પહેલી વખત એમ્બુલેન્સ બનીને ભાગી ભારતીય રેલ… નિયમો તોડીને રેલવે અધિકારીઓએ બચાવ્યો એક માણસનો જીવ

ભારતીય રેલવે દુનિયાનું સૌથી મોટું રેલવે નેટવર્ક છે. ભારતમાં કરોડો લોકો રેલવે દ્વારા મુસાફરી કરે છે. ઘણીવાર ભૌગોલિક પરિસ્થિતિ જેવી કે વરસાદ, ધુમ્મસ કે વાવાઝોડા જેવી સમસ્યાને કારણે ટ્રેન મોડી પડે છે. અને એમાં લોકોને કોઈ નવાઈ નથી લાગતી. પણ ટ્રેન કોઈક વાર સમય કરતા વહેલી પહોંચી જાય તો લોકોને થોડી નવાઈ લાગે છે. આમ તો સામાન્ય રીતે ટ્રેનો પાંચેક મિનિટ વહેલી આવી જાય છે. પણ એક કિસ્સામાં ટ્રેન 45 મિનિટ પહેલા પોતાના આગલા સ્ટોપ પર પહોંચી. એની પાછળ કારણ હતું મેડિકલ ઇમરજન્સી. જી હાં, એક વ્યક્તિનો જીવ બચાવવા માટે ટ્રેનને એની ફૂલ સ્પીડ પર ભગાવવા માટે પરવાનગી આપવામાં આવી. અને એ વ્યક્તિનો જીવ બચી પણ ગયો. ભારતીય રેલવેના ઇતિહાસમાં આ પહેલી એવી ઘટના બની જેમાં એક ટ્રેને એક એમ્બ્યુલન્સ બનીને કોઈનો જીવ બચાવ્યો. તો આવો તમને એના વિષે વિસ્તારથી જણાવીએ.

ગાડી નંબર 15023 યશવંતપુર એક્સપ્રેસ જે ગોરખપુરથી લખનઉ સુધી જવા માટે રોજ 2 થી 3 કલાક જેટલો સમય લે છે. તેને એક વ્યક્તિનો જીવ બચાવવા માટે ફૂલ સ્પીડમાં દોડાવવામાં આવી. અને એમનો જીવ બચાવવામાં આવ્યો.

ઘટનામાં થયું એવું કે ફૈઝાબાદથી નીકળતા જ એસી સેકન્ડ ડબ્બામાં પરિવાર સહીત ગોરખપુરથી કાઝીપેટ જઈ રહેલા શર્માજીની છાતીમાં ભયાનક દુઃખાવો શરુ થયો. પહેલા તો એ કોચના કંડક્ટરે સ્થિતિને સંભાળવા પ્રયત્ન કર્યો, પણ તબિયત વધારે બગડી ગઈ તો રેલવેને સૂચના આપવામાં આવી. જો કે ટ્રેનનું આગળનું સ્ટોપ લખનઉ જ હતું અને રસ્તામાં વચ્ચે મોટી મેડિકલ ઇમરજન્સી માટે કોઈ સંસાધન ન હોવાને કારણે, રેલવેના આદેશ પર ઇતિહાસમાં પહેલી વાર એક યાત્રીનો જીવ બચાવવા માટે કોઈ ટ્રેનને મેડિકલ ઇમરજન્સીમાં ગ્રીન કોરિડોર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો.

બધી ગાડીઓને સાઈડલાઈનમાં કરીને યશવંતપૂર એક્સપ્રેસને એડવાન્સ ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યું. ગાડીને ધીમી કર્યા વગર લખનઉ સુધી સતત ફુલ સ્પીડ આપવામાં આવી. યશવંતપુર એક્સપ્રેસ હવે એમ્બ્યુલન્સ બની ચુકી છે. મલ્હૌર સ્ટેશન પહોંચવા માટે ગાડી પોતાના ટાઇમથી 1:22 કલાક વહેલી થઇ ગઈ. ટ્રેનના લખનઉ પહોંચવા સુધી બધા અધિકારીઓની નજર ટ્રેન પર જ હતી, અને પહેલી વાર આ ટ્રેન લખનઉ સ્ટેશન પર 45 મિનિટ પહેલા આવીને ઉભી રહી ગઈ. જેવી જ ટ્રેન સ્ટેશન પહોંચી કે શર્માજીનો પૂર ઝડપે મંડલ હોસ્પિટલ દ્વારા ઈલાજ કરવામાં આવ્યો. રેલવેની સુઝબુઝથી એક યાત્રીનો જીવ બચાવવામાં આવ્યો. તેથી રેલવેના અધિકારીઓને આ ઉત્કૃષ્ટ કામ માટે હાર્દિક અભિનંદન આપવામાં આવ્યા જેમણે પોતાની સૂઝબૂઝથી એક વ્યક્તિનો જીવ બચાવ્યો.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.