ઉનાળામાં શરીરને ઠંડુ રાખવા માટે આ વસ્તુનો સેવન કરો.

ગરમીમાં પોતાના શરીરને ઠંડુ રાખવા માટે ઘણી રીતો છે, એયરકંડીશનરથી લઇને બરફના ઠંડા પાણી સુધી. પરંતુ એવા ઘણા રસ ભરેલા ફળ પણ છે, જેનાથી તમે તમારા શરીરને કુલ અને ડાયડ્રેટેડ રાખી શકો છો. અને સાથે જ એનાથી તમારા શરીરને સારું પોષણ પણ મળશે. એટલા માટે ગરમીમાં આ ઠંડા ફળોનું સેવન જરૂર કરો.

ગરમીની ઋતુમાં તમારા શરીરને પાણીની ઘણી જરૂર રહે છે. પાણીની કમીથી ઘણા પ્રકારના રોગ થઇ શકે છે. ગરમીમાં વધુ માં વધુ પાણી પીવા ઉપરાંત તમારે સીઝનના ફળને પણ તમારા ડાયટ ચાર્ટમાં સામેલ કરવા જોઈએ. આ સીઝનના ફળોના સેવનથી તમે ગરમીમાં પણ કુલ હોવાનો અનુભવ કરશો. ગરમીમાં મળતા ફળ જેમ કે કેરી, તરબૂચ, ટેટી, બેલ અને મોસંબી તમને અંદરથી ફીટ રાખે છે. સામાન્ય રીતે ગરમીની સીઝનમાં લોકો વધુ ખાવાનું નથી ખાઈ શકતા. એટલે તમે ફળોનું સેવન સરળતાથી કરી શકો છો.

તરબૂચ :

જુના સમયથી તરબૂચ ગરમીનું એક સરસ ફળ રહ્યું છે. તરબૂચમાં ૯૦% પાણી હોય છે અને તેની સાથે જ તેમાં વિટામીન સી, વિટામીન એ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ પુષ્કળ હોય છે. તરબૂચ એક સ્વાદિષ્ટ ફળ છે જેને તમે સલાડમાં કે એમ પણ સામેલ કરી શકો છો.

સંતરા :

તે ખાટા ફળ હોય છે, અને એમાં પોટેશિયમ પુષ્કળ હોય છે, જે ગરમીમાં ઉપયોગી છે. પરસેવો વધુ નીકળવા ઉપર પોટેશિયમ નીકળી જાય છે, જેથી માંસપેશીઓમાં એઠન થઇ શકે છે. સંતરા તેની પૂર્તતા કરે છે અને માંસપેશીઓને એઠનથી બચાવે છે. સંતરામાં ૮૦% પાણી હોય છે, એટલા માટે ગરમીમાં સંતરાની કળીઓનું સેવન તમારા શરીરને ભેજ પૂરો પાડશે.

આંબળા :

સૂર્યના તાપથી તમારી ત્વચા સુકી અને ખડબચડી થઇ શકે છે. આંબળા શરીરને તાજુંમાજુ રાખે છે અને સુરજની કિરણોથી ત્વચા ઉપર થતી ઉંમરની અસરને ઓછી કરે છે. સાથે જ તે જીમ માટે પણ ઘણી શકતી આપે છે. તે તમારા હ્રદય અને વાળ માટે સારા છે. તમે તેમે પાવડર, ફળ, જ્યુસ તમામ પ્રકારે સેવન કરી શકો છો.

દુધી :

દુધી એક એવી શાકભાજી છે, જે મોટાભાગે લોકોને પસંદ નથી હોતી, ખાસ કરીને બાળકોને. પરંતુ તેમાં પાણીનું પ્રમાણ વધુ હોવાને કારણે ગરમીમાં ઘણું ફાયદાકારક રહે છે. તેમાં કેલ્શિયમ, મેન્ગેશીયમ, વિટામીન એ, વિટામીન સી મળી આવે છે.

કાકડી :

કાકડી આરોગ્ય માટે ઘણી ફાયદાકારક છે. તેમાં ૯૫% પાણી હોય છે, એટલા માટે શરીરને હાઈડ્રેટેડ રાખવા અને ગરમીમાં પોતાને ઠંડા રાખનારૂ તે એક સારું ખાદ્ય પદાર્થ છે.

ફુદીનો :

ફુદીનાના પાંદડામાં કુલીંગ તત્વ હોય છે. તે પાણીમાં ભેળવીને તેનું સેવન કરો અને એનો લાભ મેળવો.

મૂળા :

પશ્ચિમી દેશોમાં મૂળાને પાચનની સમસ્યાના સમાધાન માટે એક મુખ્ય ઔષધી તરીકે સેવન કરવામાં આવે છે. સાથે જ મૂળા શરીરના તાપમાનને પણ ઓછું કરે છે.

મઠો :

છાશ અને મઠો ગરમીના દિવસોમાં અમૃત સમાન માનવામાં આવે છે. મઠો પણ ઘણા પોષ્ટિક ગુણોથી ભરેલા છે. સાથે જ તેનું સેવન કરવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. ગરમીમાં તરત શરીરને ઠંડક પહોંચાડવી છે, તો મઠાનું સેવન કરો.

ખાધા પછી છાસ અને મઠો લેવાથી પાચન સારું જળવાઈ રહે છે. છાશમાં કેલ્શિયમ ઉપરાંત પ્રોટીન, વિટામીન બી અને પોટેશિયમનું પુષ્કળ પ્રમાણ હોય છે, જે શરીરના આરોગ્ય માટે સારું માનવામાં આવે છે. સાથે જ તે પીવાથી શરીરની ઈમ્યુન સીસ્ટમ પણ મજબુત બને છે.

સત્તુ (સાથવો) :

તેને શેકેલા ચણા, જઉ અને ઘઉં વાટીને બનાવવામાં આવે છે. સત્તુ પેટની ગરમીને શાંત કરે છે. ઘણા લોકો તેમાં સાકર ભેળવીને તો ઘણા લોકો મીઠું અને મસાલા ભેળવીને ખાય છે. તે ગરમીની ઋતુમાં ઘણું ફાયદાકારક હોય છે. ગરમીમાં તરસ છીપાવવા માટે કોલ્ડ ડ્રીંકનો ઉપયોગ આરોગ્ય માટે નુકશાનકારક હોય છે, એટલું જ નહિ ચણાના સત્તુનું સરબત લાભદાયક હોય છે.

નારીયેળ પાણી :

નારીયેળ એક સસ્તું અને આરોગ્યવર્ધક ફળ છે, જેમાં કુલીંગ તત્વ પુષ્કળ રહેલા છે. તેમાં શુગર ઇલેક્ટ્રોલાઈટ અને જરૂરી મિનરલ્સનું ઘણું પ્રમાણ હોય છે જેથી શરીર હાઈડ્રેટીડ રહે છે.

ડુંગળી :

ખાતા સમયે સલાડ તરીકે ડુંગળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સેવન ગરમીમાં વિશેષ રીતે લાભદાયક માનવામાં આવે છે. ડુંગળીના નિયમિત સેવનથી લુ નથી લગતી. સાથે જ ગરમી સાથે જોડાયેલી ઘણી બીમારીઓ પણ દુર રહે છે. સેન્ડવિચ હોય, સલાડ કે પછી ચાટ. ડુંગળી બધા સ્વાદને બમણો કરી દે છે.

લીંબુ પાણી :

લીંબુ પાણી ગરમીમાં રાહત અપાવે છે. શરીરમાં ગરમી અને ઉંમરને લીધે ઓછા લવણોના પ્રમાણને પણ નિયંત્રિત કરે છે. લીંબુમાં ઘણા ગુણ પણ હોય છે.

ગુલકંદ :

ગરમીમાં ગુલકંદ ખાવાથી શરીરને ઠંડક મળે છે. તે શરીરને ડીહાઈડ્રેશનથી બચાવે છે અને ત્વચાને તાજીમાજી રાખે છે. તે પેટને પણ ઠંડક પહોચાડે છે. ગુલકંદમાં વિટામીન સી, ઈ અને બી સારા પ્રમાણમાં મળી આવે છે. તેમાં એન્ટીઓક્સીડેંટસનું વધુ પ્રમાણ હોય છે, જે શરીરની પ્રતિરોધી ક્ષમતા વધારે છે અને થાક દુર કરે છે. ભોજન પછી ગુલકંદ ખાવાથી માઉથ ફ્રેશનરનું કામ કરવા સાથે પાચન સંબંધી સમસ્યાઓ પણ દુર કરે છે.

આઈસ્ક્રીમ :

ગરમીની કલ્પના પણ આઈસ્ક્રીમ વગર અધુરી છે. આઈસ્ક્રીમને એકદમ જંક ફૂડની કેટેગરીમાં નથી રાખી શકાતો. કેમ કે તેમાં દૂધ, ડ્રાઈ ફ્રુટ્સ વગેરે હોય છે. પરંતુ હાઈ કેલેરી, હાઈ શુગર અને પ્રીઝર્વેટીવ હોવાને કારણે જ ઓછું ખાવું જોઈએ. તમે આઈસ્ક્રીમમાં ફ્રુટ્સ નાખીને પણ ખાઈ શકો છો.

મકાઇ :

મીઠી મકાઇ ગરમીમાં ઘણી કામની છે. તેમાં લ્યુટીન અને જેકેકથીન હોય છે, જે કુદરતી સનગ્લાસ જેવું કામ કરે છે, અને એક મેકુલર પીગ્મેંટ બનાવે છે જે સૂર્યના કિરણોથી બચાવવા માટે ફિલ્ટર જેવું કામ કરે છે.

વરીયાળી :

વરીયાળીના બીજ ઠંડા હોય છે, તમે ગરમીમાં તેને પાણીમાં ઉકાળીને પી શકો છો. જો તમને પેટની સમસ્યા છે, કે પાચન સારી રીતે નથી થતું તો ખાધા પછી થોડી વરીયાળી ચાવો.

કાચી કેરીનું સરબત :

ગરમીમાં કેરીનું સરબત પીવું જોઈએ. તે કાચી કેરીનું સરબત હોય છે, જે તમને લુ થી બચાવે છે. ગરમીમાં દરરોજ બે ગ્લાસ કેરીનું સરબત પીવાથી પાચન સારું રહે છે. તે ઉપરાંત તેનાથી કબજિયાત અને પેટની સમસ્યાઓ પણ દુર રહે છે.

જરદાળુ, પીચ, નીકટારીન :

તાજા અને સુકા પીચ ફાઈબરથી ભરપુર હોય છે. પીચ અને જરદાળુમાં વિટામીન એ અને એન્ટીઓક્સીડેંટ બેટાકારોટીન વધુ પ્રમાણમાં હોય છે, અને તે ઉપરાંત પીચ માં વિટામીન સી પુષ્કળ હોય છે.

આ માહિતી આક્ર્તિ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.