ઉનાળાના વેકેશનમાં ફરવા જઈ રહ્યા છો? તો પહેલા જાણી લો આ 8 જરૂરી વાતો, યાત્રા રહશે શુભ અને સફળ

શુભ યાત્રા, હેપ્પી જર્ની, તમારી યાત્રા મંગળમય થાય આ બધા વાક્યો લોકો ત્યારે બોલે છે, જ્યારે કોઈ ઘરથી લાંબી મુસાફરી કરીને કોઈ બીજા સ્થળે જાય છે.

મે મહિનો આવતા જ લોકો સમર વેકેશન્સ પર પોતાના કુટુંબ સાથે લાંબી રજા પર નીકળી જાય છે અને આ રજાનો સંપૂર્ણ આનંદ લેવા માટે ઘણી બધી વસ્તુઓ સાથે રાખે છે. જેનાથી તેમને કોઈ વસ્તુની અછત નથી લાગતી. જ્યારે પણ આપણે ક્યાંય બહાર ફરવા જઈએ છીએ ત્યારે ઘરના લોકો આપણને કંઈકને કઈક ગુડ લકના રૂપમાં કહે છે, જેમાં ‘હેપ્પી જર્ની’ સૌથી સામાન્ય લાઇન છે

પણ તેના સિવાય પણ કેટલીક વસ્તુઓ હોય છે, જે કરવાથી આપણી યાત્રા સફળ થાય છે. . હવે તો ફરવાનો સમય આવી રહ્યો છે અને જો તમે પણ તમારા પરિવાર સાથે સમર વેકેશન્સ પર ફરવા જઈ રહ્યા છો તો પહેલા જાણી લો.

આ 8 જરૂરી વાતો, આ તમારી યાત્રાને સફળ બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

સમર વેકેશન્સ પર ફરવા જઈ રહ્યા છે, તો પહેલા જાણી લો આ 8 જરૂરી બાબતો

શુભ યાત્રા, હેપ્પી જર્ની, તમારી યાત્રા મંગળમય થાય આ બધા વાક્યો લોકો ત્યારે બોલે છે જ્યારે કોઈ ઘરથી લાંબી મુસાફરી કરીને કોઈ બીજા સ્થળે જાય છે. આ એટલા માટે પણ બોલાય છે, જેનાથી ફરવા જનારા લોકો પર કોઈ વિઘ્ન ન આવે, પણ કેટલીક વસ્તુઓ વગર જણાવે થઇ જાય છે. આપણા મોટા વડીલો પણ એ જ સલાહ આપે છે કે ઘર માંથી બહાર નીકળતા જ શુભ વસ્તુઓ વિશે વિચારવું. આ તે 8 સલાહ અને આવશ્યક બાબતો છે. જે મુસાફરી શરૂ કરતા પહેલાં કરવી જોઈએ.

1. ઘરથી બહાર નીકળતા પહેલા ઘરમાં સ્થાપિત દેવતાને 11 અગરબતી અને શુદ્ધ ઘીનો દીવો સળગાવો. કુંકુ, હળદર, અબીર, ગુલાબ, ચોખા અને ફૂલોની થાળીમાં બધુ રાખીને આરતી કરો. ભગવાનને પોતાની યાત્રાથી સકુશળ પાછા આવવાની પ્રાર્થના કરો અને પછી કાળો તિલક પોતાની જાતે અને મુસાફરી પર જનારા લોકો પરથી ઉતારો અને ઉત્તર દિશામાં ફેંકી દો.

2. ઘર માંથી નીકળતા પહેલા વાણીનું ધ્યાન રાખો. જે વાણી તે સમયે ચાલતી હોય છે તે જ લઈને પગ હંમેશાં બહાર રાખો. આ ઉપરાંત ઘર માંથી બહાર નીકળતા સમયે શુભ ચોઘડિયા જરૂર જુઓ.

3. ઘરથી બહાર નીકળતા સમયે ચંપલ, લાકડું, કોઈ પણ પ્રકારની ગાળ, તાળું, રાવણ, પત્થર, મરવું, ડૂબવું, ફેંકવું, છોડવું આવવું અથવા કોઈ નિગેટિવ વાતો જરાય બોલવી નહીં.

4. ઘર માંથી બહાર નીકળતા સમયે મજાકમાં પણ નદી, આગ, હવા વિશે કંઇક ખરાબ ન બોલો કારણ કે એવું કહેવામાં આવે છે કે આ ત્રણ પવિત્ર વસ્તુઓ વિષે ક્યારેય મજાક બનાવવો જોઈએ નહી.

5. ઘરથી બહાર નીકળતા સમયે શુભ શબ્દ, પવિત્ર મંતવ્ય અને મંગલ વચનનો ઉપયોગ કરો. ખુશ મનથી જ પ્રવાસ પર નીકળવું, ભૂલથી પણ કલહ અથવા તૃષ્ણા સાથે બહાર નીકળવું નહી.

6. ઘરમાં મુસાફરી પહેલાં પહેલા ચોખાના નાના ઢગલા પર કળશ રાખો અને સવા રૂપીયા રાખીને અગરબતીથી આરતી કરીને મુસાફરી નિર્વિઘ્ન થવાની પ્રાર્થના કરવી. પાછા આવીને તે રૂપિયો, ચોખા અને પાણી શિવ મંદિરમાં ચડાવી દો.

7. મુસાફરી પર જતા પહેલા કીડીઓને લોટ આપવો, પશુઓને દાણા આપો, કાળા કૂતરાને રોટી અને ગાયને ભરેલા અનાજ ખવડાવવા શુભ હોય છે.

8. ઘરની નજીક જે પણ મંદિર હોય ત્યાં નારિયેળ ચડાવવું જોઈએ. થોડા પૈસાને દાનપેટીમાં નહિ, પણ ક્યાંક છુપાવી રાખી દેવા જોઈએ. આ ગુપ્ત દાન માનવામાં આવે છે અને મુસાફરી માટે આ શુભ અને ફળદાયી સરળ ટૉટકો હોય છે.