તુલસી થી કાન નાં રોગો નો ઈલાજ, બહેરાશને મૂળમાંથી દુર કરે છે તુલસી, જાણો કેવી રીતે

 

તુલસી અત્યાર સુધી સૌથી શુદ્ધ છોડમાંથી એક માનવામાં આવે છે. તુલસીના છોડને ઘરમાં રાખવાથી જ બીમારીઓ દુર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે. આજના સમયમાં જેટલી ઝડપથી બીમારીઓ વધી રહી છે તેનાથી લોકોનો એલોપેથી તરફ વળતા જવું સામાન્ય છે. પણ તુલસી એવી ઔષધી છે જે ઘણી ગંભીર બીમારીઓથી છુટકારો અપાવી શકે છે. આજ અમે તમને તુલસીથી દુર ભાગતી બીમારીઓ વિષે જણાવીશું.

 

બહેરાશથી છુટકારો

ઘણા લોકો બહેરાશની પક્કડમાં એવા ખરાબ રીતે ફસાઈ ગયા છે કે ઘણા ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દે છે. આવી તકલીફમાં તુલસી તમારા માટે વરદાન સાબિત થાય છે. કાનની તકલીફ જેવી કે કાન વહેવો, દુઃખાવો થવો અને ઓછું સંભળાવું જેવી તકલીફને તુલસી દુર કરે છે. તુલસીના રસમાં કપૂર ભેળવીને તેને હળવું ગરમ કરીને કાનમાં નાખવાથી આરામ મળે છે. તમે ધારો તો તુલસીના રસને પણ હળવા હુફાળા કરીને નાખી શકો છો.

શ્વાસની દુર્ગંધ

શ્વાસ માંથી આવતી દુર્ગંધ જે એક આપણી પર્સનાલીટી ખરાબ કરે છે અને તે ઘણી બીમારીઓ પણ લાવે છે. તેનાથી છુટકારો મેળવવા મારે ઘણા લોકો હજારો રૂપિયા ખર્ચી નાખે છે પણ કોઈ ફાયદો મળતો નથી. તેવામાં જો તુલસીનો પ્રયોગ કરવામાં આવે તો ખુબ ફાયદો મળી શકે છે. તુલસીના સુકા પાંદડાને સરસીયાના તેલમાં ભેળવીને દાંત સાફ કરવાથી શ્વાસની દુર્ગંધ દુર થાય છે. તે ઉપરાંત તુલસીના પાંદડા ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધ અને પાયોરિયા જેવી તકલીફમાંથી છુટકારો મળે છે.

ગળાની ખરાશ

બદલતી ઋતુમાં ગળાની ખરાશ ખુબ સામાન્ય સમસ્યા બની જાય છે. પણ ઘણા લોકોને આ સમસ્યા ઉનાળામાં થઈ જાય છે. જો તમે પણ આવી જાતના રોગ સાથે જોડાયેલા છો તો ચા ની પત્તીને ઉકાળીને પીવો. ગળાની ખરાશ દુર થઇ જશે. બાળકોને ગળાની ખરાશ જેવી તકલીફ ઉનાળામાં પણ થઇ જાય છે તો તેમને તુલસીના પાંદડાની રાબ બનાવીને પિવરાવો. ઘણો આરામ મળશે.