ચીનને ઝટકો : WHO એ માન્યું કોરોના વાયરસ ફેલાવવામાં વુહાનની મોટી ભૂમિકા

ચીનને લાગ્યો મોટો ઝટકો, કારણ કે WHO એ પણ માન્યું કે કોરોના વાયરસ ફેલાવવામાં વુહાનની મોટી ભૂમિકા છે

કોરોના વાયરસના ફેલાવાને લઇને ચીન અને અન્ય દેશોમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ આખરે સ્વીકાર્યું છે કે કોરોનાના ફેલાવામાં ચીને મુખ્ય ભૂમિકા હતી. તેમણે સ્વીકાર્યું કે ચીનના વુહાન વેઇટ બજાર કોરોના વાયરસના ફેલાવા માટેનું એક મુખ્ય કારણ બની ગયું છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ફૂડ સેફ્ટી જુનાટિક વાયરસ એક્સપર્ટ ડો.પીટર બેન એબરેકે શુક્રવારે જિનેવામાં એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન કહ્યું હતું કે વુહાનની વેઇટ બજારે આમાં ભૂમિકા ભજવી છે, તે સ્પષ્ટ છે પરંતુ શું ભૂમિકા છે તે દિશામાં હજી વધુ સંશોધનની જરૂર છે.

તેમણે કહ્યું કે આ શહેરમાં વાયરસ ક્યાંક બીજેથી આવ્યો કે આ વેઈટ માર્કેટ માંથી વાયરસ બહાર આવ્યો છે, એ સંશોધનનો વિષય છે. પરંતુ એ પ્રશ્ન જરૂર ઉદભવે છે કે કોરોના વાયરસના ફેલાવા માટે આ શહેરની ભૂમિકા કેટલી છે.

જો કે પીટરે ચીન ઉપર લગાવવામાં આવી રહેલા અમેરિકાના આક્ષેપો અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. તેમણે કહ્યું હતું કે એક વર્ષનો સમય લાગી ગયો હતો કે મર્સ (મિડલ ઈસ્ટ રેસીપીરેટરી સિન્ડ્રોમ)નો સોર્સ ઊંટ છે. એ જ રીતે કોરોનાના કેસમાં હજી પણ મોડું નથી થયું. આપણા માટે અત્યારે સૌથી વધુ આ વાયરસનો ફેલાવો અટકાવવાનો છે.

મર્સ વાયરસ 2012 માં સાઉદી અરેબિયામાં જન્મ થયો હતો અને તે મધ્ય પૂર્વમાં ફેલાય ગયો હતો.

ચીન વિશે વાત કરતી વખતે પીટરે એ જરૂર કહ્યું હતું કે તપાસની વાત કરીએ તો ચીન પાસે તપાસના તમામ સાધન છે અને ઘણાં યોગ્ય સંશોધકો પણ છે. પરંતુ કેટલીકવાર સમૂહો અને સંશોધકો સાથે અને સમગ્ર વિશ્વના લોકો સાથે ચર્ચા અને સહયોગ કરવું ઘણું જરૂરી છે, જેથી દરેક સમાન મુદ્દાઓ ઉપર પોતાના અનુભવો બધાને શેર કરી શકે.

પીટરે વિશ્વભરમાં વેટ બજારો માટેના નિયમોની જરૂરિયાત પણ જણાવી. તેમણે કહ્યું કે સ્વચ્છતાની સુવિધાઓ સુધારવા અને કેટલાકને બંધ કરવાની પણ જરૂર છે. વેસ્ટ મેનેજમેન્ટ, લોકો, વસ્તુની હિલચાલ અને જીવતા પ્રાણીઓને પ્રોડક્ટ્સથી અલગ કરવા ઉપર ધ્યાન આપવું પડશે.

ચીનના વુહાન વેઇટ માર્કેટ, જ્યાંથી કોરોના ફેલાવાની સંભાવના શરૂઆતથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માર્કેટને ચીને વાયરસના ફેલાવોને રોકવા માટે જાન્યુઆરીમાં બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને વન્યપ્રાણીસૃષ્ટિના વેપાર અને વપરાશ ઉપર હંગામી પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ ફરીથી પુનરોચ્ચાર કર્યો કે એ બાબતના પુરાવા છે કે ચીનના વુહાન વેઇટ માર્કેટ માંથી કોરોના વાયરસ ફેલાયો છે. શુક્રવારે પોમ્પીયોએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ચીને આખા વિશ્વથી કોરોનાના આંકડાને છુપાવી રાખ્યા છે.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શુક્રવારે કહ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ને લઈને ટૂંક સમયમાં મોટી જાહેરાત કરશે. આ અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંગઠન ઉપર ચીનના હાથમાં કઠપૂતળી હોવાનો આરોપ લગાવતા ભંડોળ બંધ કરી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ઉપર કોરોનાને લઈને ચીનને સમર્થન આપવાના આરોપ લગાવી રહ્યા છે.

ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલો કોરોના વાયરસે અમેરિકા સહિત આખી દુનિયાને ઝપટમાં લઇ લીધા છે. આ વૈશ્વિક રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકા છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના 12 લાખથી વધુ કેસ નોંધાયા છે, જેમાંથી 77 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થઇ ચુક્યા છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.