70 વર્ષ સુધી રહ્યા એક બીજાના હમસફર અને જયારે મૌત આવી તો દુનિયાએ જોયો ખુબજ સુંદર અંત, અનોખી પ્રેમ કહાની

લોકો એવું માને છે કે પ્રેમ ત્યાં સુધી જ રહે છે જ્યાં સુધી લોકો યુવાન રહે છે. અને પછી ઘડપણ આવવા સુધી લોકો બાળકો સાથે બંધાયેલા રહે છે, અને એમનો એક બીજા પ્રત્યેનો પ્રેમ તો ખતમ જ થઇ જાય છે. જો તમે પણ એવું જ વિચારો છો તો તમને એક એવા દંપતી વિષે જણાવીએ જેમની જીવનની સફર 70 વર્ષ સુધી ચાલી અને મૃત્યુ પણ થયું તો એક બીજા સાથે.

ગરીબ છોકરો અને અમીર છોકરી :

આ લવ સ્ટોરી છે 90 વર્ષની નોર્મા જૂન પ્લૈટેલ અને 92 વર્ષના ફ્રાંસિસ અર્નેસ્ટ પ્લૈટેલની. એમના લગ્નને 70 વર્ષ વીતી ગયા હતા, પરંતુ એમનો પ્રેમ હંમેશા જવાન રહ્યો. નોર્મા અલ્ઝાઇમરની બીમારીથી પીડિત હતી અને એમના પતિ અર્નેસ્ટને હિપ એરિયા (થાપાનો ભાગ) માં ઇજા થઇ હતી, અને એને કારણે બંનેને હોસ્પિટલમાં એક સાથે દાખલ થવું પડ્યું હતું. એમની લવ સ્ટોરી તમને એકદમ ફિલ્મી લાગશે, પરંતુ એમના વચ્ચે જે પ્રેમ હતો એ એકદમ સાચો હતો.

ફ્રાંસિસ એક ગરીબ વ્યક્તિ હતા અને એમના ખાનદાનમાં પૈસા ની સમસ્યા કાયમ રહેતી હતી. ત્યાં નોર્મા કોન્વેન્ટ સ્કૂલમાં ભણેલી એક અમીર છોકરી હતી. એક ગરીબ ઘરનો છોકરો અને એક અમીર ઘરની છોકરી, પણ જયારે પ્રેમ થયો તો પછી અમીરી ગરીબીની દીવાલ ટૂટી ગઈ. નોર્માને પત્ર લખવાનું પસંદ હતું. તે ફ્રાંસિસને પત્ર લખતી હતી, અને ફ્રાંસિસ એ પત્રને ઘણા ખુશ થઈને વાંચતા હતા. બંનેને લગ્ન કરી લીધા અને 70 વર્ષ ઘણી સુંદરતાથી એક બીજા સાથે પસાર કર્યા.

હાથમાં હાથ નાખીને મૃત્યુને ભેટ્યા :

જયારે જીવન ઢોળાવ પર આવવા લાગ્યું તો શરીરે સાથ છોડવાનું શરુ કરી દીધું. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, પણ અલગ વોર્ડમાં રહેવા માટે બંનેએ ના પાડી દીધી. એટલે બંનેને એક સાથે એક જ વોર્ડમાં રાખવામાં આવ્યા. એમની દીકરીએ જણાવ્યું કે માં ને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી, અને સાથે સાથે પિતાની તબિયત પણ બગડી રહી હતી. જયારે નર્સ એમની મદદ માટે આવી તો સામેનો નજારો જોઈને થોડી વાર માટે તો તે ચકિત રહી ગઈ.

નોર્મા અને ફ્રાંસિસ દુનિયા છોડી ચુક્યા હતા, પણ બંનેના હાથ એકબીજા સાથે બંધાયેલા હતા. એક બીજાનો હાથ પકડીને બંને એ અંતિમ શ્વાસ લીધો. એમની દીકરીને માતા પિતાના જવાનું દુઃખ હતું, પણ જે રીતે પ્રેમનું આ દર્શન કરાવતા એના માતા પિતા આ દુનિયા માંથી ગયા, તે એના માટે ઘણું સુંદર હતું. આ દંપતીની અંતિમ ક્રિયા કરવામાં આવી ત્યારે લોકોએ ફૂલ ચડાવી એમનું સમ્માન કર્યુ. કોઈ ફિલ્મની વાર્તાની જેમ બંને જણાએ આંખો બંધ કરી એ પણ એક સાથે. જે લોકો કહે છે સાચો પ્રેમ પહેલાના સમયમાં થતો હતો, તે એ નથી જાણતા કે સાચા પ્રેમની કોઈ ઉંમર નથી હોતી. તે કોઈની સાથે પણ થઇ શકે છે. અને ઘણી વાર સાચો પ્રેમ તમને તમારા જીવનસાથી સાથે મળી જાય છે.

સાચા પ્રેમની વાર્તા ફિલ્મોમાં હોય છે કે પછી ફક્ત ચોપડીઓમાં હોય છે, એવું માનવા વાળાની સંખ્યા ઘણી વધારે છે. પણ એમની આ ધારણા ખોટી છે. આજકાલની દુનિયામાં બધું મળી જાય છે, પણ સાચો પ્રેમ નથી મળતો. પરંતુ હકીકતમાં પ્રેમના અમુક કિસ્સા એવા પણ હોય છે જેના વિષે જાણીને રુંવાટા ઉભા થઇ જાય છે, અને આંખો પણ ભરાઈ જાય છે.