ટ્રમ્પ આપવાના છે ભારતને સૌથી મોટો આર્થિક ઝટકો? આ નિર્ણયથી જાણો શું થશે? ભારત પર અસર.

મિત્ર બનીને રહેવા વાળું અમેરિકા છેવટે કેમ લઇ રહ્યું છે? ભારત વિરુદ્ધ આવો નિર્ણય, જાણો શું છે આ નિર્ણયના ગેરફાયદા.

પુલવામામા હુમલા પછીથી સમગ્ર દેશ ભારતના પક્ષમાં જ ઉભા રહ્યા છે, ત્યાં સુધી કે ચીનએ પણ પાકિસ્તાનને ઝટકો આપીને ભારત તરફ હાથ લંબાવ્યો છે. ત્યાં આતંકવાદી હુમલાઓ અને પછી પાકિસ્તાનમાં આતંકવાદી ઓના અડ્ડા ઉપર એર સ્ટ્રાઇક ની બાબત ઉપર અમેરિકા ભારત સાથે ઊભું હતું.

પરંતુ હવે આર્થિક બાબત ઉપર અમેરિકા ભારતને મોટો ઝટકો આપવાનો છે. તેના સંકેતો પોતે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા આપવામાં આવે છે. વાસ્તવમાં ટ્રમ્પ દ્વારા ભારતને જનરેલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ (જીએસપી) માંથી બહાર કાઢવા સાથે જોડાયેલું નિવેદન આપીને ભારત માં ખળભળાટ મચાવી દીધો છે.

ટ્રમ્પ દ્વારા અમેરિકાના સંસદ કોંગ્રેસને પણ પત્રકારને લેખિત સુચના આપી છે. જો ટ્રમ્પની આ વાત સાચી છે, તો અમેરિકાની બજારમાં 5.6 બિલીયન ડોલરના કિંમતની ભારતીય પ્રોડક્ટ્સ માટે ડ્યૂટી ફ્રી એટલે ટેક્સ ફ્રી એન્ટ્રીનો રસ્તો બંધ થઇ જશે. તેથી ભારત માટે એક આર્થિક ઝટકો માની શકાય છે. ટ્રમ્પનું કહેવું છે કે તે ભારત માટે ટેક્સ ફ્રી સારવારને બંધ કરવાની ઈચ્છા ધરાવે છે. ભારત સિવાય અમેરિકા તુર્કી સાથે પણ આ વ્યવસાયિક સંબંધ સમાપ્ત કરી રહ્યા છે.

શું છે જીએસપી :-

જનરેલાઇઝ્ડ સિસ્ટમ ઑફ પ્રેફરન્સ એટલે કે જીએસપી અમેરિકન ટ્રેડ પ્રોગ્રામ જેના હેઠળ અમેરિકા વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસ માટે પોતાને ત્યાં વગર ટેક્સ સામગ્રીની આયાત કરે છે, અમેરિકાએ એ દુનિયાના ૧૨૯ દેશોને આ સુવિધા આપી છે, જેમાં 4800 જેટલા ઉત્પાદનની આયાત થાય છે. અમેરિકનના વેપાર અધિનિયમ 1974 હેઠળ 1 જાન્યુઆરી 1976 ના રોજ જીએસપીની રચના કરવામાં આવી હતી.

શું છે ટ્રમ્પનો નિર્ણય :-

અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પના આ નિર્ણયના 60 દિવસ પછી નોટિફિકેશન મોકલવામાં આવી છે. જીએસપી સમાપ્ત કરવાની આ પ્રક્રિયા છે. હવે આવું બન્યું તો ભારત અને તૂર્કી બંનેની લગભગ 2 હજાર પ્રોડક્ટ છે. જે તેની અસરમાં આવી જશે. તેમાં ઓટો પાર્ટ્સ, ઇન્સ્ટ્રસ્ટ્રિયલ વૉલ્વ અને ટેક્સટાઈલ મેટિરિયલ મુખ્ય છે. તેમ છતાં જો ટ્રમ્પ ઇચ્છે તો તે નિર્ણયને પાછો પણ લઇ શકે છે.

વર્ષ 2017 માં ભારત એક માત્ર આવા વિકાસશીલ દેશોમાં એક માત્ર દેશ હતો. જેને જીએસપી હેઠળ સૌથી વધુ લાભ મળ્યો હતો. ભારત પાસેથી અમેરિકા એ 5.7 બિલિયન ડોલરની આયાત ટેક્સ વગર કરી હતી. તેથી ભારતને હંમેશાં લાભ જ મળતો રહ્યો છે. તુર્કી પાંચમાં સ્થાન ઉપર હતું. જ્યાંથી 1.7 બિલિયન ડૉલરની કર મુક્ત આયાત કરવામાં આવી હતી.

ત્યાર બાદ અમેરિકાએ એપ્રિલમાં આ વાતની જાહેરાત કરી હતી કે તે ભારત અને તુર્કીને મળનારી રાહત પર વિચાર કરશે. અમેરિકા આવો વિચાર શા માટે કરી રહ્યો છે? તેના પાછળના કારણ એ છે કે અમેરિકાની કેટલીક ડેરી અને તબીબી કંપનીઓએ ફરિયાદ કરી હતી, તેનાથી સ્વદેશી વ્યવસાય ઉપર ગંભીર અસર પડી રહી છે.

ભારત પર શું અસર પડશે?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિર્ણયો પહેલા કહ્યું હતું કે ભારતે અમને આ બાબતે કોઈ વિશ્વાસ દર્શાવ્યો. તે પોતાના બજારમાં પણ અમારી પ્રોડક્ટની પહોંચ ક્યાં સુધી અને કેટલી સરળ બનાવશે. તુર્કી વિશે ટ્રમ્પે કહ્યું કે ત્યાંની આર્થિક સ્થિતિ જોતા તેને વિકાસશીલ દેશોની શ્રેણીમાં નથી રાખી શકતા.