ઉધારથી કરી શરૂઆત, હવે વાર્ષિક 45 કરોડનું ટર્નઓવર, વિદેશમાં પણ છવાઈ ગઈ રાજસ્થાની આ દંપતી

36 દેશોમાં ઉત્પાદન લોકપ્રિય, વેસ્ટ માંથી હેન્ડીક્રાફ્ટની આઇટમ બનાવીને છવાયા…

નાણા ઓછા હોય, પણ વિઝન મોટો હોય તો શુન્યમાંથી શિખર ઉપર કેવી રીતે પહોંચી શકાય છે, એ કરી બતાવ્યુ, શહેરના લોહિયા દંપતીએ. લોકો જે વેસ્ટને કચરો સમજી ફેંકી દેતા, તે જ વેસ્ટમાંથી લોહિયા દંપતીએ હેન્ડીક્રાફ્ટ આઇટમનું એવું એમ્પાયર ઊભું કર્યું છે, જેનું વાર્ષિક ટર્નઓવર 45 કરોડ રૂપિયા છે.

વેસ્ટ માંથી હેન્ડીક્રાફ્ટ બનાવવા વાળું રાજ્યની આ પ્રથમ એવી કંપની છે, જે કેપિટલ માર્કર્ટમાં સૂચિબદ્ધ છે. તેમની હેડીક્રાફ્ટ આઇટમ ની આજે 36 દેશોમાં ડિમાન્ડ છે. પોલો ગ્રાઉન્ડમાં ચાલી રહેલા માહેશ્વરી ગ્લોબલ એક્સપોમાં તેમના સ્ટોલ પર વેસ્ટમાંથી બનેલી આવી જ યુનિક હેન્ડીક્રાફ્ટ આઇટમ દરેકને પોતાની તરફ આકર્ષિત કરી રહ્યા છે.

તેમની વિસ્તૃત રેન્જ જોઈને જ લોકો અચંબિત થઇ જાય છે. આ હેન્ડીક્રાફ્ટ આઇટમ સાથે લોકો સેલ્ફિ અને ફોટો ખેંચવાવા આવી રહ્યા છે. કારની બોનટ અને સીટ માંથી બનેલા સૉફા સેટ તો લોકોને એટલું પસંદ આવી રહ્યા છે કે દરેક તેની ઉપર બેસીને ફેમીલી ફોટો ખેંચાવે છે.

શાસ્ત્રીનગરમાં રહેવા વાળા રીતેશ લોહિયા એ 2008 થી 2012 સુધી ઘણા બિઝનેસ કર્યા, પરંતુ સફળતા ન મળી. તેની ઉપર પત્ની પ્રીતિ સાથે વેસ્ટ માંથી હેન્ડીક્રાફ્ટ આઇટમ બનાવવાના આઇડિયા ઉપર કામ શરૂ કર્યું. કેટલીક આઇટમ બનાવીને તેના ફોટા વેબસાઇટ ઉપર અપલોડ કરી દીધા. થોડા જ દિવસોમાં તેમને ડેનમાર્કથી પ્રથમ ઓર્ડર મળ્યો. પરંતુ જૂના વ્યવસાયમાં નુકશાનને કારણે તેમની પાસે ઓર્ડર માટે આઇટમ બનાવવા માટે જરૂરી પૈસા ન હતા.

તેની ઉપર એક મિત્ર પાસેથી ધિરાણ લઈને પ્રથમ ઓર્ડર પૂરો કર્યો. ત્યાર પછી વિદેશોમાં તેમની હેન્ડીક્રાફ્ટ આઇટમની માંગ વધવા લાગી. રીતેશ એ જણાવ્યું કે રાજ્યમાં હેન્ડીક્રાફટ આઈટમ બનાવતી તેની પહેલી કંપની છે, જે કેપિટલ માર્કેટમાં છે. તેમની આઇટમની સૌથી વધુ ડિમાન્ડ યુરોપિયન દેશોમાં છે. લોહિયાના આ બિઝનેસને ડિસ્કવરી અને હિસ્ટ્રી ચેનલ પણ બતાવી ચુકી છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.