તો એટલા માટે ભગવાન જગન્નાથ 15 દિવસ માટે રોગ ગ્રહણ કરે છે, ભક્ત વત્સલ છે ભગવાન.

શું ક્યારેય ભગવાન પણ બીમાર પડે છે? શું તેમને પણ કોઈ વૈદ કે રાબની જરૂર હોય છે. તમે કહેશો નહિ, પણ લીલાધર અને એમના ભક્ત તેમની લીલાઓની યાદમાં ઘણી એવી પરંપરાઓ બનાવી દે છે, જે ભક્ત અને ભગવાનના સંબંધને સમર્પણ ભાવ રજુ કરે છે. એવી જ એક પરંપરા છે, દર વર્ષે જગન્નાથજીનું બીમાર પડી જવું. આવો જાણીએ તેની પાછળની કથા.

ઉડીસા રાજ્યમાં જગન્નાથ પૂરી મંદિર પાસે એક ભક્ત રહેતા હતા. તેનું નામ હતું શ્રી માધવ દાસ. તે સંસારથી વિમુક્ત થઇને જગન્નાથ પ્રભુને જ પોતાનું સર્વસ્વ સમજવા લાગ્યા હતા. એકલા બેઠા બેઠા ભજન કર્યા કરતા હતા, દરરોજ શ્રી જગન્નાથ પ્રભુના દર્શન કરતા હતા અને તેને તે પોતાના મિત્ર માનતા હતા, પ્રભુ સાથે રમતા હતા.

પ્રભુ તેમની સાથે અનેક લીલાઓ કરતા હતા.

એક વખત માધવ દાસજીને અતીસાર (ઝાડા-ઉલટી) નો રોગ થઇ ગયો. તે એટલા દુબળા થઇ ગયા કે ઉઠી કે બેસી શકતા ન હતા, પણ જ્યાં સુધી તેમનાથી થયું ત્યાં સુધી પોતાનું કાર્ય જાતે જ કરતા હતા અને સેવા કોઈ પાસેથી લેતા પણ ન હતા. કોઈ કહે ‘મહારાજજી અમે કરી આપીએ તમારી સેવા’ તો કહેતા ‘મારા તો એક જગન્નાથ જ છે, તે મારું રક્ષણ કરશે.’ એવી સ્થિતિમાં જયારે તેમનો રોગ વધી ગયો, તો ઉઠવા બેસવામાં પણ અસમર્થ થઇ ગયા.

જગન્નાથજી બન્યા પોતાના ભક્તના સેવક :-

ત્યારે શ્રી જગન્નાથજી સ્વયં સેવક બનીને તેમના ઘેર પહોચ્યા અને માધવદસજીની સેવામાં લાગી ગયા. જેવા તે ભક્ત આખો દિવસ જગન્નાથજીની ભક્તિમાં ખોવાયેલા રહેતા હતા, તેવી રીતે ભગવાન જગન્નાથ પણ પોતાના ભક્તની સેવામાં ડૂબી ગયા. મળ મૂત્રની સફાઈ કરાવવાથી લઇને ખાવા પીવા સુધીનું બધું જ પ્રભુ કરવા લાગ્યા.

માધવદાસજીએ ઓળખ્યા પ્રભુને :-

એક દિવસ ભક્ત માધવદાસે પોતાના ઇષ્ટ દેવને ઓળખી લીધા અને પૂછવા લાગ્યા, પ્રભુ તમે તો ત્રિભોવનના સ્વામી છો, માલિક છો, તમે મારી સેવા કરી રહ્યા છો? તમે ધારો તો આ રોગને પણ તો દુર કરી શકતા હતા, રોગ દુર કરી દો તો આ બધું કરવું ન પડત.

ઠાકુરજી કહે છે જુવો માધવ, મારાથી ભક્તોનું દુ:ખ સહન નથી થતું, એ કારણે તારી સેવા મેં સ્વયં કરી. જે પ્રારબ્ધ હોય છે, તેને તો ભોગવવું જ પડે છે. જો તેને કાપશો તો આ જન્મમાં નહિ તો બીજા જન્મમાં તેને ભોગવવા માટે ફરી તમારે બીજો જન્મ લેવો પડશે અને હું નથી ઈચ્છતો કે મારા ભક્તને થોડા એવા પ્રારબ્ધને કારણે બીજો જન્મ ફરી લેવો પડે. એટલા માટે મેં તારી સેવા કરી પરંતુ તેમ છતાં પણ તું કહી રહ્યો છે, તો ભક્તની વાત નથી ટાળી શકતો.

ભક્તની બીમારીને ૧૫ દિવસ પોતાના નામે કરી લીધી જગન્નાથ :-

માધવદસજીની બીમારીના ૧૫ દિવસ થોડા બચ્યા હતા, જેને પ્રભુએ પોતાના નામે કરી લીધી. માધવદાસજી સ્વસ્થ થઇ ગયા અને પછી શરુ થયી જગન્નાથ પ્રભુના ૧૫ દિવસની બીમારી.

૧૫ દિવસ માટે મંદિર બંધ, બીમાર જગન્નાથનો થાય છે ઈલાજ :-

તે તો થઇ ગઈ ત્યારની વાત પણ ભક્ત વત્સલતા જુવો આજે પણ વર્ષમાં એક વખત જગન્નાથ ભગવાનને સ્નાન કરાવા જાય છે (જેને સ્નાન યાત્રા કહે છે) સ્નાન યાત્રા કર્યા પછી દર વર્ષે ૧૫ દિવસ માટે જગન્નાથ આજે પણ બીમાર પડે છે. ૧૫ દિવસ માટે મંદિર બંધ કરી દેવામાં આવે છે, ક્યારે પણ જગન્નાથ ભગવાનની રસોઈ બંધ થતી નથી પણ આ ૧૫ દિવસો માટે રસોઈ બંધ કરી દેવામાં આવે છે.

જગન્નાથ ભગવાનને રાબનો ભોગ :-

૧૫ દિવસ જગન્નાથ ભગવાનને રાબનો ભોગ ચડાવવામાં આવે છે. તે દરમિયાન ભગવાનને આયુર્વેદિક રાબનો ભોગ ચડાવવામાં આવે છે. જગન્નાથ ધામ મંદિરમાં તો ભગવાનની બીમારીની તપાસ કરવા માટે દરરોજ વૈદ પણ આવે છે.

રાબ ઉપરાંત ફળોનો રસ પણ આપવામાં આવે છે. તે રોજ ઠંડા લેપ પણ લગાવવામાં આવે છે. બીમારી દરમિયાન તેને ફળોનો રસ, છેનાનો ભોગ ચડાવવામાં આવે છે અને રાત્રે સુતા પહેલા મીઠું દૂધ અર્પણ કરવામાં આવે છે.

ભગવાન જગન્નાથ બીમાર થઇ ગયા છે અને હવે ૧૫ દિવસ સુધી આરામ કરશે. આરામ માટે ૧૫ દિવસ સુધી મંદિરો પણ બંધ કરી દેવામાં આવે છે અને તેમની સેવા કરવામાં આવે છે. જેથી તે જલ્દી ઠીક થઇ જાય. જે દિવસે તે પૂરી રીતે ઠીક થઇ જાય છે, તે દિવસે જગન્નાથ યાત્રા નીકળે છે, જેના દર્શન માટે અસંખ્ય ભક્તો ઉમટે છે.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.