ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ફરવા માટે જોઇશે વિઝા.

વિદેશમાં ફરવા જવા માટે તો વિઝા કઢાવવા પડે છે, પરંતુ દેશમાં ફરવા માટે પણ વિઝા કઢાવવા પડે છે. કલકત્તા અને ગુવાહાટીમાં તેમની ઓફીસમાં પણ બનાવરાવી શકો છો આઈએલપી

ભારતીય નાગરિક દેશના કોઈ પણ રાજ્યમાં રહેણાંક કરીને રોજગારી કરવા માટે સંપૂર્ણ રીતે સ્વતંત્ર છે. પરંતુ ભારતના અમુક રાજ્યોમાં ત્યાની સરકારની મંજુરી વગર પ્રવાસ નથી કરી શકતા. તેના માટે ત્યાની રાજ્ય સરકાર પાસેથી મંજુરી મેળવવી પડે છે. જો કે એક પ્રકારના વિઝા છે, જેમ કે તેને આંતરિક વિઝા કહી શકાય છે.

આંતરિક વિઝાને જ ‘Inner Line Permit (ILP)’ કહે છે. તે એકદમ એવા જ હોય છે. જેમ કે વિદેશી નાગરિક કે આપણે વિદેશ જવા માટે વીઝા ઓન અરાઈવલ લઈએ છીએ. આજે અમે તમને ઇનર લાઈન પરમીટ વિષે, તેના નિયમ શું છે અને તેને મેળવવા માટે શું કરવું પડે છે.

શું છે ‘ઇનર લાઈન પરમીટ’

‘ઇનર લાઈન પરમીટ’ ભારત સરકાર દ્વારા જાહેર એક સત્તાવાર પ્રવાસનો દસ્તાવેજ છે. જે એક મર્યાદિત સમયગાળા માટે એક સંરક્ષિત ક્ષેત્રમાં ભારતીય નાગરિકને પ્રવાસની મંજુરી આપે છે. ભારતમાં ભારતીય નાગરિકો માટે બનેલા ઇનર લાઈન પરમીટના નિયમને બ્રિટીશ સરકારે બનાવ્યો હતો.

પછી દેશની સ્વતંત્રતા પછી સમય સમયે ફેરફાર કરી તેને ચાલુ રાખવામાં આવ્યો. તેને નોકરી અને પર્યટન બન્ને માટે લેવાની હોય છે. ખાસ કરીને સરહદના રાજ્યો અને આંતરરાષ્ટ્રીય સરહદો સાથે જોડાયેલા ક્ષેત્રો ઘણા સંવેદનશીલ હોય છે. જેને કારણે ત્યાં કોઈ નાગરિકની ઓળખ માટે તેને એક સારી પદ્ધતિ માનવામાં આવી શકે છે.

ભારતના આ શહેરોમાં લાગુ પડે છે આ નિયમ :-

ઇનર લાઈન પરમીટ દેશના ઉત્તરપૂર્વમાં વસતા ત્રણ સુંદર રાજ્યો મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેંડમાં લાગુ છે. તે ઉપરાંત તેની જરૂરિયાત સરહદના રાજ્યોના એ સ્થળ ઉપર પણ લાગુ હોય છે જ્યાંની સરહદ આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાય છે. જેવી કે લેહ-લદ્દાખ.

આઈએલપી બનાવવા માટે જરૂર પડે છે આ ડોક્યુમેન્ટસ :-

ટ્રાવેલ એજન્ટ અભિષેકે જણાવ્યું જો તમે ઇનર લાઈન પરમીટ લેવા માગો છો, તો તમે જે રાજ્યોમાં તેમના નિયમ બનાવ્યા છે. ત્યાની સરહદ ઉપર બનાવરાવી શકો છો. કે પછી તમે દિલ્હી, કલકત્તા અને ગુવાહાટીમાં તેમની ઓફીસ માંથી પણ બનાવરાવી શકો છો. આઈએલપી બનાવવા માટે થોડા મહત્વના ડોક્યુમેન્ટસ જરૂરી છે. જેવા કે પાસપોર્ટ સાઈઝ ફોટો, સરકારી ઓળખપત્રની જરૂર પડે છે.

આઈએલપી માટે ૧૨૦-૩૦૦ રૂપિયા થાય છે :-

ટ્રાવેલ એજન્ટ રામ કિશનએ જણાવ્યું, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને નાગાલેંડમાં ૧૫ દિવસ સુધી રહી શકો છો. તે ઉપરાંત તમારે તેને પાછળથી અલગ દિવસ માટે રિન્યુઅલ કરાવવું પડે છે. જો તમે કોઈ ટ્રાવેલ એજન્સી પાસેથી અહિયાં માટે પેકેજ મગાવી શકો છો, તો તમારે પેકેજમાં જ આઈએલપીની સુવિધા આપવામાં આવશે. તેના માટે કુલ ૧૨૯ થી ૩૦૦ રૂપિયા નો ખર્ચ થશે.

આ માહિતી મનીભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.