તુલસીના બીજ ખાવાના અચૂક ફાયદા જેનાથી ઘણા રોગો થઇ જાય છે દૂર જાણો કેવી રીતે

તુલસીના બિજ ના ઔષધીય ઉપયોગ !!

જયારે પણ તુલસીમાં ઘણા ફૂલ કે બીજ લાગી જાય તો તેને પાકે એટલે તોડી લેવા જોઈએ નહી તો તુલસીના છોડમાં કીડી અને મકોડા લાગી જાય છે અને તેને ખલાશ કરી દે છે.

આ પાકેલ બીજ ને રાખી લો, તેમાંથી કાળા કાળા બીજ જુદા કરી લો, તેને માંજાણી હિન્દી માં સબ્જા કહે છે. જો તમારા ઘરમાં તુલસીના છોડ નથી તો બજારમાં ગાંધી કે આયુર્વેદ દવાઓની દુકાનમાંથી તુલસીના બીજ લાવી શકો છો તે જગ્યાએ પણ તે સરળતાથી મળી જશે.

શીઘ્રપતન અને વીર્યની ઉણપ – તુલસીના બીજ પાંચ ગ્રામ રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવાથી તકલીફ દુર થાય છે.

નપુંસકતા – તુલસીના બીજ પાંચ ગ્રામ રોજ રાત્રે ગરમ દૂધ સાથે લેવાથી નપુંસકતા દુર થાય છે અને યોગ શક્તિ માં વધારો થાય છે.

માસિક ધર્મમાં અનિયમિતતા – જે દિવસે માસિક આવે તે દિવસથી જ્યાં સુધી માસિક રહે તે દિવસ સુધી તુલસીના બીજ પાંચ પાંચ ગ્રામ સવારે અને સાંજે પાણી કે દૂધ સાથે લેવાથી માસિક ની તકલીફ ઠીક થાય છે અને જે મહિલાઓને ગર્ભધારણ ની તકલીફ હોય તો પણ ઠીક થઇ જાય છે.

તુલસીના પાંદડા ગરમ તાસીરના હોય છે પણ બીજ ઠંડા હોય છે, તેને ફાલુદા માં ઉપયોગમાં લેવામાં આવે છે. તે પલાળીને જેલી જેવા ફૂલી જાય છે, તેને આપણે દૂધ કે લસ્સી સાથે થોડા દેશી ગુલાબના પાંદડા નાખીને લેવામાં આવે તો ગરમીમાં ઘણી ઠંડક આપે છે. તે ઉપરાંત તે પાચન સબંધી ગડબડને પણ દુર કરે છે અને તે પિત્ત ઘટાડે છે. તે ત્રિદોષનાશક અને ક્ષુધાવર્ધક છે.