TV ની રાણી લક્ષ્મીબાઈ હવે દેખાય છે આટલી હોટ, ફોટો જોઈને તમારું માથુ ચકરાઈ જશે

ઘર પરિવારમાં બધાની અલગ અલગ પસંદ હોય છે, પણ કેટલીક એવી સિરિયલો હોય છે જે આપણા આખા પરિવારને એકસાથે બેસીને જોવાની પસંદ હોય છે. તેવી જ સિરિયલ માંથી એક સિરિયલ હતી “ઝાંસી કી રાની” જે આપણા દેશના ઇતિહાસમાં અંગ્રેજોના છક્કા છોડાવનારી રાણી લક્ષ્મીબાઈના જીવન ઉપર આધારિત હતી. આ શો નો પહેલો એપિસોડ 18 ઓગસ્ટર 2009 માં આવ્યો હતો.

આ સિરિયલમાં લક્ષ્મીબાઈનું જે પાત્ર ભજવતી હતી તે છોકરી તે સમયે ફક્ત 11 વર્ષની હતી. પરંતુ પોતાની એક્ટિંગ દ્વારા મોટા મોટા અભિનેતાઓને પાછળ પાડી દેતી હતી. તે છોકરીનું નામ અલકા ગુપ્તા છે, જે ઝાંસી કી રાણી તરીકે ઓળખાતી હતી. લોકો અલકાના કારણે સિરિયલને ખુબ પસંદ કરતા અને હવે તે સિરિયલને 9 વર્ષ પુરા થઇ ગયા છે. અને હવે તે નાનકડી અલકા મોટી થઇ ગઈ છે. અને હવે અલકાને જોઈને તમે પણ તેના દીવાના થઇ જશો.

અલકાના એક્ટિંગ કરિયરની વાત કરવામાં આવે તો તેણે માત્ર 7 વર્ષની ઉંમરમાં એક્ટિંગ કરવાનું શરુ કરી દીધું હતું. 11 વર્ષની અલકાને જયારે રાણી લક્ષ્મીબાઈનું પાત્ર ભજવવાની તક મળી તો તેણે પોતાના અભિનયથી બધા લોકોનું દિલ જીતી લીધું હતું. અલકા હવે 21 વર્ષની થઇ ગઈ છે. હવે તે ગ્લેમરસ કવિન બની ગઈ છે. તેના ફોટા સોશિયલ મીડિયામાં ખુબ છવાયેલા હોય છે.

બાળપણની વાત કરવામાં આવે તો તે ઘણી ક્યૂટ લાગતી હતી અને 21 વર્ષની ઉંમરમાં તેનો નિખાર આવ્યો છે. તેના ફોટા ખુબ વાયરલ થઇ રહ્યા છે. તે હિરોઈનને પણ ટક્કર આપી શકે છે. સિરિયર પૂર્ણ થયા પછી તે થોડા સમય ટીવીની દુનિયાથી દૂર રહી.

ફિલ્મી કરિયર :

એક સફળ સિરિયલમાં કામ કર્યા પછી તેને એક બીજી સિરિયલ મળી “ખેલતી હૈ જિંદગી આંખ મિચોલી.” આ સિરિયલમાં તેને વધારે સફળતા મળી નહિ, પણ તેને વર્ષ 2015 માં સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં કામ કરવાની તક મળી. વર્ષ 2015 માં આવેલ ફિલ્મ “આંધ્ર પોરી” માં મુખ્ય અભિનેત્રી તરીકે કામ મળ્યું અને તેમની ફિલ્મ સફળ રહી. ત્યાર બાદ તેમને 2015માં જ બીજી ફિલ્મમાં કામ કરવા મળ્યું અને વર્ષ 2016 માં હિન્દી ફિલ્મ ટ્રાફિકમાં પણ કામ કરવા મળ્યું.

સાઉથની ઘણી ફિલ્મોમાં તે દેખાઈ ચુકી છે, અને આવનારા વર્ષમાં તે ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર 2” માં પણ દેખાવાની છે. અને તે ફરી પોતાના અભિનયનો જોડું દેખાડશે. તમને જણાવી દઈએ કે “સ્ટુડન્ટ ઓફ ધ યર 2” 10 મે 2019ના રોજ રિલીઝ થવાની છે. તેમાં મુખ્ય રોલમાં ટાઇગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરીયા છે.

અલકાની એક્ટિંગ જોઈને એવું લાગી રહ્યું છે, કે તે આગળ જઈને બોલીવુડની એક સફળ અભિનેત્રી તરીકે ગણાશે. તેમની એક્ટિંગ પર શ્રુતિ હાસને જણાવ્યું કે અલકાનો ચહેરો મારી સાથે મળે છે, આટલું માત્ર કહેવાથી અલકા સુપરહિટ સાબિત થઇ ગઈ છે. ઘણા લોકોનું એવું પણ માનવાનું છે કે અલકાનો શારીરિક દેખાવ એકદમ શિલ્પા શેટ્ટી જેવો જ છે.

સિરિયલની દુનિયામાં સફળતા મેળવનારી અલકા હવે બોલીવુડમાં કેટલો ધમાલ મચાવે છે. અને જો તેમને એક મુખ્ય અભિનેત્રી તરીકે જો ફિલ્મ મળે છે તો તે જોવાનું છે કે પોતાની એક્ટિંગ દ્વારા તે લોકો પર જાદુ દેખાડી શકે છે કે નહિ. પણ હમણાં સોશિયલ મીડિયામાં તેના આ હોટ ફોટોઝ ખુબ વાયરલ થઇ રહી છે.