ટ્રેન માંથી પડી ઈજાગ્રસ્ત થયેલા યુવકને ખંભા ઉપર લઇને 1.5 કી.મી. સુધી પાટા ઉપર દોડ્યો જવાન.

મધ્ય પ્રદેશના હોશંગાબદમાં એક પોલીસ કર્મચારીએ પોતાના આત્મવિશ્વાસના બળ ઉપર એક ઈજાગ્રસ્તને બચાવી લીધો. એમપી પોલીસના જવાન પુનમ ચંદ્ર બિલ્લોરએ ચાલતી ટ્રેન માંથી પડી ગયેલા એક ઈજાગ્રસ્ત વ્યક્તિને ખંભા ઉપર લઇને એક કી.મી. સુધી પાટા ઉપર દોડ્યા અને તેને સમયસર સારવાર મળી ગઈ. તેને કારણે જ આ ઈજાગ્રસ્ત વ્યક્તિનો જીવ બચી ગયો છે.

મધ્ય પ્રદેશના હોશંગાબાદથી લગભગ ૬૦ કી.મી. દુર શનિવારના રોજ એક વ્યક્તિ ભાગલપુર એક્સપ્રેસ માંથી પડી ગયો. ચાલતી ટ્રેન માંથી પડવાને કારણે તેને ઘણી ઈજાઓ પણ થઇ. ત્યાર પછી રેલ્વે પોલીસ એ આ ઘટનાની જાણકારી ડાયલ ૧૦૦ ઉપર એમપી પોલીસને આપી.

જાણ થતા ડાયલ ૧૦૦માં હાજર સિપાહી પુનમ ચંદ્ર બિલ્લોર અને પોલીસ વાહન ડ્રાયવર સાકલ્લે જયારે ઘટના સ્થળ જવા માટે નીકળ્યા તો જોયું કે ઘટના સ્થળથી નજીકના રેલ્વે ક્રોસિંગ લગભગ દોઢ કી.મી. દુર છે. તેની આગળ ૧૦૦ની ગાડી જઈ શકતી ન હતી.

ત્યાર પછી બન્ને પોલીસ કર્મચારી પગપાળા જ ઘટના સ્થળ સુધી પહોચી. સ્થળ ઉપર પહોચતા પોલીસ કર્મચારી એ જોયું કે ટ્રેન માંથી પડી ગયેલો વ્યક્તિ ખરાબ રીતે ઈજાગ્રસ્ત છે. ત્યાર પછી સિપાહી પુનમ ચંદ્ર બિલ્લોર એ મોડું કર્યા વગર ઈજાગ્રસ્ત વ્યક્તિને ખંભા ઉપર નાખ્યો અને ગાડી સુધી દોડવા લાગ્યો. તે દરમિયાન ડ્રાઈવર રાહુલ સાકલ્લે એ તેનો વિડીયો બનાવ્યો.

સિપાહી પુનમ જયારે ઈજાગ્રસ્ત વ્યક્તિને લઈને પાટા ઉપર દોડી રહ્યો હતો, ત્યારે તેણે પોતાના જીવની પરવા કરી ન હતી કેમ કે તેની બાજુના પાટા ઉપરથી તે સમયે ઝડપથી ટ્રેન પસાર થઇ રહી હતી. ૧ કી.મી. સુધી દોડ્યા પછી બન્ને પોલીસ કર્મચારીઓ એ ઈજાગ્રસ્ત ને ડાયલ ૧૦૦ ની ગાડી માં નાખ્યો અને તેને નજીક ની સરકારી હોસ્પિટલ માં દાખલ કરાવ્યો. સમયસર સારવાર મળવાથી ઈજાગ્રસ્ત વ્યક્તિ નો જીવ બચી ગયો.

ડીજીપીએ કરી પ્રશંસા : ઈજાગ્રસ્તને ખંભા ઉપર લઇને દોઢ કી.મી. સુધી દોડવાનો વિડીયો સોસીયલ મીડિયા ઉપર વાયરલ થયા પછી પોલીસના વડા ડીજીપી વીકે સિંહએ સિપાહી પુનમ ચંદ્ર બિલ્લોરની કર્તવ્ય નિષ્ઠાની પ્રસંશા કરી અને હોશંગાબાદ એસપી એ સિપાહી ને અસામાન્ય કામ માટે ઇનામ આપવાની જાહેરાત કરી છે. સોસીયલ મીડિયા ઉપર પણ લોકો સિપાહી પુનમ બિલ્લોરના સાહસની પ્રશંસા કરી રહ્યા છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.