસેબલ કરી દો, જેનો તમે ઉપયોગ જ નથી કરતા. ઘણા બધા લોકો એવું કરે છે કે, સ્માર્ટફોનમાં બિનજરૂરી રીતે જ ઘણી બધી મોબાઈલ એપ્સને ડાઉનલોડ કરીને રાખે છે. પછી તેનો ઉપયોગ કરીએ કે ન કરીએ, તે બ્રેકગ્રાઉન્ડમાં રન થતી રહે છે અને ફોનની બેટરી ઉપર પ્રેશર પડે છે. જેથી ફોન જલ્દી ગરમ થઇ જાય છે.

ટીપ્સ નંબર ૨ :

હંમેશા એવું બને છે કે, આપણે ફોનનો ઉપયોગ કરતી વખતે ઈન્ટરનેટ ચલાવવા માટે વાઈ-ફાઈને ઓન કરી દઈએ છીએ. પરંતુ કામ પૂરું થાય તો પણ ઘણીવાર ફોનના વાઈ-ફાઈને બંધ કરવાનું ભૂલી જઈએ છીએ. તેનાથી ફોનના બ્રેકગ્રાઉન્ડમાં ઘણી મોબાઈલ એપ્સ વાઈ-ફાઈને આધારે ચાલે છે, અને વધુ સમય સુધી એવું રહેવાથી ફોન ગરમ થઇ જાય છે. ફોન વધુ ગરમ ન થાય, તેના માટે જરૂરી છે કે તમે કામ પૂરું થતા જ તમારા સ્માર્ટફોનના વાઈ-ફાઈને બંધ કરી દો.

ટીપ્સ નંબર ૩ :

એક વાતનું હંમેશા ધ્યાન રાખો કે, તમારા સ્માર્ટફોન ઉપર સૂર્યનો સીધો પ્રકાશ વધુ સમય સુધી ન પડવા દો. કારણ કે સૂર્ય પ્રકાશમાં વધુ સમય સુધી રહેવાથી પણ ફોન વધુ ગરમ થઇ શકે છે. અને ફોન વધુ ગરમ થવાથી તમારા સ્માર્ટફોનની ચીપ સેટ માટે પણ તે ઘણું ખતરનાક સાબિત થઇ શકે છે.

ટીપ્સ નંબર ૪ :

સ્માર્ટફોનમાં સ્ક્રીનની બ્રાઈટનેસને કંટ્રોલ કરવા માટે ઓપ્શન આપવામાં આવેલું હોય છે. તમારા ફોનની સ્ક્રીનને જેટલી શક્ય હોય એટલી ઓછી બ્રાઈટ રાખો, તેનાથી બેટરી ગરમ પણ નહિ થાય અને વધુ સમય સુધી ચાલશે. સ્ક્રીનને વધુ બ્રાઈટ રાખવાથી બેટરી ઉપર પ્રેશર પડે છે અને તે જલ્દી ડ્રેન થઇ જાય છે.

ટીપ્સ નંબર ૫ :

જો તમારો ફોન વધુ ગરમ થઇ રહ્યો છે, તો સૌથી પહેલા તેનું બેકકેસ ઉતારી દો. તેનાથી થશે એ કે બેટરી અને પ્રોસેસિંગ યુનિટ, જે ઘણું વધુ ગરમ થશે, તે ખુલ્લી હવામાં ધીમે ધીમે થોડું ઠંડુ થઇ જશે. માત્ર બેક પેનલને દુર કરવાથી તમારો ફોન પણ કામ કરવાનું બંધ નહિ કરે. તે ઉપરાંત જયારે તમારે ફોનનો ઉપયોગ ન કરવો હોય તેને સ્વીચ ઓફ કરી દો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.