મોટા ચલણથી બચવા માટે આ વ્યક્તિએ અજમાવી એવી ટ્રીક કે પોલીસ પણ કરવા લાગી વાહ વાહ

જ્યારથી નવા ટ્રાફિક નિયમ લાગુ થયા છે, ત્યારથી લોકો પણ ટ્રાફિક નિયમોને લઈને ઘણા જાગૃત બની ગયા છે. પહેલા લોકો થોડા બેદરકાર રહેતા હતા, અને ચલણ પણ આટલું ભારે પડતું ન હતું. આમ તો હવે તેમને બીક છે કે, ક્યાંક તેમનું પણ હજારોમાં ચલણ ન કપાઈ જાય. કારણ કે છેલ્લા થોડા અઠવાડિયામાં લોકોના ૧૦ હજારથી લઈને ૬૦ હજાર રૂપિયા સુધીના ચલણ કપાઈ ચુક્યા છે. હેલમેટ ન પહેરવાથી લઈને ગાડીના કાગળો ન હોવા સુધી આ કાંઈક એવી બાબત છે, જેની ઉપર સૌથી વધુ ચલણ કપાય છે.

તેવામાં આ ચલણ રૂપી આફતથી બચવા માટે એક વ્યક્તિએ ઘણી જ અલગ રીત શોધી કાઢી છે. વાત એમ છે કે, તેમની આ નવી ટ્રીકની પ્રશંસા પોલીસ પણ કરી રહી છે. જી હાં, હાલના દિવસોમાં ઈન્ટરનેટ ઉપર એક બાઈક ચાલકનો ફોટો ઘણી ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ બાઈક ચાલકનું નામ રામ શાહ છે. રામ ગુજરાતના વડોદરાનો રહેવાસી છે. રામ હાલમાં વધેલા ચલણના દરોથી સારી રીતે માહિતગાર છે. તે નથી ઇચ્છતા કે પોલીસ ક્યારે પણ તેને અટકાવી હજારોનાં ચલણ કાપી દે. તેનાથી બચવા માટે તેમણે એક ઘણો મોટો ક્રિએટીવ ઉપાય શોધી લીધો છે.

ખાસ કરીને રામે ગાડીની આરસી બુક, વિમાની સ્લીપ અને ડ્રાઈવિંગ લાયસન્સ સહીત તમામ જરૂરી દસ્તાવેજની કોપી પોતાના હેલમેટ ઉપર જ ચોંટાડી રાખ્યા છે. એ રીતે જયારે પણ કોઈ પોલીસ વાળા તેને અટકાવે છે, તો તેને હેલમેટ ઉપર જ ગાડીના બધા કાગળો જોવા મળે છે. તેનાથી પોલીસ અને ચાલક રામ બંનેનો જ સમય બચી જાય છે.

રસપ્રદ વાત એ છે કે, ટ્રાફિક પોલીસને પણ રામનો આ આઈડીયા ઘણો પસંદ આવ્યો. તે તેને જોઇને ખુશ થઇ ગઈ. રામ જણાવે છે કે, આ આઈડિયા અપનાવ્યા પછી તેને હજુ દંડ ભરવાની જરૂર જ નથી પડી. લોકો હંમેશા પોતાની ગાડીના કાગળો ઘરે ભૂલી જાય છે. તેને કારણે જ તેમણે ચલણ ભરવા પડે છે. તેવામાં હેલમેટ ઉપર આ કાગળો ચોટાડવા એક ઉત્તમ આઈડિયા છે.

આ રીતે તમે જયારે પણ ઘરેથી બહાર નીકળો, તો તમારે બસ તમારું હેલમેટ યાદ કરીને લેવાનું રહે છે. તમે હેલમેટ ન ભૂલી જાવ તેના માટે પણ તમે એક લોક લઈને તેને ગાડી સાથે હંમેશા બાંધીને રાખી શકો છો. આવી રીતે થોડી બીજી નાની સાવચેતીઓ રાખવાથી તમે પોતે હજારો રૂપિયાના મોટા ચલણથી બચી શકો છો.

જણાવી દઈએ કે, નવા મોટર વ્હીકલ નિયમ ૧ સપ્ટેમ્બરથી લાગુ થઇ ગયા છે. આ નવા નિયમ હેઠળ ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કરવા ઉપર થતા દંડની રકમ કેટલાય ગણી વધારી દીધી છે. આ નિયમથી જ્યાં અમુક લોકો સહમત છે, તો ઘણા લોકોએ નારાજગી વ્યક્તિ કરી છે. છેલ્લા થોડા અઠવાડિયામાં પોલીસ વાહન ચાલકોના ધડાધડ ચલણ કાપતી જોવા મળી છે. આ ચલણ ૬૦ થી ૮૦ હજાર રૂપિયા સુધી પણ જતા રહે છે. નવાઈની વાત એ છે કે, માત્ર સામાન્ય માણસ જ નહિ પરંતુ પોલીસ અધિકારીઓએ નિયમનું પાલન ન કરવા ઉપર તેમની ઉપર પણ ચલણ કપાઈ રહ્યા છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.