ભારત માં આવી ગઈ ત્રણ બાજુ ફરતી ટ્રોલી જોઈ લો વિડીયો ને ખરીદવી હોય તો પૂરી માહિતી વાંચો

આવી ગઈ છે ત્રણ બાજુ ફરવા વાળી ટ્રોલી :

સામાન્ય રીતે જોવાયું છે કે ટ્રોલી કાં તો સાધારણ  હોય છે અથવા હાઇડ્રોલીક લિફ્ટ વાળી હોય છે જેનાથી ટ્રોલી પાછળની તરફ ફેરવી શકાય છે પરંતુ હવે એવી ટ્રોલી (Three Way Tipping Trailer) આવી ગઈ છે જે એક નહિ , બે નહિ પણ ત્રણ તરફ ફરી શકે છે.

આને આપણે ડાબી અને જમણી બન્ને બાજુ ફેરવી શકીએ છીએ. આનો ફાયદો એ છે કે આપણે ત્રણેય તરફ થી સામાન નાખી અને ઉતારી શકીએ છીએ.

ફિલ્ડ કિંગ કંપની દ્વારા તૈયાર કરેલી આ ટ્રોલી ખુબ જ આધુનિક છે. આમાં જે મટીરીયલનો ઉપયોગ થયો છે તે ખુબ જ સારી ગુણવત્તા નું છે. આમાં ફક્ત એક હાઇડ્રોલીક લિફ્ટ થી આપણે ટ્રોલીને ત્રણેય તરફથી ઉચકી શકીએ છીએ.

આપણે ટ્રોલીને જે તરફ ફેરવવી હોય તે હિસાબથી ટ્રોલીમાં થોડું સેટિંગ કરવાનું હોય છે જે ખુબ જ સરળતાથી થયી જાય છે.

ફિલ્ડ કિંગ કંપની આને ત્રણ સાઈઝ માં બનાવે છે. સૌથી નાની ટ્રોલી ત્રણ ટન વજન ઉઠાવી શકે છે તેનો આકાર (8×6×2) ફૂટ છે, તેનાથી મોટી ટ્રોલી પાંચ ટન વજન ઉઠાવી શકે છે તેનો આકાર (10×6×2) ફૂટ છે, જે સૌથી મોટી ટ્રોલી છે તે નવ ટન વજન ઉઠાવી શકે છે તેનો આકાર (12×6×2) ફૂટ છે.

કિંમત અને બાકીની જાણકારી માટે નીચે આપેલ સરનામાં અને નંબર પર સંપર્ક કરી શકો છો:
પ્લોટ નંબર 235-236 & 238-240, સેક્ટર-3, HSIIDC, કરનાલ હરિયાણા -132001
(હરિયાણા), ભારત

ફોન નંબર- +91 184 2221571/72/73, +91 11 48042089

આવી કોઈ રાજકોટ વાળા કોપી કરી ને પણ બનાવી દેશે ક્યા ગુજરાત માં પણ કોઈ કંપની વેચત હોય એની જાણકારી અમને અમારા પેજ પર મેસેજ કરી ને મોકલશો તો એ પણ આની સાથે એડ કરી દઈશું.

આ ટ્રોલી કેવીરીતે કામ કરે છે તેની વિડીયો પણ નીચે જોઈ શકો છો વિડીયો લખેલું છે એની નીચે જ વિડીયો આવશે જ કદાચ લોડીંગ થતા વાર લાગે પણ આવશે જ

વિડીયો