ઉનાળામાં નાક માંથી લોહી વહેવું, નસકોરી ફૂટવી, જાણો કારણ અને ઉપાય.

ઉનાળામાં ગરમા ગરમ ઋતુંની શરુઆત થઇ ગઈ છે. લોકોએ પોતાની રજાઈ કામળા પેક કરી દીધા છે અને હવે કુલર-એસીનો સમય આવી ગયો છે. કેમ કે દિવસના સમયે થતી ગરમી દિવસેને દિવસે વધવા લાગી છે. તેવામાં અચાનક તમારા નાક માંથી લોહી આવવું કોઈ મોટી વાત નથી. કેમ કે વધતી ગરમી અને તાપમાનને લીધે નાકની કોમળ કોશિકાઓ કે રક્ત વાહિનીઓ ક્ષતિગ્રસ્ત થઇ જાય છે. જેથી નાક માંથી લોહી વહેવા લાગે છે.

ગરમીમાં નાક માંથી લોહી કેમ આવે છે?

નાક માંથી લોહી વહેવાની સમસ્યા ડોકટરી ભાષામાં એપીસ્ટેક્સીસ (Epistaxis) કે નસકોરી ફૂટવી પણ કહે છે. તે એક સામાન્ય સમસ્યા છે, જે અમુક લોકોમાં જોવા મળે છે. એવું હંમેશા ઉનાળાની ઋતુમાં તાપમાનમાં થતા વધારા કે વધુ ઊંચાઈ ઉપર જવાથી પણ થાય છે. કેમ કે નાકનું નિર્માણ ઘણું જ નાજુક કોશિકાઓથી થાય છે. કેમ કે નાકના આગળના ભાગમાં હાડકા નથી હોતા. એટલા માટે તે લોહીની નસો સાથે મળીને નાકનું નિર્માણ કરે છે.

નાક માંથી મળી આવતા અસંખ્ય રક્ત શિરાઓ ઘણી નાજુક હોય છે. જે અતિશય ફેરફાર સહન નથી કરી શકતી અને ફાટી જાય છે. જેથી નાક માંથી લોહી નીકળવાની સમસ્યા થઇ જાય છે. કે પછી નાકને સુકાવા/ભેજ ખોઈ દેવાથી પણ ત્વચામાં ખેંચાણ થાય છે અને નસકોરી ફૂટી પડે છે. આમ તો એવું વારંવાર થવાથી તે તમારી તકલીફને વધારી પણ દઈ શકે છે. પણ તમે ગભરાશો નહિ નસકોરી ફૂટવાના ઉપચાર પણ સરળ છે.

નાક માંથી લોહી આવવાના લક્ષણ :-

ગરમીની ઋતુમાં વધુ તાપનો સામનો કરવો સરળ નથી હોતું. તેનાથી ઘણી બધી સમસ્યાઓ સાથે તમારા નાક માંથી લોહીની ધાર પણ ફૂટી શકે છે. તેનાથી તમારા અમુક લક્ષણનો અનુભવ થઇ શકે છે. જો કે ઘણા સામાન્ય છે અને આ સમસ્યા સાથે જોડાયેલા છે.

ચક્કર આવવા

માથું ભારે લાગવું

મગજ ફરવું

બેચેની થવી

સુંઘી ન શકવું

નાક વહેવું

નસકોરી ફૂટવાના કારણ :

તમારા નાકના પડદા પાસે મળી આવતી નાની નાની લોહીની નસોની જાળ મળી આવે છે. જેમાં હળવી એવી ઈજા પણ લોહી નીકળવાનું કારણ બની શકે છે. એટલું જ નહિ ઓક્સીજનની ઉણપ થવી પણ તેને કારણે જયારે તમે વધુ ઊંચાઈ ઉપર વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હો છો.

તેમાં થોડા સામાન્ય કારણોમાં :

વધુ ગરમ પદાર્થનું સેવન કરવું

વધુ તાપમાં બહાર જવું

વધુ મસાલા વાળું ભોજન

સામાન્ય શરદી જુકામ

નાક સાફ કરવાથી

નાકમાં ઈજા થવાથી

નાકમાં ઘસાવું

માથામાં ઈજા થવાથી

નાકમાં એલર્જી

નાકમાં સંક્રમણ

નાક માંથી લોહી આવવા ઉપર શું કરવું?

નાક માંથી લોહી વહેવા લાગે તો ગભરાશો નહિ તમે સ્થિતિને નિયંત્રણ કરી શકો છો. જો તમને એ ખબર નથી કે નાક માંથી લોહી આવવું કેવી રીતે અટકાવવું? બસ થોડું ધ્યાન રાખો અને નીચે જણાવેલી સાવચેતીઓ રાખો. જેથી તમે નાક માંથી લોહી આવવાને રોકી શકો છો.

માથાને આગળની તરફ નમાવો

માથા ઉપર ઠંડુ પાણી નાખો

મોઢાથી શ્વાસ લેવાનો પ્રયાસ કરો

વધુ સમય સુધી તાપમાં બહાર ન ફરો

કપડામાં બરફ લઇને નાક ઉપર લગાવો

વિટામીન સીનું સેવન જરૂર કરો

તેનાથી રક્ત શિરાઓ સુરક્ષિત રહે છે

ભોજનમાં લીલા પાંદડા વાળા શાકભાજી ખાવ

ઘરમાં હ્યુંમિડી ફાયરનો ઉપયોગ કરો. તે હવામાં રહેલા ભેજને વધારે છે.

નાક સાફ કરતી વખતે ધ્યાન રાખો

ગરમ તાસીર વાળા પદાર્થ ન ખાવ (ગોળ, ખાંડ વગેરે)

નાક માંથી લોહી આવવાના ઘરેલું ઉપાય

નાક ફૂટવાની સમસ્યા કોઈ બીમારી નથી, તેનાથી બચવા માટે અમે તમને થોડા ઘરેલું ઉપાય જણાવી રહ્યા છીએ. તે તમને નાકોડી ફૂટવા ઉપર તરત રાહત પહોચાડી શકે છે. અને તે નુસખા ઘણા જ સરળ છે અને નાકમાંથી લોહી આવવામાં સારી સારવાર કરે છે.

૧. ડુંગળી

તાજી ડુંગળી કાપીને તેના ટુકડા સુંઘવાથી કે નાક પાસે થોડી વાર રાખવાથી તમારા નાક માંથી લોહી આવવાનું બંધ થઇ જશે.

૨. સુહાગા

થોડા પ્રમાણમાં સુહાગા લેઈને થોડા પાણીમાં ઘોળીને મિશ્રણ બનાવી લો. તેને નાક ઉપર લગાવવાથી નાકોડી ફૂટવા ઉપર આરામ મળે છે.

૩. બેલ(બીલી)ના પાંદડા

બેલના ઝાડના તાજા પાંદડા તોલીને તેનો રસ કાઢી લો. પછી તે પાણીમાં ભેળવીને પીવો તમારા નાક માંથી લોહી આવવાની તકલીફ નહી થાય.

૪. સફરજનનો મુરબ્બો

ગરમીના પ્રકોપને ઓછો કરવા અને નસકોરી ફૂટવાથી બચવા માટે એક સફરજનનો મુરબ્બો ખાવ. જો તમે તેમાં થોડી ઈલાયચી પણ ભેળવી લો તો ઘણો વધુ ફાયદો કરશે.

૫. મુલતાની માટી

તમે અડધા લીટર પાણીમાં લગભગ એક ચમચી મુલતાની માટી નાખીને રાત આખી રહેવા દો. પછી સવારે તે પાણીને ગાળીને પી લો. તે તમારા નાક માંથી લોહી વહેવાને અટકાવી દેશે.

૬. ગુલકંદ

જો તમને ઘણી જૂની નસકોરી ફૂટવાનો રોગ છે, તો પછી તમે દૂધ સાથે એક નાની ચમચી ગુલકંદ સવારે અને સાંજે ખાવ લાભ થશે.

૭. સિરકા

જો અચાનક તમને નાકોડી ફૂટવાની તકલીફ થઇ જાય છે, તો એક મુલાયમ કપડા ઉપર સિરકાના થોડા ટીપા નાખીને હળવા હાથે નાક ઉપર લગાવવાથી તરત લોહી નીકળવાનું ઓછું થઇ જાય છે.

૮. બ્રેડ

જો તમને વારંવાર નાક માંથી લોહી આવે છે, તો પછી તમારા ભોજનમાં લોટની બ્રેડ ખાવ તે તેમાં રહેલા જીંક લોહી વાહિનીઓને સુરક્ષા અને મજબુતી પૂરી પાડે છે.

નિષ્કર્ષ અને પરિણામ

ઉનાળાની ઋતુમાં નસકોરી ફૂટવી ઘણી જ સામાન્ય સમસ્યા છે. જેથી તમારે વધુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી હોતી. પણ જો તમારે વારંવાર નાક માંથી લોહી નીકળતું હોય કે પછી આ સમસ્યાને લીધે તમને કોઈ બીજી તકલીફ થવા લાગે તો પછી તમારે તેને ગંભીરતાથી લેવી જોઈએ. અને કોઈ ડોક્ટરને જરૂર દેખાડવું જોઈએ. જેથી સમયસર તમારી સમસ્યાનો યોગ્ય ઉપાય કરી શકાય.

આ માહિતી હિઅરીંગ સોલ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.