પુરુષોત્તમ માસમાં પોતાની શક્તિ અનુસાર કરો આ વસ્તુનું દાન, તમારા આખા પરિવારને મળશે તેનું પુણ્ય

પુરુષોત્તમ માસમાં દાન-પુણ્ય કરવાની છે પરંપરા, આ વસ્તુનું દાન કરવાથી મળે છે પુણ્ય એનાથી જરૂરિયાતમંદ લોકો ને મળશે મદદ

હમણાં અધિક માસ ચાલી રહ્યો છે, આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. આને પુરુસોત્તમ માસ અને મલ માસ પણ કહેવામાં આવે છે. આ મહિનામાં જરૂરિયાતમંદ લોકોને ઘન અને અનાજનું દાન કરવાની પરંપરા છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અનુસાર અધિકમાસમાં કરવામાં આવેલા દાનનું પુણ્ય દાની વ્યક્તિના આખા પરિવારને મળે છે.

કલ્યાણના વ્રતપર્વોત્સવ અંકમાં લખ્યું છે કે,

વિધિવત સેવતે યસ્તુ પુરુષોત્તમમાદરાત,

કુલં સ્વકીયમુદ્ધત્ય મામેવૈષ્યત્યસંશયમ.

અર્થ : પુરુષોત્તમ માસમાં જે વ્યક્તિ વ્રત, ઉપવાસ, પૂજા, દાન વગેરે શુભ કર્મ કરે છે. તે પોતાના આખા પરિવાર સાથે ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરે છે.

dan
dan donate

દાન કરતા સમયે આ વાતો પણ ધ્યાનમાં રાખો :

પુરુષોત્તમ માસમાં વ્રત, ઉપવાસ, પૂજા અને દાન કરવાનું મહત્વ ઘણું વધારે છે. પોતાની શક્તિ અનુસાર જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ. ધ્યાન રાખો કે દાન કોઈ બીજાની દેખા-દેખીમાં નહિ કરવું જોઈએ. રાત્રે દાન ન કરો. યજ્ઞ, લગ્ન, સંક્રાંતિ, ચંદ્ર અથવા સૂર્ય ગ્રહણ સમયે રાત્રે દાન કરી શકાય છે.

આ મહિનામાં રાશિ અનુસાર દાન કરવાથી કુંડળી સાથે સંબંધિત ગ્રહ દોષોને શાંત કરવામાં આવી શકે છે. જાણો મેષથી લઈને મીન રાશિ માટે દાનમાં આપવા યોગ્ય વસ્તુઓ.

મેષ રાશિ : માલપુઆ, ઘી, ચાંદી, લાલ કપડાં, કેળા, દાડમ, સોનુ, તાંબુ, મૂંગા અને ઘઉં, આ બધી વસ્તુઓ મેષ રાશિવાળા આ મહિનામાં દાન કરી શકે છે.

વૃષભ રાશિ : સફેદ વસ્ત્ર, ચાંદી, સોનુ, માલપુઆ, માવો, સાકર, ચોખા, કેળા, ગાય, હીરા, મોતી, વાહન આ બધી વસ્તુઓ વૃષભ રાશિવાળા દાન કરી શકે છે.

મિથુન રાશિ : પન્ના, મગની દાળ, સોનુ, મૂર્તિ માટે છત્ર, તેલ, કાંસાના વાસણ, કેળા, સફરજન, માલપુઆ, બંગડી, સિંદૂર, સાડીનું દાન મિથન રાશિવાળા કરી શકે છે.

કર્ક રાશિ : મોતી, ચાંદી, પરબમાં માટલા, તેલ, સફેદ કપડાં, સોનુ, ગાય, માલપુઆ, માવો, દૂધ, સાકર, ચોખા વગેરે વસ્તુઓ કર્ક રાશિવાળા દાનમાં આપી શકે છે.

સિંહ રાશિ : લાલ કપડાં, તાંબુ, પિત્તળ, સોનુ, ચાંદી, ઘઉં, મસૂરની દાળ, માણેક, ધાર્મિક પુસ્તકો, દાડમ, સફરજન વગેરે વસ્તુઓ સિંહ રાશિવાળા દાનમાં આપી શકે છે.

કન્યા રાશિ : મગની દાળ, સોનુ, છત્ર, તેલ, કેળા, સફરજન, ગૌશાળામાં ધન અને ઘાસનું દાન કન્યા રાશિના લોકો કરી શકે છે.

તુલા રાશિ : સફેદ કપડાં, માલપુઆ, માવો, સાકર, ચોખા, કેળાનું દાન તુલા રાશિવાળા કરી શકે છે.

વૃશ્ચિક રાશિ : ઘી, લાલ કપડાં, મોસમી ફળ, દાડમ, તાંબુ, મૂંગા, ઘઉંનું દાન આ રાશિના લોકો કરી શકે છે.

ધનુ રાશિ : પીળા કપડાં, ચણાની દાળ, લાકડાનો સામાન, ઘી, તલ, અનાજ, દૂધ વગેરેનું દાન ધનુ રાશિવાળા કરી શકે છે.

મકર અને કુંભ રાશિ : તેલ, દવાઓ, વાદળી કપડાં, કેળા, સાધન, લોખંડ, મોસમી ફળ આ બધી વસ્તુઓ આ બંને રાશિના લોકો દાન કરી શકે છે.

મીન રાશિ : પીળા કપડાં, ચણાની દાળ, ઘી, દૂધ અને દૂધની બનાવેલી મીઠાઈ, શિક્ષણ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન મીન રાશિના લોકો કરી શકે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.