તો શું ક્રિકેટર બનશે સાનિયા મિર્જાનો દીકરો ઈજહાન? બોલ રમતા સામે આવ્યા ફોટા.

સાનિયા મિર્જાએ પોતાના દીકરાનો બોલ રમતા ફોટો શેયર કર્યો, તો તેમને ફેન્સ કહેવા લાગ્યા મોટો થઈને બનશે ક્રિકેટર

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ તાજેતરમાં જ પુત્ર ઇઝહાન (ઇઝહાન મિર્ઝા મલિક) નો દડાથી રમતો ફોટો શેર કર્યો છે. ફોટામાં ઇઝહાન ખૂબ જ સુંદર લાગે છે. ચાલો જોઈએ.

ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાના નાના રાજકુમાર ઇઝહાન મિર્ઝા મલિકના ફોટા સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વાયરલ થતા રહે છે. 30 ઓક્ટોબર 2018 ના રોજ સાનિયા મિર્ઝા અને શોએબ મલિકમાં ઘેર જન્મેલા, ઈઝહાન એક સુંદર સ્ટાર કીડ માંથી એક છે. જન્મ પછી જ સાનિયા અને શોએબ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ દ્વારા તેમના ચાહકો વચ્ચે ઇઝહાનના ફોટા અવારનવાર શેર કરતા રહે છે. ઈઝહાનના ફોટા આવતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર છવાઈ જાય છે.

તાજેતરમાં જ સાનિયાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર પુત્ર ઇઝહાનનો એક ક્યૂટ ફોટો શેર કર્યો છે. ફોટામાં ઇઝહાન દડાથી રમતો જોવા મળી રહ્યો છે. આ તસવીરમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે.

ખાસ કરીને 7 ઓગસ્ટ 2020 ના રોજ, સાનિયા મિર્ઝાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર પુત્ર ઇઝહાન મિર્ઝા મલિકની એક સુંદર તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં વાદળી રંગનું ટી-શર્ટ, બ્લેક શોર્ટ્સ અને એક ટોપીમાં ઇઝહાન ક્યૂટ લાગી રહ્યો છે.

સાનિયાએ ઇઝહાનના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર કેપ્શન સાથે આ તસ્વીર શેર કરતા લખ્યું છે, “સપના દેખના ઓર પીછા કરના” બંને ફોટામાં, ઇઝહાન તેના પ્લે મોડ ઉપર સ્વિચ કરતા ખુશ જોવા મળી રહ્યો છે અને દડા સાથે રમતો જોવા મળી રહ્યો છે. આ ફોટાના આગમનથી ચાહકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે, સાનિયાનો દીકરો મોટો થઈને ક્રિકેટર બનશે? આમ તો પુત્ર અંગે માતા-પિતા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ચાહકોને આ તસ્વીર ખૂબ પસંદ આવી રહી છે. આવું પહેલીવાર નથી બન્યું જ્યારે ઇઝહાનની તસ્વીરોએ લોકોનું દિલ જીત્યું હોય. આ પહેલા પણ આવી અનેક તસવીરો સામે આવી ચુકી છે. આ પહેલા સાનિયાએ બકરીઇદ પ્રસંગે પુત્ર સાથે તેનો ફોટો શેર કર્યો હતો, જેમાં બંને ખૂબ જ સુંદર જોવા મળી રહ્યા હતા.

કેટલા બાળકો ઈચ્છે છે સાનિયા?

થોડા દિવસો પહેલા સાનિયા મિર્ઝાએ તેના પતિ અને પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ઇન્સ્ટાગ્રામ ઉપર લાઇવ ચેટ કરી હતી. આ લાઇવ ચેટ દરમિયાન શોએબે સાનિયાને પૂછ્યું કે શું તે એક અથવા તેનાથી વધુ બાળકો ઈચ્છે છે, તો સાનિયાએ જવાબ આપ્યો હતો, “બે હોઈ શકે છે. ભલે તમે એક જ પસંદ કરતા હો.” પણ તેની ઉપર શોએબે કહ્યું, “5, 6, 7, 8, 9, 10 કેમ નહીં?” સાનિયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું, “ક્રિકેટ ટીમ નથી બનાવવી, બીજા પણ કામ છે.”

આ લાઇવ સેશનમાં શોએબે સાનિયાને પૂછ્યું કે ટોમ ક્રૂઝ અને અક્ષય માંથી કોની સાથે તમે લગ્ન કરવા માગશો, આ પ્રશ્નના જવાબમાં સાનિયાએ અક્ષય કુમારનું નામ આપ્યું. સાનિયા મિર્ઝાને શોએબે તેના પ્રિય અભિનેતા વિશે પૂછ્યું ત્યારે સાનિયાએ કહ્યું હતું કે, તેને સલમાન ખાન વધુ પસંદ છે. આ સિવાય મલિકે કહ્યું કે તેની અને તેની સાળી એટલે કે અનમ મિર્ઝાને પણ શાહરૂખ ખાન પસંદ છે.

આમ તો નાના ઇઝહાનની તસવીરો સોશિયલ મીડિયા ઉપર હંમેશાં વાયરલ થતી રહે છે, જેને ચાહકો ખૂબ પસંદ કરે છે. તો તમને આ ઇઝહાન મિર્ઝા મલિકના ફોટા કેવા લાગ્યા? અમને ટિપ્પણી કરીને, તેમજ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર જણાવો.

આ માહિતી બોલિવૂડ શાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.