ઉનાળામાં અળાઈથી (ધમૌરિયા) રાહત મેળવવાના ઘરેલુ ઉપાય.

ઉનાળાની ઋતુ આવતા જ કડકડતા તાપ અને પરસેવાને કારણે જ અળાઈઓ થવાની શરુ થઇ જાય છે. જેમાં સૌથી વધુ અસર બાળકોના શરીરમાં જોવા મળે છે. કેમ કે તાપમાં રમવાને કારણે જ તેના માથા, પીઠ અને ગરદન ઉપર અળાઈઓ થઇ જાય છે. તે ઉપરાંત ઘણા મોટા લોકો આ સમસ્યાથી ઘણા દુ:ખી રહે છે. તેના શરીર ઉપર બળતરા વધુ થવા સાથે શરીરમાં લાલ લાલ દાણા થવાથી ખંજવાળ થવાનું શરુ થઇ જાય છે અને આ સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે લોકો ટેલકમ પાવડરનો ઉપયોગ કરે છે પરંતુ તેની અસર થોડો સમય માટે જ અસર દેખાડે છે.

કડકડતા તાપ, ગરમી અને ઉમસમાં અળાઈઓનું થવું એક સામાન્ય વાત છે. તે બધાથી વધુ ગરદન, પેટ અને પીઠ ઉપર વધુ જોવા મળે છે. આ ઘણી ખંજવાળ અને બળતરા પણ ઉભી કરે છે. ગરમીમાં અળાઈઓથી બચવા માટે આહારમાં વધુમાં વધુ કાચી ડુંગળીનું સેવન કરો, કેમ કે કાચી ડુંગળીમાં ગરમીથી બચાવે છે.

ગરમીમાં હંમેશા લોકોને અળાઈઓની બળતરા અને ખંજવાળ સતાવે છે. તેવામાં આપણે ઘણા પ્રકારના પાવડરનો ઉપયોગ કરીએ છીએ પણ ઘણી વખત તેની કોઈ અસર થતી નથી. હવે અજમાવો આ ઘરેલું નુસખા અને મેળવો આ તકલીફથી છુટકારો.

ખસખસ :

૨૦ ગ્રામ ખસખસને વાટીને પાણીમાં ભેળવીને અળાઈઓ ઉપર લગાવવાથી અળાઈઓ દુર થઇ જાય છે.

કાકડી :

કાકડીમાં શરીરને ઠંડુ રાખવાના શક્તિશાળી ગુણ છે. જે અળાઈઓથી બચવા માટે એક અસરકારક ઉપાય છે. એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ નીચોવી અને આ પાણીમાં કાકડીના પાતળા પાતળા ટુકડા કાપીને નાખી દો. ત્યાર પછી આ ટુકડાને અળાઈઓ વાળા ભાગ ઉપર લગાવો. એમ કરવાથી અળાઈઓ જલ્દી ઠીક થઇ જાય છે અને ખંજવાળ અને બળતરા માંથી પણ રાહત મળે છે.

કેરી :

કાચી કેરી શરીરની ગરમીને ઠંડી કરવામાં ઘણી અસરકારક છે. કાચી કેરીને ધીમા તાપ ઉપર શેકીને એને ગુંદીને શરીર ઉપર લેપ કરવાથી અળાઈઓ દુર થઇ જાય છે. તે ઉપરાંત કાચી કેરીના પીણાનો પણ દિવસમાં ૨ વખત સેવન જરૂર કરો.

અનાનસ :

અનાનસના ગરબને અળાઈઓ વાળા ભાગ ઉપર લગાવવાથી રોગીને આરામ મળે છે.

સરસીયાનું તેલ :

૨ ચમચી સરસીયાના તેલમાં ૨ ચમચી પાણી ભેળવીને સવારે અને સાંજે માલીશ કરવાથી અળાઈઓ દુર થઇ જાય છે.

સંતરાની છાલ :

સંતરાની છાલને સુકવીને તેનો પાવડર બનાવી લો. આ પાવડરને ગુલાબજળમાં ભેળવીને અળાઈઓ વાળા ભાગ ઉપર લગાવવાથી અળાઈઓમાં ઘણો લાભ થાય છે.

હળદર :

હળદરમાં એન્ટીબાયોટીક ગુણ હોય છે. મીઠું, હળદર અને મેથીને સરખા ભાગે ભેળવીને વાટી લો. સ્નાન કરતા પહેલા આ મિશ્રણને આખા શરીર ઉપર સાબુની જેમ, લગાવો અને પાંચ મિનીટ પછી સ્નાન કરી લો. તે અઠવાડિયામાં એક વખત ઉપયોગ કરો, તેનાથી અળાઈઓની તકલીફમાં આરામ મળશે.

બરફના ટુકડા :

પ્લાસ્ટિક બેગ કે કપડામાં બરફના ટુકડા રાખીને એને અળાઈઓ ઉપર લગાવો. ધ્યાન રાખશો બરફને સીધો ત્વચા ઉપર ન લગાવો. તે કોઈ કપડા કે પ્લાસ્ટિકમાં રાખીને જ ઉપયોગ કરો. ૫ થી ૧૦ મિનીટ સુધી તેને લગાવી રાખો. ૪ થી ૬ કલાકના અંતરે તેને ફરી લગાવી શકાય છે.

કુવારપાઠું :

કુવારપાઠુંને હિલીંગ પાવર માટે ઓળખવામાં આવે છે. ઘણા લોકો તેને સ્કીન પ્રોબ્લેમ માટે ઉપયોગ કરે છે. કુવારપાઠુંનો રસ કે પ્લસ એટલે ગરબને અળાઈઓ ઉપર લગાવવાથી જલ્દી આરામ મળે છે.

ચંદન :

ચંદનના લાકડામાં એન્ટી ઇન્ફ્લીમેટ્રી અને ઠંડક પહોચડવા વાળા ગુણ હોય છે. ચંદન પાવડર અને ધાણા પાવડરને સરખા પ્રમાણમાં ભેળવીને તેમાં ગુલાબજળ નાખીને ઘાટો લેપ તૈયાર કરો. આ લેપને શરીર ઉપર લગાવો અને થોડી વાર માટે રહેવા દો. પછી ઠંડા પાણીથી ધોઈ લો. તેનાથી અળાઈઓ બળીને દુર થશે અને ત્વચાને તાજગી મળશે.

નારીયેલ તેલ :

નારીયેલ તેલમાં કપૂર વાટીને ભેળવી લો અને તેને સ્નાન પછી અખા શરીર ઉપર લગાવીને માલીશ કરો. દરરોજ દિવસમાં ૨ વખત શરીરનું માલીશ કરવાથી અળાઈઓ ઠીક થઇ જશે.

ફળોનો રસ :

શરીરને ગરમીથી બચાવવા માટે વધુમાં વધુ તળેલા તૈલી પદાર્થનું સેવન કરવું જોઈએ. અળાઈઓને ઠીક કરવા માટે રોગીને ફળોનો રસ ઘરમાં કાઢીને વધુમાં વધુ પીવો જોઈએ. તે ઉપરાંત સુકી દ્રાક્ષ, દ્રાક્ષ વગેરેનું નિયમિત સેવન કરવાથી પણ ત્વચામાં નીકળતી અળાઈઓમાં જલ્દી લાભ મળશે.

મેંદી :

અળાઈઓની સમસ્યા માંથી તરત રાહત મેળવવા માટે મહેંદીનો લેપ સૌથી સારો ઉપચાર માનવામાં આવે છે. તેનો ઉપયોગ કરીને શરીરને ઠંડક મળે છે અને અળાઈઓ ઠીક થાય છે. તેનો ઉપયોગ કરવા માટે તમે લેપ બનાવીને લગાવી શકો છો કે પછી સ્નાનના પાણીમાં મહેંદીના પાંદડાને વાટીને ભેળવો અને તેનાથી સ્નાન કરો.

ગુલાબના ફૂલ :

ગુલાબની પાંખડીઓથી પણ તમે અળાઈઓ માંથી છુટકારો મેળવી શકો છો. તેના માટે ગુલાબના ફૂલોનું તેલ લગભગ ૧૨ મી.ઈ, થોડું એવું કપૂર, ત્રણ ગ્રામ ફટકડી વગેરે ભેળવી લો. પછી બધાને ભેળવીને પેસ્ટ બનાવી લો. તમને ફાયદો મળશે.

દેશી ઘી :

શરીર ઉપર અળાઈઓ થવાથી ગાય કે ભેંસનું શુદ્ધ ઘી સૌથી સારો અને સરળ ઈલાજ છે. તેના લેપથી અને શરીરને માલીશ કરો. ઘણું જલ્દી રાહત મળશે.

લીમડો :

લીમડાના થોડા પાંદડાને વાટીને તેનો લેપ બનાવીને લગાવો. કે પછી પાંદડાને પાણીમાં ઉકાળો અને તેને થાળું કરો. આ પાણીથી સ્નાન કરવાથી પણ અળાઈઓ માંથી રાહત મળશે.

મુલતાની માટી :

અળાઈઓ થવાથી શરીર ઉપર મુલતાની માટીનો લેપ લગાવીને રાખો. તેનાથી શરીરને ઠંડક મળે છે, સાથે સાથે અળાઈઓમાં ઘણો ફાયદો થાય છે. તેનો ઉપયોગ કરવાથી થોડા જ દિવસોમાં અળાઈઓની સમસ્યા ઠીક થઇ જાય છે.

આ માહિતી આક્ર્તિ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.