ટીવીની આ પ્રસિદ્ધ અભિનેત્રીઓની ઉંમર છે 20 વર્ષથી પણ ઓછી, એક એપિસોડના લે છે એટલી મોટી ફી.

ટીવીમાં કામ કરતી આ નાની અભિનેત્રીઓની કમાણી દરેક એપિસોડના હજારોમાં છે જાણો તેના વિષે

ફિલ્મોમાં એક નાના પાત્ર માટે પણ કલાકારો લાખોમાં ફી વસુલ કરે છે પરંતુ સૌથી વધુ કમાણી ટીવી સીરીયલમાં કામ કરતા કલાકારોની હોય છે, જેને દરેક એપિસોડના હિસાબે પૈસા મળે છે.

છેલ્લા ૧૦ વર્ષોમાં જે અભિનેત્રીઓએ બાળકલાકાર તરીકે કામ કર્યું આને તે મોટી થઇ ગઈ છે, આમ તો તેની ઉંમર હજુ ઓછી છે, પરંતુ તેની ફી કોઈ મોટી હિરોઈનથી ઓછી નથી. સીરીયલમાં તેમનો અભિનય જોરદાર છે અને બધા તેના કામથી ઘણા ખુશ છે. ટીવીની આ પ્રસિદ્ધ અભિનેત્રીઓની ઉંમર છે ૨૦ વર્ષથી પણ ઓછી, પરંતુ એટલી નાની ઉંમરમાં તેમની કમાણી જોરદાર હોય છે.

ટીવીની આ પ્રસિદ્ધ અભિનેત્રીઓની ઉંમર છે ૨૦ વર્ષથી ઓછી :-

નાના પડદા ઉપર ઘણી હિરોઈન કામ કરી રહી છે, જે મુખ્ય પાત્રમાં છે અને તેમની ઉંમર ઘણી ઓછી છે. પરંતુ તે એક એપિસોડના હજારોમાં ફી વસુલ કરે છે. છતાં પણ તે ભલે પતિયાલા વેબ્સ ફેમ અશ્નુર કોર હોય કે પછી ઝાંસીની રાની ફેમ અનુષ્કા અનુષ્કા સેન હોય. આમ તો તેમાંથી મોટાભાગની હિરોઈન એક એપિસોડનું શુટિંગ ૨ થી ૩ દિવસ કરે છે. તો આવો જણાવીએ કઈ છે તે હિરોઈનો.

અશ્નુન કોર :-

એક સમયમાં કલર્સના પ્રસિદ્ધ શો ‘ના બોલે તુમ ના મેને કુછ કહા’ માં પોતાના જોરદાર અભિનયથી સૌને દીવાના બનાવ્યા હતા પરંતુ આજે અશ્નુર કોર મોટી થઇ ગઈ છે. હાલમાં જ તેમણે ૧૦માં ધોરણમાં ૯૩ ટકા માર્ક્સ મેળવ્યા અને તે એક એપિસોડના ૪૦-૪૫ હજાર રૂપિયા વસુલ કરે છે.

અવનીત કોર :-

૧૭ વર્ષની અવનીત ‘ચંદ્ર નંદીની’ જેવા શોમાં કામ કરી ચુકી છે. આજકાલ તે ‘અલાદીન : નામ તો સુના હોગા’માં રાણી યાસ્મીનના પાત્રમાં જોવા મળી રહી છે. રીપોર્ટના જણાવ્યા મુજબ તે દરેક એપિસોડના ૩૦ હજાર રૂપિયા ફી વસુલ કરે છે.

અનુષ્કા સેન :-

૧૬ વર્ષની અનુષ્કા સેન હાલના દિવસોમાં ઝાંસીની રાની લક્ષ્મીબાઈના પાત્રમાં જોવા મળી રહી છે. આ શો માટે દરેક એપિસોડની ફી લગભગ ૪૮ હજાર રૂપિયા છે.

મહિમા મકવાના :-

૧૯ વર્ષની મહિમાને તમે ‘મરિયમ ખાન રીપોરીંગ લાઈવ’માં જોઈ હશે. આ શો માટે તેની ફી ૩૦ હજાર દરેક એપિસોડ થતી હતી.

જન્નત ઝુબેર :-

ભારતના વીર પુરુષ ‘મહારાણા પ્રતાપ’ અને ‘મેરી આવાજ કી પહચાન હે મેરી’ જેવા શોમાં જોવા મળી ચુકેલી જન્નત પણ ટીવીની શોભા છે. ૧૬ વર્ષની ઉંમરની જન્નત એક એપિસોડના ૩૦ થી ૪૦ હજાર રૂપિયા લે છે અને હાલમાં તે ‘તુ આશિકી’ માં જોવા મળી રહી છે.

અદિતી ભાટિયા :-

૧૯ વર્ષની અદિતિ દિવ્યાંકા ત્રિપાઠી અને કરણ પટેલ સ્ટારર ‘યે હે મોહબ્બ્ત્ર; માં રુહી ભલ્લાનું પાત્ર કરે છે. તેના એક એપિસોડની ફી ૫૦ હજાર રૂપિયા ની આસપાસ છે.

નિધિ ભાનુશાળી :-

૧૯ વર્ષની ઉંમરમાં નિધિ એ ‘તારક મહેતા કા ઉલટા ચશ્માં’ જેવા પ્રસિદ્ધ શોમાં કામ કર્યું છે. આમ તો હાલમાં જ તેણે આ શો છોડ્યો છે અને તે શોમાં તે ભીડેની દીકરીનું પાત્ર કરતી હતી. તે શો માટે તેને ૧૦ હજાર દરેક એપિસોડના આપવામાં આવતા હતા.

રીમ શેખ :-

૧૬ વર્ષની રીમ ‘તુઝસે હે રાબતા’ માં મુખ્ય રોલ કરતી હતી. તે પાકિસ્તાની એક્ટીવીસ્ટ મસાલા યુસુફજઈની બાયોપિક પણ બનાવી ચુકી છે. ટીવીમાં કામ કરવા માટે તેને દરેક એપિસોડના ૩૦ હજાર રૂપિયા મળે છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.