હવે ટ્રેનમાં સીટ નાં ઊંઘવા નાં ઝગડામાં થોડો વધુ ફેરફાર કરવામાં આવ્યો છે જાણો ઊંઘવા નો સમય

 

રેલ્વે રીઝર્વેશન કોચમાં મુસાફરી દરમિયાન હમેશા યાત્રીઓને સુવા માટે થઈને ઝગડા જેવી સ્થિતિ ઉભી થઇ જતી હતી. આ ઝગડાઓ ઓછા કરવા માટે રેલ્વેએ સુવાના નક્કી કરેલ સમયમાં એક કલાકનો ઘટાડો કરેલ છે. (આનાથી ખાસ ફેર નાં પડે કારણ કે જે ઊંઘવા માટે જીદ લઇ બેઠા હોય એ તો ઝગડા જ કરાવશે)

રેલ્વે બોર્ડ તરફથી બહાર પાડવામાં આવેલ પરિપત્ર મુજબ રીઝર્વેશન કોચના યાત્રીઓ હવે રાત્રે ૧૦ વાગ્યા થી લઈને સવારે છ વાગ્યા સુધી જ સુઈ શકે છે, જેથી બીજા લોકોને નીચેની સીટ ઉપર બાકી રહેલા કલાકોમાં બેસવાની તક મળે.

આ પહેલા સુવાનો અધિકૃત સમય રાતના નવ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી જ હતો.
રેલ્વે બોર્ડે ૩૧ ઓગસ્ટે બહાર પાડેલ પરિપત્ર માં કહ્યું છે,” રીઝર્વેશન કોચમાં સુવાની સુવિધા રાતના ૧૦ વાગ્યા થી લઈને સવારે ૬.૦ વાગ્યા સુધી છે અને બાકી રહેલા સમયમાં બીજા રીઝર્વેશન વાળા યાત્રીઓ (મિડલ અને ઉપર ના કોચના) નીચેની સીટ ઉપર બેસી શકે છે.”

પરિપત્રમાં આમ તો થોડા ખાસ યાત્રીઓ ને સુવાના સમયમાં છૂટ આપવામાં આવી છે.

તેમાં કહેવામાં આવ્યું છે, “યાત્રીઓમાં બીમાર, દિવ્યાંગ અને ગર્ભવતી મહિલા યાત્રીઓ ના કિસ્સામાં સહયોગનો આગ્રહ કરવામાં આવ્યો છે, જેમાં જો તે ઈચ્છે તો નક્કી કરેલ સમય કરતા વધુ સુઈ શકે છે.”

નવી જોગવાઈ એ ભારતીય વાણિજ્યિક નિયમાવલી ખંડ-૧ ના પેરેગ્રાફ ૬૫૨ ને દુર કરી નાખ્યો છે. તે પહેલા આ જોગવાઈ મુજબ યાત્રી રાતના નવ વાગ્યાથી લઈને સવારે છ વાગ્યા સુથી સુઈ શકતા હતા .

કચેરીના પ્રવક્તા અનીલ સક્સેનાએ કહ્યું, “અમે સુવાની સગવડતા ને લઈને યાત્રીઓની મુશ્કેલીઓ વિષે અધિકારીઓ પાસેથી ફીડબેક મળી છે. અમારી પાસે પહેલા જ તેના માટે નિયમ છે. આમ તો અમે તેના વીશે ચોખવટ કરી દેવા માંગતા હતા અને નક્કી કરવા માંગતા હતા કે આનું પાલન થાય.”

તેમણે કહ્યું કે આ જોગવાઈ સુવાની સગવડતા વાળા બધા જ રીઝર્વેશન કોચમાં લાગુ થશે.

તેવું બીજા અધિકારોએ કહ્યું.”સુવાના સમયમાં એક કલાકનો ઘટાડો એટલા માટે કરવામાં આવી છે કે અમુક યાત્રીઓ ટ્રેનમાં ચડતાની સાથે જ પોતાની સીટ ઉપર સુઈ જતા હતા. ભલે દિવસ હોય કે રાત. તેનાથી અપર કોચ અને મિડલ કોચ ના યાત્રીઓને અગવડતા થતી હતી.”

કચેરીના અધિકારોએ કહ્યું કે નવા આદેશ ટીટી ને પણ નક્કી કરલ સમય થી વધુ સુવાને લગતા વિવાદોને પાર પાડવામાં સરળતા થશે.