ક્યારેક રસ્તા પર લિટ્ટી-ચોખા વેચીને કર્યું હતું ગુજરાન, પણ આજે કરોડોનો માલિક છે આ ભોજપુરી સુપરસ્ટાર.

આ ભોજપુરી સુપરસ્ટાર એક સમયે રસ્તા પર લિટ્ટી-ચોખા વેચીને ગુજરાન કરતો હતો, આજે બન્યો કરોડોનો માલિક

ઘણી વાર આપણે બધા બોલિવૂડ સ્ટાર્સની ફિલ્મો અને તેમની સફળતા વિશે વાત કરીએ છીએ, પરંતુ ભોજપુરી સિનેમાની લોકપ્રિયતા પણ ઓછી નથી. ભોજપુરી સિનેમાના ઘણા સુપરસ્ટાર છે, જેમને આખા દેશના લોકો પસંદ કરે છે અને તેમની ફિલ્મો જુવે કે ન જુવે પરંતુ તેમના ગીતો ઉપર નૃત્ય કરતા જરૂર જોવા મળે છે.

તેમાંથી એક છે ખેસારી લાલ યાદવ જે એક ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર છે જેમણે કારકીર્દિની શરૂઆત ગાયક તરીકે કરી હતી પરંતુ હવે તે એક અભિનેતા અને નિર્માતા પણ છે. ખેસારી લાલ યાદવ એક સમયે લિટ્ટી-ચોખાની લારી ફેરવતા હતા પરંતુ આજે તેમની પાસે કરોડોની સંપત્તિ છે અને તે કેવી રીતે થયું ચાલો જણાવીએ કે આ રીતે ખેસારી લાલ કરોડપતિ બન્યા.

ભોજપુરી સિનેમાના સુપરસ્ટાર અને ગાયક ખેસારી લાલ યાદવને આજે કોઈ પરિચયની જરૂર નથી. 6 માર્ચ 1986 ના રોજ બિહારમાં જન્મેલા ખેસારી લાલ યાદવે તાજેતરમાં જ તેમનો 34 મો જન્મદિવસ ઉજવ્યો હતો અને આ દરમિયાન તેઓ તેમના પરિવાર સાથે આ ખાસ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

ખેસારી લાલે આજે જે સ્થાન પ્રાપ્ત કર્યું છે, તે પ્રાપ્ત કરવા માટે તેમણે ખૂબ જ સંઘર્ષ કર્યો છે અને ઘણી મહેનત બાદ તેને તેનું ફળ મળ્યું. ખેસારી લાલના સંઘર્ષનો અનુમાન તમે આવી રીતે લગાવી શકો છો કે તેમણે દૂધ વિતરણથી માંડીને લીટી-ચોખાની લારી ચલાવવા સુધીના તમામ નાના મોટા કામ કર્યા છે, જેને તેઓ ભાગ્યે જ ભૂલી શકે.

ખેસારી લાલની વિશેષતા એ છે કે તે આ તમામ કામ કરવા ઉપરાંત, સાથે જ ઘણા જાગરણમાં ગીત ગાવા અને નૃત્ય કરવા જતા પણ જતા હતા જેનાથી તેમને આવક થઇ જતી હતી. પણ અભિનયનો કીડો બાળપણથી જ તેની અંદર હતો અને તે વાત પોતે ખેસારી લાલે જણાવી. બિહારના સિવાન જિલ્લામાં જન્મેલા, ખેસારીએ ગાયક તરીકે પોતાની ઓળખ બનાવી અને તાજેતરમાં જ બિગ બોસના ઘરમાં પણ જોવા મળ્યા, પરંતુ થોડા સમય પછી તે જાતે બહાર ગયો હતો.

ખેસારી લાલે તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 2012 માં આવેલી ફિલ્મ સાજન ચલે સસુરાલથી કરી હતી. આ ફિલ્મ માટે ખેસારી લાલને ફક્ત 11,000 રૂપિયા મળ્યા હતા પરંતુ આજની તારીખમાં તે ભોજપુરી સિનેમાના ઉચ્ચ કમાણી કરનારા અભિનેતાઓમાંના એક છે.

ખેસારી લાલે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે અભિનય અને સિંગિંગ કરતા પહેલા દિલ્હીમાં લિટ્ટી-ચોખાની લારી લગાવતો હતો અને તેની પત્ની તેને મદદ કરતી હતી. તેની પત્નીનું નામ ચંદા છે અને ખેસરી તેને ખૂબ જ ચાહે છે કારણ કે ખરાબ દિવસોમાં તેની પત્નીએ તેમનો ઘણો સાથ આપ્યો હતો.

તેના વિષે તે ઘણી વખત જાહેર મંચ ઉપર જણાવી ચુક્યા છે કે જો તેની પત્ની ન હોત, તો તે અહીં ન હોત અને તેણી તેને ખૂબ પ્રેમ કરે છે. ખેસારી લાલને બે બાળકો પણ છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન, ખેસારી લાલે જણાવ્યું હતું કે જ્યારે તે લગ્ન કરવાનો હતો ત્યારે તેની પાસે પૈસા ન હતા અને તેના માટે તેના સસરાએ તેની ભેંસ વેચી દીધી હતી. જો કે, ચંદા સાથે લગ્ન કર્યા પછી, ખેસારી લાલનું ભાગ્ય પલટાઈ ગયું હતું અને આજે ખેસારી પાસે બધું જ છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.