80 દિવસો પછી તિરુપતિનું ભગવાન બાલાજી મંદિર દર્શન માટે 11 જૂનથી ખુલશે, આ નિયમો રહેશે.

તિરૂપતિ બાલાજી મંદિર 80 દિવસ પછી 11 જૂને દર્શન માટે ખુલશે, ભક્તોને મળશે દર્શનનો લ્હાવો, આ પાળવા પડશે નિયમો.

તિરુમાલા પર્વત પર આવેલું ભગવાન વેંકટેશ્વરનું મંદિર શ્રદ્ધાળુઓ માટે 11 જૂનથી ખોલવામાં આવશે, પણ દરરોજ શ્રદ્ધાળુઓની સંખ્યા માર્યાદિત રહેશે. કોરોના વાયરસ મહામારીને કારણે 80 દિવસથી વધારે સમય સુધી અહીં દર્શન બંધ રાખવામાં આવ્યા હતા.

પ્રાચીન તીર્થસ્થળની દેખરેખ કરવાવાળા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમે શુક્રવારે જણાવ્યું કે, રોજ ફક્ત 6000 શ્રદ્ધાળુઓને જ પ્રવેશની પરવાનગી આપવામાં આવશે, અને કોવિડ-19 સામે સતર્કતાનું પાલન કરવામાં આવશે. દર્શન દરમિયાન એક બીજાથી છ ફૂટના અંતરનું પાલન અને માસ્ક પહેરવાના નિયમનું કડકાઈથી પાલન કરવામાં આવશે.

20 માર્ચથી બંધ છે મંદિર :

તિરુમાલામાં ટીટીડીના ચેયરમેન વાઈબી સુબ્બા રેડ્ડી, કાર્યકારી અધિકારી અનિલ કુમાર સિંઘલ અને અધિક કાર્યકારી અધિકારી એવી ધર્મા રેડ્ડીએ સંયુક્ત પ્રેસ કોન્ફરંસમાં કહ્યું કે, 20 માર્ચથી મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ 11 જૂને હટાવી દેવામાં આવશે. રોજ 13 કલાક માટે દર કલાકે 500 થી ઓછા શ્રદ્ધાળુઓને પરવાનગી આપવામાં આવશે. 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો અને 65 વર્ષથી વધારે ઉંમરના વૃદ્ધને તીર્થસ્થળ પર પરવાનગી નહિ આપવામાં આવે.

શ્રદ્ધાળુઓને મંદિરમાં પ્રવેશની પરવાનગી આપતા પહેલા ટીટીડી સભ્ય તેમની ટ્રાવેલ હિસ્ટ્રી જોશે અને કોવિડ-19 ની તપાસ કરશે. તાવ જેવા લક્ષણ મળી આવવા પર તરત જ કોરેન્ટાઇનમાં મોકલી દેવામાં આવશે. દર્શનની ટિકિટ 8 જૂનથી ઓનલાઇન ઉપલબ્ધ થશે, જેની કિંમત 300 રૂપિયા રહેશે. બાકીનો 3000 નો ક્વોટા મફત દર્શન માટે હશે, જેના માટે શ્રદ્ધાળુઓએ સમય ફાળવણી માટે પોતાને રજીસ્ટર કરાવવા પડશે.

ગૃહ મંત્રાલયે આપી છે ધર્મસ્થળોને ખોલવાની પરવાનગી :

ગૃહ મંત્રાલયે કંટેનમેંટ ઝોનને છોડીને દેશના બાકી ભાગોમાં 8 જૂનથી ધર્મસ્થળોને ખોલવાની પરવાનગી આપી છે. અનલોક-1 અંતર્ગત 8 જૂનથી આ જગ્યાઓને ખોલવાની સરકારે પરવાનગી આપી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે ધર્મસ્થળો પર કામકાજને લઈને ગાઈડલાઈન જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ગર્ભવતી મહિલાઓ, 65 વર્ષની ઉપરના લોકો અને એવા લોકો જેમને પહેલાથી ગંભીર બીમારી છે, તે આવી જગ્યાઓ પર જવાથી બચે.

ધર્મસ્થળો પર પ્રસાદ જેવી ભેંટ નહિ ચડાવવામાં આવે :

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં કહેવામાં આવ્યું છે કે, શ્રદ્ધાળુઓએ ધર્મસ્થળ પર સાર્વજનિક આસનોનો ઉપયોગ કરવાને બદલે પોતાનું આસન અથવા ચટાઈ લાવવી પડશે, અને તેને પોતાની સાથે જ પાછી લઇ જવી પડશે. ધર્મસ્થળો પર પ્રસાદ જેવી ભેટ નહિ ચડાવવામાં આવે અને ન તો પવિત્ર જળનો છંટકાવ અથવા વિતરણ કરવામાં આવે. સામુદાયિક રસોઈ, ભંડારા અને અન્ન દાન વગેરેની તૈયારી અને ભોજનના વિતરણમાં સોશિયલ ડિસ્ટેંસિંગના માપદંડનું પાલન કરવામાં આવશે.

ધર્મ સ્થળોમાં હેંડ સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રીનિંગ જરૂરી :

ગાઇડલાઇન અનુસાર, દરેક ધર્મસ્થળ પ્રવેશ દ્વાર પર જરૂરી રૂપથી હેંડ સેનિટાઇઝર અને થર્મલ સ્ક્રીનિંગ સુનિશ્ચિત કરશે. તેના સિવાય અહીં ફક્ત લક્ષણ વગરના માસ્ક લગાવેલા શ્રદ્ધાળુઓને જ પ્રવેશની પરવાનગી આપવામાં આવશે. શ્રદ્ધાળુઓને સાબુથી હાથ-પગ ધોઈને પરિસરમાં જવા માટે કહેવામાં આવ્યું છે. ધર્મસ્થળ પર મૂર્તિઓ અને ધાર્મિક પુસ્તકોને સ્પર્શ કરવાની પરવાનગી નથી. કોવિડ-19 ની સાવચેતીના ઉપાયો વિષે ઓડિયો-વિડીયો દ્વારા જાગૃતિ પણ ફેલાવવામાં આવશે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.