ઉનાળામાં લૂથી બચાવશે કેરી, મળશે ઘણા જબરજસ્ત ફાયદા. સ્વાદ અને શક્તિથી છે ભરપુર.

વાત જો ઉનાળામાં મળતા ફળોની હોય તો કેરીનું નામ સૌથી ઉપર આવે છે. કેરી ખાવામાં જેટલી સ્વાદિષ્ટ હોય છે, એટલી જ આરોગ્ય માટે ફાયદાકારક પણ હોય છે. ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર કેરીનું સેવન બ્લડ પ્રેશરથી લઇને પેટની બીમારીઓને દુર રાખવામાં મદદ કરે છે એટલા માટે કદાચ તેને ફળોનો રાજા કહેવામાં આવે છે. આવો તમને જણાવીએ કેરી ખાવી આરોગ્ય માટે કેટલું ફાયદાકારક છે.

આ વખતે માવઠું થવાથી અને આબોહવાની અનિયમિતતાને કારણે જેવી જોઈએ એવી કેરી આવી નથી, તમારે ત્યાં આવી ગઈ છે કેરી? જણાવજો.

કોલેસ્ટ્રોલ કંટ્રોલ :-

કેરીમાં ફાઈબર અને વિટામીન ‘સી’ પણ પૂરતા પ્રમાણમાં હોય છે. તેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરનું સંતુલન બનાવવામાં મદદ મળે છે.

પાચન ક્રિયા કરે ઠીક :-

કેરીમાં એવા ઘણા ઇંજાઈમ્સ મળી આવે છે, જે ભોજનને જલ્દી પચાવવામાં મદદરૂપ થાય છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારે :-

કેરી ખાવાથી શરીરની રોગ પ્રતિકારક ક્ષમતામાં પણ વધારો થાય છે.

ગરમીથી બચાવે :-

ગરમીમાં એક ગ્લાસ કેરીનો રસ પીને બપોરે બહાર નીકળવાથી લુ લાગવાની શક્યતા ઓછી થઇ જાય છે. સાથે જ કેરીનો રસ પીવાથી શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે છે.

પેટની બીમારીઓથી બચાવે છે :-

ઉનાળામાં કબજીયાત, પેટની બળતરા, ઝાડા જેવી સમસ્યાઓ જોવા મળે છે, પરંતુ કેરીનું સેવન આ તમામ તકલીફોને દુર રાખવામાં મદદ કરે છે.

એસીડીટીમાં રાહત કરે છે :-

ગરમીમાં મસાલાદાર, તળેલા-શેકેલા ભોજન ખાવાને કારણે ગરમીમાં હંમેશા એસીડીટીની સમસ્યા થવા લાગે છે. તેવામાં કાચી કેરીનું સેવન તમારી આ સમસ્યા માંથી રાહત અપાવશે.

લુ થી રક્ષણ :-

આ ઋતુમાં ચાલતી ઠંડી ગરમ હવાઓને કારણે લુનું જોખમ પણ વધી જાય છે, પરંતુ કેરીનું સેવન શરીરમાં પાણીની ખામીને પૂરી કરીને આ બધી સમસ્યાઓથી બચાવે છે. લુ થી બચવા માટે તમે મેંગો શેક કે સામાન્ય પન્નાને પણ તમારા ડાયટમાં ઉમેરી શકો છો.

હાઈ બ્લડપ્રેશર :-

પોટેશિયમ અને મેગ્નેશિયમથી ભરપુર કેરીનું સેવન હાઈબ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરે છે. જો તમે પણ બ્લડપ્રેશરના દર્દી છો, તો દરરોજ ૧ વાટકી કેરી જરૂર ખાવ.

વજન વધારે :-

દુબળા પાતળા લોકો માટે કેરી કોઈ આશીર્વાદથી ઓછી નથી. ખાસ કરીને તેમાં કેલેરી અને સ્ટાર્ચ પુષ્કળ પ્રમાણમાં હોય છે, જેનાથી વજન વધારવામાં મદદ મળે છે. તેવામાં તમે પણ દરરોજ ૧ કેરીનું સેવન જરૂર કરો.

એનીમિયા :-

આયરનથી ભરપુર હોવાને કારણે તેનું સેવન શરીરમાં લોહીની ખામી પૂરી કરે છે. અને દરરોજ તેનું સેવન બ્લડ સર્ક્યુલેશનને ઉત્તમ બનાવવામાં પણ મદદ કરે છે.

મગજને કરે તેજ :-

મગજને સ્વસ્થ અને તેજ કરવા માટે કેરીનું ફળ ઘણું અસરકારક ઉપાય છે, કેમ કે તેમાં વિટામીન બી6 પુષ્કળ પ્રમાણમાં હોય છે.

ડાયાબીટીસ :-

ડાયાબીટીસના દર્દીઓને લાગે છે કે ગળી હોવાને કારણે તે તેનું સેવન નહિ કરી શકે, પરંતુ તે એકદમ ખોટું છે. અને તેના પાંદડા પણ ડાયાબીટીસના દર્દીઓ માટે ઘણા ફાયદાકારક છે.

આંખોના રોગ કરે દુર :-

રતાંધળાપણું અને આંખોના ડ્રાઈનેશ માંથી રાહત મેળવવા માટે રોજ મેંગો જ્યુસ પીવો. તે આંખોની દ્રષ્ટિ વધારવામાં મદદ કરે છે.

કેન્સરથી બચાવે :-

કેરીમાં રહેલા એંટીઓક્સીડેંટ કોલોન, લ્યુકેમીયા અને પ્રોસ્ટેટ કેન્સરથી બચાવવામાં ફાયદાકારક છે. તેમાં કયુર્સેટીન, એસ્ટ્રાગાલીન અને ફેસેટીન જેવા એવા ઘણા તત્વ હોય છે, જે શરીરમાં કેન્સર સેલ્સને વધતા અટકાવે છે.