પુરુષોની દાઢી કરતી આ બહેનોએ તોડ્યો સચિનનો આ રેકોર્ડ.

જયારે વાત પુરુષોની દાઢી અને મસાજની આવે છે, તો મોટાભાગના કેસમાં આ કામ પુરુષો જ કરે છે. નાનપણથી આપણે જોયું છે અને એવું જ સાચું છે. અને આ વાત આપણા મગજમાં બેસાડવામાં આવી છે. પરંતુ ઉત્તર પ્રદેશના બનવારી ટોલામાં રહેતી બે બહેનો સમાજની આ જૂની ધારણાને જોરદાર પડકાર આપી રહી છે. ખાસ કરીને હાલમાં પુરુષો અને મહિલાઓ માટે શેવિંગ બ્લેડ બનાવનારી કંપની જીલેટે એક જાહેરાત શેયર કરી છે.

આ જાહેરાતમાં પુરુષોની દાઢી બનાવવા વાળી આ બે છોકરીઓની સ્ટોરીને દર્શાવવામાં આવી છે. નેહા (૧૧ વર્ષ) અને જ્યોતિ (૧૪ વર્ષ) નામની આ બે બહેનો છેલ્લા પાંચ વર્ષોથી પોતાના પિતા ધ્રુવ નારાયણના સલુનમાં પુરુષોના હેયર કટિંગ, શેવિંગ અને મસાજ કરવાનું કામ કરી રહી છે.

ખાસ કરીને વર્ષ ૨૦૧૪ માં ધ્રુવને લકવો મારી ગયો હતો. તેવામાં તેની બન્ને દીકરીઓએ પિતાનો ઈલાજ કરવાં અને પોતાના ભણવા ગણવાના ખર્ચની ચિંતા સતાવવા લાગી. તેવામાં બંને છોકરીઓએ ઘરની તમામ જવાબદારીઓ પોતાના ખંભા ઉપર લીધી, અને પિતાની દુકાનમાં લોકોની દાઢી કરવાં લાગી.

પુરુષોની દાઢી બનાવનારી બહેનો થઇ ફેમસ :

શરુઆતમાં નેહા અને જ્યોતિએ ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો. સમાજ માટે એક છોકરીનું પુરુષોની દાઢી બનાવવી ઘણું અસામાન્ય કામ હતું. તેમણે લોકોના ઘણા પ્રકારના પ્રશ્નોનો સામનો કરવો પડ્યો હતો. આમ તો પછી ધીમે ધીમે લોકોએ તે વાતને અપનાવી લીધી. ત્યાર બાદ આ છોકરીઓની કહાની ફોટો અને વિડીયોના માધ્યમથી સોશિયલ મીડિયા ઉપર વાયરલ થવા લાગ્યા.

અને સ્થિતિ એ રહી કે, તે બન્ને એટલી ફેમસ થઇ ગઈ કે સ્વયં બોલીવુડ કલાકારો પણ તેની પ્રસંશા કરવા લાગ્યા. હાલમાં જ્યારે જીલેટ કંપનીનું ધ્યાન આ છોકરીઓ ઉપર પડ્યું, તો તેમણે તેને ઘણી વધુ ફેમસ કરી દીધી. આ છોકરીઓના કામને આધારે એક પ્રેરક જાહેરાત બનાવવામાં આવી. આ જાહેરાત હવે ઝડપથી વાયરલ થઇ રહી છે, અને ઘણા લોકોને પસંદ પણ આવી રહી છે.

સચિનનો તોડ્યો રેકોર્ડ

વાત એટલેથી પૂરી ન થઇ. તે છોકરીઓને ફરહાન અખ્તર અને સચિન તેંદુલકર જેવી મોટી વ્યક્તિઓની શેવિંગ કરવાની તક મળી. સચિનની વાત કરવામાં આવે, તો તે છોકરીઓને કારણે તેનો રેકોર્ડ પણ તૂટી ગયો. ખાસ કરીને સચિને આજ સુધી ક્યારે પણ બીજા વ્યક્તિ પાસે શેવિંગ નથી કરાવી. તે હંમેશા પોતાની દાઢી જાતે જ બનાવતા હતા. તે વાતને લઇને સચિને એક ટ્વીટ પણ કરી છે.

તેમણે પોતાની શેવિંગ બનાવતી આ બન્ને છોકરીઓનો ફોટો શેર કર્યો છે. સાથે જ લખ્યું છે કે ‘પહેલી વાત જે હું તમને લોકોને જણાવવા માંગું છું, તે ઘણા ઓછા લોકો જાણે છે કે, મેં આજ સુધી ક્યારે પણ કોઈ પાસે દાઢી કરાવી નથી. એટલે મારો આ રેકોર્ડ આજે તૂટી ગયો. આ બન્ને છોકરીઓને મળવું મારા માટે સમ્માનની વાત છે.

બોલીવુડ માંથી મળી રહી છે પ્રશંસા :

ત્યાં બોલીવુડના ઘણા કલાકારો જેવા કે આમીર ખાન, સ્વરા ભાસ્કર, રાધિકા આપ્ટે, ફરહાન અખ્તર, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા વગેરે લોકો આ બન્ને બહેનોની પ્રેશંસા કરી ચુક્યા છે. તેની સાથે જ આ બન્નેની ઉપર બનેલી જાહેરાતને સારી પ્રતિક્રિયા મળી રહી છે.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.